Material Content for ભારતનો ઇતિહાસ (પ્રાચીનભારત )-1

 

 ભારતીય ઇતિહાસ

 

 પ્રાચીન ભારતીય ઇતિહાસના સ્ત્રોતો :-
  1. ઇતિહાસ શબ્દ સંસ્કૃત ભાષા ના મૂળ શબ્દ ઇતિ-હ-આસ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ આ પ્રમાણે હતું એવું થાય.
  2. ઇતિહાસ ના પિતા તરીકે હેરોડોટ્સને ઓળખવા માં આવે છે.
1 ભૌતિક અવશેષ
  1. વસ્તુ કેટલી જૂની છે તે રેડિયો ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણવામાં આવે છે.
  2. કોઈપણ વસ્તુમાં નિહિત કાર્બન-14 માત્ર દ્વારા ભૌતિકશાસ્ત્રી અનુમાન લગાવે છે.
2 સિકકાઓ
  1. સિક્કાના અભ્યાસ ને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.
  2. પ્રાચીન સિક્કાઈઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે દા.ત. ગુપ્તકાળમાં સોનાના સિક્કા સૌથી વધુ બહાર પડયા હતા, આથી ત્યારે વેપાર,વાણિજ્ય વગેરે ઉતક્ર્ષ્ટ હતા.
  3. સૌથી પ્રાચીન સિક્કાઓને આહત સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે.જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.
  4. સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.
3 અભિલેખો
  1. એરણના અભિલેખમાં સતી પ્રથાનો પેહલો લેખિત પુરાવો મળે છે.
  2. હાથી ગુફા અભિલેખમાં “ભારતવર્ષ” નો ઉલ્લેખ કરેલો છે.
  3. સૌથી જુના અભિલેખો હડપ્પા સભ્યતા ના કેટલાક અવશેષો પર જોવા મળે છે.
  4. સૌથી જુના જે ઉકેલી શકાયા છે. તે ઈ.સ. પૂર્વ ત્રીજી સદીના અશોકના અભિલેખો છે.
4 ધર્મગ્રંથો તથા એતિહાસિક ગ્રંથો
  • મુખ્ય વેદો .....
  •  (1) ઋગ્વેદ
            (2) યજુર્વેદ
            (3) સામવેદ
            (4) અથર્વવેદ
  1. પુરાણો , ઉપનિષદો , સ્મૂતિગ્રંથો વગેરે
  2. ચાણક્ય નું અર્થશાસ્ત્ર (મૌર્યકાલિન ઇતિહાસ),કલહણનું રાજતરંગીણ (કાશ્મીરનો ઇતિહાસ).પરિણીનું અષ્ટાધ્યાયી ,જાતક-કથાઓ, કલ્પસૂત્ર, પતંજલિનું મહાભાષ્ય વગેરે.
  પસ્તર- યુગ
  1. માનવ ઇતિહાસને સમજવા મુખ્યત્વર ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે.
  2. 1. પ્રાગેતિહાસીક યુગ :અક્ષરજ્ઞાનરહિત યુગ.
  3. 2 આદ્ય એતિહાસિકકાળ :  લિપિ અને લેખનકળા વિદ્યમાન હતી પરંતુ તેતે હજુ સુધી ઉકેલાઈ નથી તે યુગ.
  4. 3 એતિહાસિક યુગ : લિપિ અને લેખનકળા સહિત યુગ.
પ્રાગેતિહાસીક યુગના વિભાગો
A. પુરાતન પાષણયુગ
  • ત્રણ અવસ્થાઓ
- નિમ્ન  પુરાપાષાણયુગ (ઈ.સ.500,000 - ઈ.સ. 50,000)
- મધ્ય પુરાપાષાણયુગ (ઈ.સ. 50,000 - ઈ.સ. 40,000)
- ઉપરી પુરાપાષાણયુગ (ઈ.સ.40,000 - ઈ.સ. 10,000)
  1. ગુજરાતમાંથી મળેલા હથિયારો ક્વાર્ટઝાઈટ  નામના ખડકમાંથી બનાવેલ હોવાનું જણાય છે. આ યુગમાં આગની શોધ થઈ.
  2. આજના બધા મનુષ્ય હોમાસેપિયંસ  (જ્ઞાની પુરૂષ) જાતિના છે. જે આજથી 30-50 હજાર વર્ષ પેહલા પરગજુ થયેલા છે.
  3. આ સમય દરમિયાન મનુષ્ય શિકારી જીવન જીવતો હતો.  
(B) મધ્ય પાષાણયુગ
  1. માનવ પ્રગતિ ની ગતિ લગભગ ઈ.સ. 9,000થી ઝડપી બની અને ઉચ્ચ ઓજારો બનાવવાની શરુઆત થઈ.
  2. આ પુરાતન પાષાણયુગ અને નવપાષાણ યુગ વચ્ચે નો સક્ર્મણકાળ છે.
  3. આ સમય માં પશુપાલન ની શરૂઆત થઈ હતી.
(C) નૂતન પાષાણ યુગ
  1. આ પ્રકાર ના માનવો ' ક્રોમેગનન ' પ્રકારના વિકસિત માનવો હતા.આ સમયમાં ખેતીની શોધ થઈ
  2. ઈ.સ.1854મા સ્વિઝર્લેન્ડ માંથી સરોવર ગ્રામ મળી આવ્યું હતું.જેમાં સરોવર મા ઝુંપડા ઉભા કરવામાં આવતા.
  3. આ સમયમાં ખેતીની શોધ થઈ હતી.

 

  તામ્રપાષાણ યુગ
સિંધુ ખીણની સંસ્કૃતિ
  1. સમયગાળો : ઈ.સ. 2350-1750 ( C "પદ્ધતિ આધારે )
  2. સૌપ્રથમ હડપ્પામાંથી આ સભ્યતાના અવશેષો મળ્યા હતા.આથી હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખાય છે.
  3. ઈ.સ.1826માં ચાર્લ્સ મેશન નામના વ્યક્તિએ સૌપ્રથમ આ સભ્યતા પર પ્રકાશ પાડયો હતો.
  4. .સ. 1856માં પંજાબમાં રેલવે પાટા નાખતી વખતે જનરલ કનિંગહામ ને આ સંસ્કૃતના થોડા અંશે પુરાવા મળ્યા હતા.
  5. સૌપ્રથમ મથક ઈ.સ.1921માં પાકિસ્તાન ના પંજાબ પ્રાંતમાંથી  હડપ્પા મળ્યું.
  6. ઈ.સ. 1922માં સર જ્હોન માર્શલ ના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનરજી  અને દયારામ સહાનિના પ્રયત્નોથી સિંધ-પ્રાત ના લારખાના જિલ્લામાં મોહેં-જો-દડો માં નાગરીય અવશેષો મળી આવ્યા.
  7. સંપુર્ણ ક્ષેત્ર ત્રિકોણ આકારમાં 12,99,600 ચો.કી.મી માં ફેલાયેલુ હતું.
           સામાજિક અને આર્થિક જીવન :
  • મુખ્ય અનુમાનિત ચાર વર્ગ :-
  • (1) વિદ્ધાન
           (2) સેનિક
           (3) વેપારી
           (4) ખેડૂત ,નોકર, મજુર
  1. આર્થિક વેપાર ઉપરાંત ખેતી અને પશુપાલન પણ હતા.
  2. મુખ્ય પાક ઘઉં અને જવ હતા.
  3. લોકો વસ્ત્રો અને આભૂષણ ના શોખીન હતા.
  4. ગાડાની હરીફાઈ , શિકાર, માછીમારી, સોગઠાબાજી, વગેરે મનોરંજન પ્રવૃતી હતી. 
  5. સૌથી પેહલા કપાસની શોધ સિંધુ સંસ્કૃતિના ફાળે જાય છે.
  6. હડપ્પા અને મોહેં-જો-દડો માંથી ત્રાજવા અને તોલમાપ ના સાધનો મળી આવ્યા હતા. તેમનું તુલનાત્મક પ્રમાણ 16,32,160,340 વગેરે હતું.

 

સિંધુ સંસ્કૃતિ નો અંત
  1. આ સંસ્કૃતિના અંતે અંગે વિવિશ મત છે. કેટલાક વિદ્વાનો ના મટે સિંધુ નદીમાં આવતા વારંવાર ના પુરે અંત આણ્યો હશે કારણકે મોહેં-જો-દડો માંથી એક ઉપર એક એવા સાત કે નવ થર અને હડપ્પામાંથી છ થર નીકળ્યા છે. છેલ્લા પૂર પછી લોકોએ સ્થળાંતર કર્યું હશે.
 વૈદિક – સંસ્કૃતિ
  1. વૈદિક સંસ્કૃત ને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે.
  2.  1 ઋગ્વેદિક - કાળ (ઈ.પૂ . 1600 - ઈ.પૂ . 1000)
  3.  2 ઉત્તર વૈદિક-કાળ (ઈ.પૂ  1000 - ઈ.પૂ. 600)
  4. વેદ એ સંસ્કૃત રૂપ વિદ્દ માંથી બનેલો શબ્દ છે. તેનો અર્થ જ્ઞાન થાય. આ સંસ્કૃત વેદ સાહિત્ય પર આધારિત હોવાથી તેને તેને વેદિક સંસ્કૃત કહે છે. તેનો પ્રવતર્કો આયો હોવાથી આર્ય હોવાથી આર્યોસંસ્કૃતિ પણ કહેવાય છે.
  5. આર્યો નું મૂળ વતન મધ્ય એશિયા હતું તેવા મેક્સમુલરના અભિપ્રાયો ને વિધાનો ને વધારે પ્રાધાન્ય આપે છે.
  6. આર્યો એ સૌપ્રથમ પશ્ચિમતર ભારતમાં સપ્તસિંધુ ના પરદેશમાં વસવાટ કર્યો હતો.
સપ્તસિંધુ (નદીના પૌરાણિક નામો)
  • (1) સિંધુ ,                                           
  • (2) શત્રદ્રિ (સતલજ)                              
  • (3) વિતસ્તા (ઝેલમ)                              
  • (4) વિપાશા(બિયાસ)
  • (5) પરુષણી (રાવિ)   
  • (6) અસ્કીની(ચિનાબ)
  • (7) સુરસુતી (સરસ્વતી) 
આર્યોના મૂળ નિવાસસ્થાન અને ના અભિપ્રયો
  • સ્થાન:                        વ્યક્તિ :-
  • (1) તિબેટ                   (1) દયાનંદસરસ્વતી
  • (2) મધ્ય એશિયા        (2) મેક્સમુલર
  • (3) ઉત્તર ધ્રુવ પ્રદેશ    (3) લોકમાન્ય તિલક (ધઆર્કટિક હોમઓફ વેડ્સ નામના પુસ્તકમુજબ)
વેદકાલીન સાહિત્ય
  •  મુખ્ય ચાર વેદ
  • વેદોને અપૌરુષેય અથાર્ત માણસ દ્વારા નહીં પરંતુ ઈશ્વર દ્વારા રચાયેલું સાહિત્ય માનવામાં આવે છે.
  • વેદ  :-                                ઉપવેદ (વેદોના ઉપવેદ ):-
  • (1) ઋગ્વેદ                         આયુર્વેદ
            (2) યજુર્વેદ                        ધનુર્વેદ
           (3) સામવેદ                       ગાંધર્વેદ
          (4) અથર્વવેદ                      શિલ્પવેદ   

 

(1)ઋગ્વેદ :-
  1. અતિપ્રાચીન ગ્રંથ છે. પ્રાચીન સંસ્કૃત ની સાહિત્યિક ભાષામાં લખાયેલો છે.
  2. 10 મંડળ,1028 સૂક્તો,10,580 રૂચાઓમાં વિભાજીત છે.
  3. જગતની ઉત્પત્તિ અંગેના નાસદીય સૂક્તનો ઉલેખ્ખ ઋગ્વેદ  માં છે.
  4. સૂર્યની ઉપાસના માટેનો ગાયત્રી માત્ર કે જેની રચના વિશ્વામિત્રએ ઋષિ એ કરેલી છે.તેનો ઉલ્લેખ ત્રીજા મંડળમાં છે.
  5. 10માં મંડળમાં  પુરુષસુક્તમાં વર્ણવ્યવસ્થા (બ્રાહ્મણ, છત્રીય , વૈશય, શુદ્ર) નો ઉલ્લેખ છે.
2. યજુર્વેદ :-
  1. યજુસ શબ્દ નો અર્થ યજ્ઞ  થાય છે.
  2. બે વિભાગ  છે. 1 કૃષ્ણયજુર્વેદ   2. શુક્લ યજુર્વેદ
  3. ગધ  અને પધ બને સ્વરૂપ રચિત છે.
3 સામવેદ :-
  1. સામ શબ્દનો અર્થ ' મધુર સંગીત ' એવો થાય છે. સંગીત વિશે બધી માહિતી છે.
  2. યજ્ઞ વખતે રાગ અને લય સાથે ગાવા માટે ના શ્લોકો નો સંગ્રહ છે.
4 અથર્વવેદ :-
  1. સંકલન અથર્વ ઋષિ એ કર્યું હતું. 731 રૂચાઓ અને 20 અધ્યાયો માં વિભાજીત છે.
  2. શત્રુનોનાશ , વશીકરણ, રોગમુક્ત, ટોણા વગેરેના મંત્રો છે.
  3. કેટલાક વિધાનો તેને વેદ માનવ તૈયાર નથી.
મહાકાવ્યો
1 રામાયણ : વાલ્મીકિ  ઋષિ
  1. સાત કાંડ માં વિભાજીત છે. 1.બાલકાંડ  2.અયોધ્યાકાંડ  3.અરણ્યકાંડ  4.કિષ્કિંધાકાંડ  5.સુંદરકાંડ   6. ઉત્તરકાંડ  7. લંકાકાંડ
2  મહાભારત: મહર્ષિ વેદવ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન )
  1. શરૂઆત નામ જય સંહિતા હતું.હાલમાં શ્લોકો ની સંખ્યા 1 લાખ છે. તેથી તેને ' શતસહસ્ત્ર સંહિતા ' તરીકે ઓળખવા માં આવે છે. 18 પર્વમાં વિભાજીત છે. ભીષ્મપર્વ માંથી ગીતા લેવામાં આવી.

 

 બૌદ્ધ ધર્મ
ગૌતમબૌદ્ધ
  1. જન્મ ઈ.પૂ. 563
  2. જન્મસ્થળ : લુમ્બીની (કપિલવસ્તુ )
  3. મુળનામ : સિદ્ધાર્થ , પિતા : શુદ્ધોધન (શાક્ય કુળ) , માતા : મહામાયા , પાલક માતા : પ્રજાપતિ ગૌતમ , પત્ની : યશોધરા , પુત્ર : રાહુલ .
  4. અન્ય નામ : તથાગત , સુંગત , શાક્યમુનિ , શાક્યસિંહ
  5. બૌદ્ધિક ધર્મ ની સ્થાપક ગૌતમબૌદ્ધ  હતા.
  6. બોદ્ધ એક વખત વૃદ્ધાવસ્થા ,મુત્યુ,વ્યાધિ  એ ત્રણ દ્રશ્ય જોયા અને તે દ્વારા નિપજતા દુ:ખો માંથી મુક્ત થવાનો ઉપાય શોધવા 29 વર્ષની ઉંમરે સંસારત્યાગ કર્યો.આ પ્રસંગ ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ તરીકે જાણીતો છે.
  7. પેલા તેઓ આલાર કલામ ના આશ્રમે ગયા ત્યાબાદ રામપુત્ર રુદ્રક ના આશ્રમે ગયા.
  8. 6 વર્ષ ની તપશ્વયૉ બાદ વૈશાખી પૂર્ણિમા એ નિરંજન નદી કિનારે પીપળવૃક્ષ ના નીચે ગયા નામના સ્થળે બોધી પ્રાપ્ત થયો અને તેઓ બુદ્ધ  બન્યા.
  9. તેઓ એ પ્રથમ ઉપદેશ ઋષિપતન (સારનાથ)માં આપ્યો હતો. જેને ધર્મપરિવર્તન તરીકે ઓળખવા માં આવે છે.
  10. બૌદ્ધ ધર્મ નો પવિત્ર તહેવાર બુદ્ધ પૂર્ણી માં છે. કારણ કે આ દિવસે બુદ્ધ જન્મ , જ્ઞાનપ્રાપ્તિ  અને નિવાણ પામ્યા હતા. 

 

 નંદવંશ
  1. હાથીના શિલાલેખો દર્શાવે છે. કે મહાપદ્મનંદે સમકાલીન કલિંગ , ઈશ્વાકુ ,કુરુ, પંચાલ, સુરસેન,મિથિલા,કલિંગ,અશમક,વગેરે સતાઓ પર વિજય મેળવીને ક્ષત્રિયો નાસ કર્યો હતો.આથી બીજો પરશુરામ કહેવામાં આવે છે.
  2. અંતિમ રાજવી ધનાનંદનો ચંદ્રગુપ્ત મોર્ય એ યુદ્ધમાં ઘાટ કરી પાટલીપુત્ર ની ગાડી મેળવી.
સિકંદર
  1. ઈ.પૂ.356માં મેસેડોનિયા(મકદુનિયા)માં રાજા ફિલિપ ને ત્યાં એલેકઝાંડર (સિકંદર) નો જન્મ થયો.
  2. ઈ.પૂ. માં 326 સિંકદર નું સેન્ય ભારતની વાયવ્ય સરહદે હિન્દકુશ પર્વત સુધી આવ્યું હતું.
  3. સિંકદરના સેનિક એ બિયાસ નદી ન ઓળંગી અને બળવો કર્યો.આથી જીતેલા પ્રદેશ સેનાપતિ સેલકુયસ નિકેટરને સોંપી ને સિંકદર પાછો ફર્યો(ઈ.પૂ .325)
  4. ઈ.પૂ.323માં બેબીલોનમાં સિંકદરનું મુત્યુ થયું.
  5. સિંકદરએ એવો શાસક હતો જેનો જન્મ યુરોપ(મેસિડોનિયા), મુત્યુ એશિયા (બેબીલોન), અને દફનવિધિ આફ્રિકા (ઇજિપ્ત) માં થઈ.
  6. સિંકદરના આક્ર્મણ ના કારણેને ગાંધારપ્રદેશમાં ગ્રીકની વસ્તી વધતી પામી હતી. આથી ત્યાં ગ્રીક સંસ્કૃતિ નો પણ પ્રચાર થયો.

 

મૌર્ય સામ્રાજ્ય
ચંદ્રગુપ્ત મૌર્ય ( ઈ.પૂ. 322-ઈ.પૂ 298)
  1. જન્મ ઈ.પૂ.345 પીપળિવન (નેપાળની તળેટી)માં રહેતી મોરીય નામ ની જાતિના નાયકને ત્યાં થયો હતો.
  2. ઈ.પૂ 322માં ચાણક્ય ની મદદથી ધનનંદને હરાવી મગધ માં મૌર્ય સામ્રાજ્ય ની સ્થાપના કરી.
  3. ચાણક્ય ચણક ઋષિના પુત્ર હતા. (મૂળ નામ : વિષ્ણુ ગુપ્ત) તેમને કૌટિલ્ય તરીકે પણ ઓળખવા માં આવે છે. તેઓ ચંદ્રગુપ્ત ના મહીમંત્રી હતા. રાજનીતિ શાસ્ત્ર પર અર્થશાસ્ત્ર ગ્રંથ ની રચના થઈ .
  4. ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થયું (ઈ.પૂ 305)જેમાં સેલ્યુકસ નિકેટર નો પરાજય થયો અને એક સંધિ થઈ તે મુજબ કાબુલ,કંદહાર ,હેરાત,મકરાન પ્રાંતો નિકેટરે ચંદ્રગુપ્ત ને આપ્યા.
  5. મેગાસ્થનીઝે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો.
  6. ઈ.પૂ 298માં પ્રથમ જેન સભાનું આયોજન કરાવ્યું.
 પુષ્યભુતી વંશ
  1. થાણેશ્વર માં પુષ્યભુતી નામના વ્યક્તિએ પુષ્યભુતી વંશ ની સ્થાપના કરી
  2. (પુષ્યભુતી-નરવર્ધન - રાજયવર્ધન - આદિત્યવધન - પ્રભાકરવર્ધન )
  3. પ્રભાકરવર્ધન ને ઈ.સ. 581-625) પુત્ર રાજયવર્ધન અને હર્ષવર્ધન હતા.
  4. તથા એક પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી ના વિવાહ કનોજના મોખરીવંશના શાસક ગ્રહવર્મન સાથે થયેલા.
  5. માંડવાના શાસક દેવગુપ્તે ગ્રહવર્મન ની હત્યા કરીને રાજ્યશ્રી ને કેદ કરી . આથી રાજયવર્ધન મળવા જે દેવગુપ્તને હરાવ્યો. દેવગુપ્તના મિત્ર શશાંકે રાજ્યવર્ધનને મંત્રણા એ કરવા ના ભણે બોલાવી વધ કર્યો.
  6. આમ , કુમારવસ્થા માં જ હર્ષવર્ધન ના શિરે થાણેશ્વર અને બહેન ના રાજ્ય કનોજ ની બેવડી જવાબદારીઓ  આવી.

 

હર્ષવર્ધન (ઈ.સ. 606-647)
  1. જન્મ ઈ.સ . 599, થાણેશ્વર
  2. ગોડ રાજવી શશાંક પર આક્રમણ ના ભાગરૂપે કામરૂપે ના રાજા ભાસ્કર વર્મા સાથે કુન્હપૂર્વક મંત્રી સંબંધો બાંધ્યા અને શશાંક ને પરાજિત કરીને રાજ્યશ્રી ને કેદ માંથી છોડાવી.
  3. કનોજ સ્વહસ્તક લઈને રાજધાની બનાવી.
  4. દાનવીર અને શીલાદિત્ય તરીકે પણ ઓળખાય છે.
  5. શરૂઆત માં શેવધર્મી હતો અને પાછળ થી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
  6. પોતાની દિનચર્યા ત્રણ ભાગ માં વહેંચી હતી. પેહલો ભાગ વહીવટીતંત્ર  માટે અને બીજો અને ત્રીજો ભાગ પ્રજા કલ્યાણ અને ધાર્મિક કર્યો માટે નિર્ધારિત કર્યો હતો.
  7. દર 5 વર્ષ પ્રયાગ ધર્મ પરિષદનું આયપજન કરતો અને દર વર્ષ ધર્મ સભા બોલાવતો.
  8. બાણ ભટ્ટ તેના દરબારી કવિ હતા.
  9. ચીની યાત્રી હ્યુ-એનસાંગે હર્ષવર્ધન ના દરબારની મુલાકાત લીધું હતી. (જેને સી.યુ.કી.ગ્રંથ લખેલો)
  10. હર્ષવર્ધન ને પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ માનવમાં આવે છે.
  11. ઈ.સ. 641માં તેનું મુત્યુ થયું તે સમયનું પંચભારત
               1 કાન્યકુંજ (કનૌજ )
               2 મીથીલા (બિહાર)
               3 ગોડ (બંગાળ)
               4 પ્રયાગ (અલ્લાહાબાદ)
               5 ઉતકલ ( ઓડિશા)

 

હર્ષકાલીન સાહિત્ય
  • બાણભટ્ટ : હર્ષચરિત , કદંબરી
  • મયૂરભટ્ટ  : મયુર શતક
  • કવિભટ્ટ   : રાવણ વધ
  • હર્ષ વર્ધન : પ્રિય દર્શિક , નાગાનંદ , રત્નાવલી (નાટકો)
  • હર્ષ સામ્રાજ્ય ઘણા પરનો માં વિભાજીત કર્યું હતું. પ્રાંતને ભુક્તિ કહેવાતું હતું.

 

 

 

 

 

 

 

View More Material

Share