Material Content for ભારતનો ઇતિહાસ (મધ્યકાલીન ભારત)- 2

 

મધ્યકાલીન  ભારત

 

 ભારતમાં મુસ્લિમ આક્રમણ
ઇસ્લામનો ઉદય
  1. વર્તમાન સાઉદી અરેબિયા તરીકે જાણીતો અરબસ્તાન ઇસ્લામની જન્મભૂમિ છે.
  2. ધાર્મિક ક્ષેત્રે આરબો બહુદેવવાદ અને મૂર્તિપૂજા માં માનતા હતા. કાબા નજકનો પવિત્ર પથ્થર સ્વર્ગ માંથી પડ્યો હોવા નું માનીને લોકો તેને પૂજતા અને આજે પણ પૂજાય છે.
  3. અરબસ્તાનના મક્કામાં  કુરૈશ કુટુંબમાં અબ્દુલ્લા અને અમીનબીબીને ત્યાં મહંમદ સાહેબનો જન્મ ઈ.સ.570 માં થયો.મક્કાની શ્રીમંત અને તેમનાથી 15 વર્ષ મોટી વિધવા ખદીજાબીબી સાથે મહંમદ સાહેબે લગ્ન કર્યા.
  4. તેમને હીરા નામના ટેકરીની ગુફામાં જિબ્રાઇલ નામના ફરિસ્તાએ દર્શન દીધા અને ઉપદેશ આપ્યો આથી તેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. તેમના પત્ની તેમના પ્રથમ અનુયાયી બન્યા.
  5. ઈ.સ.622માં મહંમદસાહેબે મક્કાથી મદીના હિજરત કરી.
  6. ઈ.સ. 632માં મહંમદ સાહેબે નું મુત્યુ થયું.
  7. ભારત પર થયેલા મુસ્લિમ આક્રમણોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.(1) આરબ-આક્રમણ (7થી8 સદી દરમિયાન), (2) ટર્ક-આક્રમણો (10થી12 સદી દરમિયાન ), (3) મુઘલ આક્રમણ (ઈ.સ.1526)
  8. ઈ.સ.636માં સૌપ્રથમ આરબ મુસ્લિમોએ થાણે પર આક્રમણ કર્યું.ત્યારબાદ નાના મોટા અન્ય આક્રમણ થયા.
  9. ગુર્જર પ્રતિહારોના પરાક્રમ સામે આરબોને સિંધથી આગળ વધવામાં સફળતા  મળી નહીં.
ગઝનવીનો ઉદય
  1. ગઝની વસાવનાર ( હાલના અફઘાનિસ્તાનમાં આવેલું છે.) ગઝવંશના તુર્કો  મૂળ મધ્ય એશિયાના નિવાસી હતા. સાતમી સદીમાં ઇસ્લામના સમ્પર્ક માં આવ્યા હતા.
  2. આ વર્ષના સુબુકતગિને (ઈ.સ 977-997)ઈ.સ.986માં સરહિંદનાં રાજા જયમલના કિલ્લાને જીતી પેશાવર કબ્જે કર્યું. ઉપરાંત ખુરસાણને જીતીને પુત્ર મોહમદને સૂબા તરીકે નીમ્યો.
  3. મોહમદ ગઝની (ઈ.સ.997-1030)એ 30 વર્ષના શાસન કાળ દરમિયાન ભારત પર અનેક આક્રમણો કર્યા હતા.આ પેકીનું પ્રબળ આક્રમણ સોમનાથ મંદિર પર હતું.તેને આક્રમણો ને જેહાદનું સ્વરૂપ આપ્યું હતું.
શાહબુદીન (મોહંમદ ) ઘોરી 
  1. જન્મ : ઈ.સ.1138
  2. ઘોરી રાજ્ય ગઝનીનું ખંડિયુ રાજ્ય પણ હતું.ગઝનીમાં નિર્બળ વારસદારો આવતા ઘોરી ના સરદાર ગ્યાસુદીને ગાડી છીનવી લીધી અને ગઝનીના સૂબા તરીકે તેના ભાઈ શાહબુદીન ઘોરીને નિયુક્ત કર્યું.
  3. ગ્યાસુદીન ના અવસાન થતા શાહબુદીને ઘોરી અને ગઝની રાજ્યોને એક કરી દીધા. તેને ઈ.સ. 1175-1206 દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા.
  4. ઈ.સ. 1175  માં સૌપ્રથમ મુલતાન પર આક્રમણ કર્યું.
  5. ઈ.સ. 1206માં ધમયક નામક સ્થળે ખોખર લોકો દ્વારા મુત્યુ થયું.

 

  દિલ્હી સલ્તનત
(1) ગુલામ વંશ (ઈ.સ. 1206-1290)

 

(A) કુતુબુદીન ઐબક (ઈ.સ. 1206-1210)
  1. તે મહંમદ ઘોરીનો ગુલામ હતો.નિશાપૂર્ણ કાજીએ તેને ગુલામ તરીકે ઘોરીને વેચ્યો હતો.
  2. ઈ.સ.1206માં ઘોરીના મુત્યુ પછી ભારતના ઘોરી દ્વારા જીતાયેલા પ્રદેશો એકઠા કરી ને ગુલામ વંશ નો પાયો નાખ્યો.
  3. આમ,તે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય હતું .તેને લાહોરને રાજધાની બનાવી હતો.
  4. તે ‘લાખબક્ષ’  તરીકે ઓળખતો.
  5. તેને  ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ  નું નિર્માણ કરાવ્યું હતું.
  6. કુતુબુદીન  કદરૂપો હોવા છતાં ઘોરીએ તેને એબક (ચન્દ્ર જેવા મુખવાળો) ઉપનામ આપ્યું હતું.
  7. ઈ.સ.1210માં ઘોડા પરથી પડી જવાથી તેનું મુત્યુ થયું.
(B) શમસુદીન  ઇલ્તુતમિશ (ઈ.સ.1211-1235)
  1. તે ઐબક નો જમાઈ હતો.તે ઇલ્બરી જાતિનો તુર્ક હતો.
  2. તેને રાજધાની લાહોરના સ્થાને દિલ્હી બનાવી.
રઝિયા સુલતાન (ઈ.સ 1236-1240)
  1. તે ઇલ્તુતમિશની  પુત્રી હતી . તે સલતન યુગની સર્વપ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા હતી.
  2. તેને ભાઈ રુકનુદીન ફિરોઝ અને માતા શાહ તુર્કન ને પરાજય આપી ને ગાદી મેળવી હતી
  3. એ પડદા પ્રથાનો ત્યાગ કરી ને પુરુષના કપડાં પહેરતી અને હાથી પર સવારી કરતી હતી.
(C) ગ્યાસુદીન બલ્બન (ઈ.સ.1266-1287)
  • તે ઇલ્તુતમિશનો ગુલામ હતો.તેને તેના જમાઈ નાસુરુદીન મોહમ્મ્દને ઈ.સ. 1246માં સુલતાન બનાવ્યો હતો.
  • તેને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદા શરૂ કરાવી.
  • ભારતમાં પારસી તહેવાર નવરોઝ ચાલુ કરાવ્યું.
  • આ વંશ નો અંતિમ શાસક  કૈકુબાદ  હતો.
(2) ખલજી વંશ (ઈ.સ.1290-1320)
  1. સ્થાપક : જલાલુદીન ખલજી
  2. જલાલુદીનની હત્યા કરીને તેનો ભત્રીજો અને જમાઈ અલાઉદીન ગાદીએ આવ્યો .
(A) અલાઉદીન ખલજી  (ઈ.સ.1296-1316)
  1. ઈ.સ.1303માં ચિતોડ પર આક્રમણ કરીને  રતનસિંહ ને પરાજય આપ્યો . આ યુદ્ધ પાછળનું કારણ અલાઉદીન રતનસિંહ ની પત્ની પદ્દમીનીના સૌંદર્યથી આકર્ષર્યો હોવાનું માનવ માં આવે છે.
  2. મલિક કાફૂર તેનો સેનાપતિ હતો. જેને સમગ્ર દક્ષિણ ભારતમાં જીતી લીધું હતું.
  3. તેને ઘોડાને દાગ આપવાની અને સેનિકો ના  હુલીયા લખવાની પ્રથા આપનાવી હતી.
  4. તેને દિલ્હીમા અલ્લાઇ દરવાજા અને સીડીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
  5. અલાઉદીન ખિલજીએ લગાવેલા બે કર.
  6. (1) ચરાઈ કર (દુધારું પશુ પર) (2) ગઢી -કર. (ઘર અને ઝૂંપડી પર)
  7. આ વંશ નો અંતિમ શાસક ખુશરો શાહ હતો.
(B) લોદી વંશ (ઈ.સ.1451-1526)
  1. સ્થાપક : બહલોલ લોદી,દિલ્હીમાં સૌપ્રથમ અફઘાન રાજ્યની સ્થાપના નો શ્રય તેને જાય છે.
  2. સિકંદર લોદી સૌથી મોટો લોદીશાસક હતો.
  વિજયનગર સામ્રાજ્ય
  1. ઈ.સ.1336માં હરિહર અને બુક્કારાય નામના બે ભાઈ એઓ સ્વામી માધવ વિદ્યારણ્ય અને સ્વામી સાયણાચાર્યની પ્રેરણાથી તુંગભદ્રા નદીની દક્ષિણે અને ગુડી રાજ્યના કિલ્લાની સામે વિજયનગરની સ્થપના કરી હતી.
  2. પાટનગર:હમ્પી ,રાજભાષા:તેલુગુ
  3. વિજયનગર સામ્રાજ્ય  માં ક્રમશ: ચાર વણશોનું શાસન થયેલું.સંગમ,સાલુવ , તુલુવ અને અરવિડુ વંશ.
  4. તુલુવ વંશનો કૃષ્ણ દેવરાય વિજયનગર નો સૌથી પ્રતાપી રાજા હતો.
  5. ઈ.સ.1509માં તેના રાજ્યભિષેક વખતે ભારતમાં પોર્ટુગીઝ ગવર્નર  તરીકે આલ્બુકર્ક ની નિમણુક થયેલી.
  6. 'પાંડુરંગ માહાત્મ્યમ' ની રચના તેનાલીરામને કરેલી.
  ભક્તિ આંદોલન
  1. ભારતમાં ભક્તિ આંદોલન ની શરૂઆત તમિલ વિસ્તારમાં થઈ.
  2. ભક્ત-કવિ-સંતોના બે સમૂહો હતા.પ્રથમ સમૂહ વૈષ્ણવ સંતો હતા.જે મહારાષ્ટ્ર માં લોકપ્રિય હતો. દ્વિતીય સમૂહ  ઉત્તર ભારત સક્રિય થયેલો જેઓ નિર્ગુણી ભક્તિ આસ્થા રાખતા.
  3. નિર્ગુણ સંપ્રદાય જે ભગવાનને નિરાકર રૂપમાં  પુજતો .જેમાં સૌથી વધુ પ્રસીદ્ધ કબીર હતા. નાનક પર આ સંપ્રદાયમાં હતા.
શંકરાચાર્ય (જન્મ:788,કેરળના કાલડી ગામે)
  1. હિન્દૂ ધર્મના પુનરુત્થાન માટે પ્રયત્નો કર્યા અને અદ્વૈતવાદનો સ્થાપના કરી.
  2. ચાર દિશામાં ચાર મઠ સ્થાપ્યા.
  3. (1) ઉત્તરમાં બદ્રીનાથમાં જ્યોતિષ પીઠ
  4. (2) દક્ષિણમાં કર્ણાટકમાં શુંગરીપીઠ
  5. (3) પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનપીઠ
  6. (4) પશ્ચિમ માં દ્વારકામાં શારદાપીઠ
1 રામાનંદ (જન્મ : ઈ.સ.1299)
  1. દક્ષિણમાંથી આવે ને બનારસમાં સ્થાયી થયેલા તેઓના ઉત્તર-દક્ષિણના ભક્તિમાર્ગ ના  કડીરૂપ ગણાવી શકાય.
  2. કબીર,સેન,પીપા, રૈદાસ તમને શિષ્ય હતા.
(2)કબીર
  1. જન્મ ઈ.સ.1440 (વારાણસીમાં વિધવા બ્રાહ્મણ ની કુખે થયા હતા.)
  2. પાલક માતા : નીમા , પાલક પિતા : નીરુ ગુરુ :રામાનંદ
  3. ઉછેર વણકર કુટુંબ માં થયો હતો.
  4. તેઓ સિકંદર લોદીના સમકાલીન હતા.
(3) નાનક
  1. જન્મ :ઈ.સ.1469તલબંડી (પંજાબ , લાહોર )
  2. પિતા : કાલુ માતા : ત્રિપ્તા
  3. તલબંડીને નાનકાના સાહેબ તરીકે ઓળખવામાં આવે છે.
  4. શીખ ધર્મ સ્થાપના કરાઈ.
  5. કબીરને તેઓ ગુરુ માનતા હતા.
  6. 'સંતશ્રી અકાલ ' એવું સૂત્ર આપ્યું.
  7. સૂફી સંત ફરીદથી  તેઓ પ્રભાવિત થયેલા.
(4) તુલસીદાસ
  1. જન્મ :ઈ.સ.1532 (રાજપુર ગામ , ઉત્તર પ્રદેશ )
  2. રામચરિતમાનસ ની રચના કરી.

 

 મુઘલ-સલ્તનત
  1. ભારતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક બાબર હતો.
  2. મુઘલોની રાજભાષા ફારસી  હતી.
બાબર (ઈ.સ.1526-1530)
  1. જન્મ ઈ.સ.1483 , અંદિજાન (ફરઘાના )
  2. પિતા: શેખ ઉંમર મિર્ઝા , માતા : કુતલક નિગાર ,
  3. મુળ નામ :ઝીહાર ઉદદીન મોહમંદ
  4. બાબર શબ્દ નો અર્થ વાઘ એવો થાય.
  5. ઈ.સ.1528માં ચંદેરી ના યુદ્ધમાં બાબરે મેદનીરાય ને પરાજય આપ્યો.
  6. ઈ.સ.1529માં ગોગ્રા ના યુદ્ધમાં મોહંમદ લોદી ને પરાજય આપ્યો.
  7. તેને તેની ઉદારતા માટે કલંદર ની ઉપાધિ મળેલી .
  8. પાણીપત અને અયોધ્યામાં મસ્જિદ નું નિર્માણ કરાવ્યું હતું.
  9. ભૂમિતિ ના આધારે ભારતમાં બગીચા નું નિર્માણ કરાવ્યું.
  10. ઈ.સ.1530માં મુત્યુ પામ્યો.
હુમાયું (ઈ.સ.1530-1540 & 1555-1556)
  1. જન્મ :ઈ.સ. 1508 , કાબુલ , માતા : મહમઅંગા
  2. બાબર ના મુત્યુ પછી પુત્ર હુમાયું ઈ.સ.1530માં ગાદીનો વારસ બન્યો.
  3. તે અંધવિશ્વાસુ હતો. દરરોજ દિવસ અલગ-અલગ રંગના કપડાં પહેરતો.
  4. ઈ.સ.1533માં દિનપનાહ નામના નગર ની સ્થાપના કરી.
  5. ઈ.સ.1539માં ચૌસાના યુદ્ધમાં શેરશાહ સુરી સામે પરાજય થયો.
  6. તે ઈ.સ. 1540-1555 સુધી નિર્વાસીત અવસ્થામાં રહ્યો . આ દરમિયાન તેના ભાઈ હિંદાલ ના ગુરુ શેખ અકબર જામીનીની પુત્રી હમીદાબાનુ સાથે લગ્ન કર્યા.ઈ.સ.1542માં પુત્ર (અકબર)ની પ્રાપ્તિ થઈ.
  7. ઈ.સ.1555માં સરહિંદના યુદ્ધમાં સિકંદર સુરીને યુદ્ધ માં પરાજય આપીને ભારતમાં ફરી વખત સતા પ્રપ્તી થઈ.
  8. હુમાયુ નો મકબરો દિલ્હીમાં આવેલો છે.
અકબર ( ઈ.સ.1556-1605)
  1. જન્મ: 15 ઓક્ટોબર 1542
  2. હુમાયુ જયારે નિર્વાસિત અવસ્થા માં હતો ત્યારે ઉમરકોટના કિલ્લામાં રાણા વિરસાલનાં મહેલ માં બેગમ હમીદાબાનુ કુખે જન્મ થયો.
  3. ગાદીએ આવતા પહેલા પંજાબ નો હાકેમ બનેલો.
  4. 5 નવેમ્બર , 1556ના રોજ પાણીપત ના દ્વિતીય યુદ્ધમાં મુઘલ સેનાપતિ અકબરે હેમુ વિક્રમદિત્ય ને પરાજય કર્યો.આ યુદ્ધમાં બૈરમખાને સેનાનું  નેતૃત્વ કરેલું 
  5. ઈ.સ.1560-62ના સમયને પેટીકોટ શાસન અથવા સ્ત્રીયાશાસન તરીકે ઓળખવા આવે છે.
  6. ઈ.સ.1562માં અકબરે શાસન ની ધુરા પોતાની હાથમાં લઈ આમેરના રાજા ભારમલની પુત્રી લગ્ન કર્યા.ભારમલના પુત્ર ભગવાનદાસ અને ભગવાનદાસ ના પુત્ર માનસિંહ ને પોતાના દરબાર રાખેલો.
  7. ઈ.સ.1563માં તીર્થયાત્રા વેરો ઈ.સ.1564માં જજિયાવેરો સમાપ્ત કર્યો.
  8. ઈ.સ.1576માં ફતેહપુર સિક્રી નગરની રચના કરી.
  9. ગુજરાત વિજયની યાદ માં બુલંદ દરકાજોનું નિર્માણ ફતેહપુર સિક્રીમાં કર્યું.
  10. 1575માં એબાદતખાનાની રચના કરી અને ઈ.સ.1578થી ઈબાદતખાનાની રચના કરી અને ઈ.સ.1578થી એબાદતખાનામાં બધા ધર્મના લોકોને પ્રવેશ ની અનુમતિ આપી.
  11. ઈ.સ.1576 હલ્દીઘાટી નું યુદ્ધ થયું.આ યુદ્ધના અકબર વતી માનસિંહે મેવાડના શાસકને રાણા પ્રતાપને પરાજય આપ્યો.(પઠાણ સરદાર હકીમ સુરીએ રાણા પ્રતાપને સાથ આપેલો.)
  12. 1579માં અકબરે મઝહલની ઘોષણા કરી.
  13. અસીરગઢ નું યુદ્ધ તેમનું અંતિમ યુદ્ધ હતું.
  14. ઈ.સ.1585માં રાજધાની લાહોર સ્થાનાંતરિત કરી હતી.
  15. અકબર ઈ.સ.1605માં બીમાર પડ્યો અને મુત્યુ પામ્યો.
જહાંગીર (1605-1627)
  1. જન્મ :ઈ.સ.1569 શેખ સલીમ  ચિશ્તી ની કુટિરમાં મૂળ નામ : સલીમ 
  2. અકબરે પુત્રનું નામ સલીમ  તેના ગુરુ સૂફી સંત ના યાદ માં રાખેલ હતું.
  3. તેણે અલીકુલીખાન (શેર-એ-અફખાન)ની વિધવા મેહરુનનિસા સાથે લગ્ન કર્યા.અને તેને 'નૂર-એ-જહાં' એવું નામ આપ્યું.
  4. જહાંગીર ન્યાય માટે સોનાની સાંકળ આગરાના કિલ્લા ની બહાર લગાવી હતી.
  5. તેના સમય ઈ.સ. 1608માં કેપ્ટન હોકીંગ્સ અને ત્યારબાદ સર ટોમસ રો જેવા અંગ્રજો એ દરબારની મુલાકાત લીધી હતી.જહાંગીર ચિત્રકલાનો સુવર્ણ કાળ કહેવાય છે.
  6. ઈ.સ.1627માં ભીમવાર નામના સ્થળે જહાંગીરનું મુત્યુ થયું અને શહાદરા માં રાવી નદીકિનારે દફનાવવામાં આવ્યો.
શાહજહાં (ઈ.સ.1627-1657)
  1. જન્મ :ઈ.સ.1592 , મૂળ નામ : ખુર્રમ , માતા :જગત ગોસાઈ (જોધપુરના ઉદયસિંહની પુત્રી)
  2. અર્જુનમન્દ બનો બેગમ સાથે લગ્ન કર્યા અને તેને મુમતાજ મહલ એવું નામ નામ આપ્યું.મુમતાજ નું ઈ.સ.1631માં પ્રસવની પીડા થી મુત્યુ થયું.તેણી યાદમાં શાહજહાં એ તાજમહેલનું નિર્માણ કરાવ્યું.
  3. શાહજહાંએ આશરે 7 કરોડ ના ખર્ચે બે મારની કળા કરતી રચના વરુ મયૂરાસન નું નિર્માણ કરાવ્યું.
  4. શાહજહાંના સમય માં સ્થાપત્ય નો સુવર્ણ કાળ અથવા મુઘલાઈ સુવર્ણ યુગ ગણવામાં આવે છે.
  5. 1857માં શાહજહાં ગંભીર રૂપેએ બીમાર  પડેલો હતો. આથી તેના પુત્રો માં ઉત્તરાધિકારી માટે યુદ્ધ શરૂ થયું હતું.જેમાં ઔરંગઝેબ બધાને પરાજય કરી ગાદી મેળવવી લીધી.
  6. ઈ.સ.1658માં ઔરંગઝેબ શાહજહાંને બંદી બનાવ્યો.8 વર્ષ ના કેદી જીવન પછી ઈ.સ.1666માં તેનું મુત્યુ થયું.
ઔરંગઝેબ(ઈ.સ.1658-1707)
  1. જન્મ:ઈ.સ.1618 (દાહોદ માં), ગુરુ : મીર મહંમદ હકીમ
  2. તે કટ્ટર સુન્ની મુસ્લિમ અને હિંદુ વિરોધી શાસક હતો.
  3. તે ટોપીઓ સીવીને અને કુરાનની આયાતો લખીને પોતાનું ગુજરાન ચલાવતો.
  4. ઈ.સ.1679માં જજિયાવેરો પુન:લાગુ કર્યો.
  5. તેણે કુરાનને પોતાનો શાસન આધાર બનાવ્યો.
  6. ઈ.સ.1665માં હિન્દૂ મંદિરો તોડવાનો આદેશ આપ્યો.ઈ.સ.1707માં તેનું મુત્યુ થયું અને રોજા  માં દફનાવવામાં આવ્યો આ સાથે મુઘલ સામ્રાજ્ય ના પતન ની શરૂઆત થઈ.
 મરાઠા- સામ્રાજ્ય
શિવાજી
  1. મરાઠા સામ્રાજ્યના સ્થાપક .
  2. જન્મ :ઈ.સ.1627 શિવનેરી કિલ્લામાં .
  3. માતા: જીજાબાઇ , પિતા :શાહજી ભોસલે,  ગુરુ :રામદાસ અને કોસદેવ
  4.  શિવાજીના લગ્ન ઈ.સ.1640માં સાલ્બી નિમ્બાલકર સાથે થયા.
  5. ઈ.સ.1646માં સૌપ્રથમ તોરણાનો કિલ્લો જિત્યો.
  6. ઈ.સ.1665માં બીજાપુરના સુલતાને તેમના સેનાપતિ અફઝલખાનને શિવાજી નો વધ કરવા મોકલ્યો પરંતુ  શિવાજીએ અફઝલખાની હત્યા કરી નાખી, તે તેમના જીવનની સૌથી અગત્યની સિદ્ધિ હતી.
  7. શિવાજી એ ઈ.સ.1664 અને ઈ.સ.1670માં સુરત લુંટ્યું.
  8. ચોથ કોઈ ક્ષેત્ર ને બરબાદ ન કરવા બદલ અને તેના રક્ષણ ની જવાબદારી લઈને ઉઘરાવતો કર હતો. 

View More Material

Share