Material Content for ભારતીય અર્થવ્યવસ્થા

 

ભારતીય અર્થવ્યવસ્થા

 

ભારતમાં ગરીબી
  1. ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં સમાજનો એવો વર્ગ જે તેની મૂળભૂત જરૂર સંતોષી શકતો નથી.
  2. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિ દીઠ 2400 કેલેરી તથા શહેરી વિસ્તારોમાં 2100 કેલેરી જે લોકો પ્રાપ્ત ન કરી શકે તેઓ ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય છે.
  3. ગરીબી રેખા નિર્ધારિત માટે સુરેશ તેંડુલકર ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.
  4. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નિર્ધારણ માટે દૈનિક કેલેરીની જરૂરના બદલે આવશ્યક વપરાશ ખર્ચને માપદંડ તરીકે સ્વીકાર્યો હતો.
  5. વર્ષ 2004-05 માં ભારતમાં 37% વસતી ગીરીબી રેખા નીચે જીવતી હતી.
  6.  વર્ષ 2009-10માં અખિલ ભારતીય સ્તરે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક મહિને 672.2રૂપિયા તથા શહેરી ક્ષેત્રે માં પ્રત્યેક 859.6 રૂપિયા ના વપ્રશખર્ચનો માપદંડ તેંડુલકર સમિતિના સૂચન પર માનવામાં આવ્યો હતો.
  7. વપરાશ ખર્ચ પ્રત્ય્રક રાજ્ય માં અલગ-અલગ હોય છે.
  8. સૌથી વધુ નાગાલેન્ડમાં માસિક 1016.8 રૂપિયા અને 1147.6 રૂપિયા માનવામાં આવે છે.
  9. ગુજરાતમાં માસિક રૂપિયા 725.9 (ગ્રામીણ) અને રૂપિયા 951.4(શહેરી) પ્રતિ વ્યક્તિ વપરાસખર્ચ માનવ માં આવ્યો હતો.
  10. સૌથી ઓછું ગરીબી નું ટકાવારી પ્રમાણે ગોવા (9.4%) અને હિમાલય પ્રદેશ (9.5%)માં હતું. ગુજરાતમાં ગરીબોનું પ્રમાણ 23% હતું.
બેરોજગારી
બેરોજગારી પ્રકાર :

 

1. ચક્રીય બેરોજગારી :
  • ઔધોગિક ક્ષેતે આવતા રચનાત્મક પરિવર્તનોને પરિણામે થતી બેરોજગારીને ચક્રીય કે રચનાત્મક બેકારી કહે છે.આ બેકારી લાંબા સમયની હોય છે.
2.છુપી બેરોજગારી :
  • વ્યક્તિ બાહ્ય રીતે શ્રમકાર્ય કરતો જણાય છે.પરંતુ તેના શ્રમકાર્યથી કુલ ઉત્પાદનમાં કોઈજાત નો ફેરફાર તથો નથી . એટલે કે જો તેને તે શ્રમકાર્યમાંથી ભાર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં ફેરફાર થતો નથી.આવી બેકારી ને છુપી બેકારી કહે.
3.મોસમી બેરોજગારી :
  • વ્યક્તિને પ્રત્યેક વર્ષ અમુક મહિના કે સમયગાળો માટે મોસમીમાં થતા પરિવર્તનોને કારણે ફરજિયાતપણે બેકાર થવું પડે છે.તેને મોસમી બેકારી કહે છે.
4 ઘર્ષણજન્ય બેરોજગારી  :
  • બજારમાં પરિસ્થિતિ ઓમ તથા પરિવર્તનોને લીધે થતી બેકારીને ઘર્ષણજન્ય બેકારી કહે છે.
5 અલ્પ બેરોજગારી :
  • વ્યક્તિને થોડું ઘણું કામ મળે છે.જેનાથી થોડા પ્રમાણમાં યયોગદાન આપે છે પરંતુ તેની ક્ષમતા અનુસાર પૂરું કામ ન મળે તેવી સ્થિતિને અલ્પ રોજગારો કહે છે.
6 શિક્ષિત બેરોજગારી :
  • વ્યક્તિ કૌશલ્ય ધરાવતી હોવા છતાં તેની શેક્ષણિક લાયકાત કે યૌય મુજબ રોજગાર ન મળે તો તેવી સ્થિતિને શિક્ષિત બેકારી કહે છે.
માનવ વિકાસ આંક
  1. માનવ વિકાસ આંખમાં આરોગ્ય , જ્ઞાન અને જીવન ધોરણ એમ ત્રણ સમાવેશ થાય છે.
  2. ભારતમાં સૌથી વધુ HDI કેરળનો છે.(0.790)
  3. ભારતમાં સૌથી ઓછો HDI  છત્તીસગઢનો છે.(0.358)
  4. ગુજરાતનો HDI  0.527 છે.
ભારતની વસતી
ગણતરી-2011 પ્રમાણે
  1. કુલ વસ્તી : 121,01,93,422 (વિશ્વની વસ્તીના 17.5%)
  2. વસ્તી વૃદ્ધિ દર (2001-11):1764%
  3. વસ્તી ગીચતા : 382/ચો કી,મી .
  4. શહેરી વસ્તી : 31.16%(37.71)કરોડ
  5. જન્મ દર (પ્રત્યેક 1000 વસતીએ):21.8(ગુજરાતમાં 21.3)
  6. મુત્યુ દર ( પ્રત્યેક 1000 વસતીએ)7.1%(ગુજરાતમાં 6.7)
  7. બાદ મૃત્યુદર 44
  8. ગુજરાતનો બાદ મૃત્યુદર :41
  9. સાક્ષરતા :74.04%(પુરુષ:80.9% , મહિલા :64.6%)
  10. પ્રજનન દર : 2.4 (ગુજરાતમાં 2.5)
  11. સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્યો :
  12. -ગોવા (62.17%)
  13. -મોઝીરમ (52.11%)
  14. -તમિલનાડુ (48.40%)
  15. -કેરળ (47.70%)
  16. સૌથી ઓછું શહેરી વસ્તી ધરાવતું રાજ્યો :
  17. - હિમાલય પ્રદેશ (10.03%)
  18. - બિહાર (11.29%)
  19. -આસામ (14.10%)
  20. -ઓડિશા (16.69%)
  21. રાષ્ટીય રાજધાની પ્રદેશ :દિલ્હીની વસ્તી ગીચતા :11,297
  22. પ્રતિ વર્ષ 11 જુલાયને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતમાં આર્થિક પ્રવુતિનું માળખું
પ્રાથમિક ક્ષેત્ર
  • ખેતી,પશુપાલન,જંગલો,મરઘાં-બટકા ઉછે,ખનન વગેરે.આ વિભાગની વિશિષ્ટા એ છે કે અહીં કુદરતી સંમતિ અને કુદરતી પરિબળો ભાગ ભજવે છે.
દ્વિતીય ક્ષેત્ર/ઉધોગો
  • ઉધોગો ઉપરાંત બાંધકામ,વીજળી,પાણી,પુરવઠો વગેરે
તૃતીય ક્ષેત્ર/સેવાઓ
  • વાહનવ્યવહાર,સંદેશાવ્યહાર ,બેન્કિંગ,વીમો વગેરે
ઉધોગો
  1. સ્વતંત્રતા પછી સૌપ્રથમ વખત ઔધોગિક નીતિની જાહેરાત 6 એપ્રિલ ,1948ના રોજ તત્કાલીન ઉધોગ મંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા થઈ હતી.જેમાં મિશ્ર અર્થવ્યવસ્થાનો પાયો નખાયો હતો.જે અંતર્ગત ખાનગી અને જાહેર ક્સતો બન્નેને મહત્વ આપી તેમના મેટે સ્પષ્ટ ક્ષેત્રો રખાયા હતા.
  2. નવી ઉદાર ઔધોગિક નીતિની જાહેરાત 24જુલાઈ ,1991ના રોજ થઈ હતી.જે અંતર્ગત 18 ઉધોગો સિવાય અન્ય માટે લાઇસન્સપરથા મિક્ત કરી દેવી હતી.ત્યારબાદ 18માંથી 13 અન્ય ઉધોગોને લાઇસન્સ જોગવાઈમાંથી દૂર કરવામાં આવ્યો હતો.
  3. હાલમાં સરકારી ક્ષેત્રો માટે આરક્ષિત ઉધોગ ક્ષેત્રેની સંખ્યા ત્રણ છે.
  4. 1.પરમાણુ ઉર્જા 2.રેલવે પરિવહન 3.પરમાણુ ઉર્જાની અનુસૂચિમાં નિંદિષ્ટ ખનીજો કૃષિ
કૃષિ
  1. કુલ વસ્તીના લગભગ 52% કૃષિ ક્ષેત્ર માંથી રોજગારી મેળવે છે. કરશું ક્ષેત્રનો GDP માં લહભંગ 14% જેટલો ફાળો છે.
  2. ભારતનો મુખ્ય પાક ડાંગર છે.
  3. જુવાર,બાજરો,રાગી,મકાઈ,જવ વગેરેનો જાડા શનયો કહેવાય છે.
  4. ભારતમાં સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન મધ્ય પરદેશમાં થાય છે.
  5. ડાંગર નું પશ્ચિમ બંગાળ સૌથી વધુ ઉત્પાદન અને ઘઉં નું ઉત્તર પ્રદેશ માં થાય છે.
  6. જાડા ધાન્યોનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે.
  7. ભારત ચાનો સૌથી મોટો ઉત્પાદક તથા વપરાસકરતો દેશ છે.
  8. વિશ્વમાં ઉત્પાદનમાં ભારતનો ફાળો 27% છે.
  9. ભારતમાં કોફી ઉત્પાદન સૌથી વધુ કર્ણાટક માં (56.5%) થાય છે.
  10. ભારત શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક દેશ તથા ફળોનો બીજા સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
  11. ભારતમાં 1 હેકટરથી ઓછી જમીન ધારકોને સીમંત ખેડૂતો,1ઘી  હેકટર ધારણકર્તા નાના ખેડૂતો,4-10 હેકટર ધારણકર્તા મધ્યમ ખેડૂતો તથા 10 હેકટરથી વધુ ધારણકરતા મોટા ખેડૂતો કહેવાય છે.
ભારતીય નાણાકીય વ્યવસ્થા
નાણાં બજાર
  1. સંગઠિત નાણાં બજારમાં અનુસૂચિત બેંકો , વિકાસ બેંકો,રોકાણ સંસ્થાઓ ,રાજ્ય નાણાં નિગમ,DFHI વગેરે નો સમાવેશ થાય છે.
  2. અન્ય પેટ બજારોમાં કોલમોની માર્કેટ,હૂંડી બજાર,ટ્રેઝરી બિલ્સ બજાર,સર્ટિફિકેટ ઓફ ડિપોટીઝ વગેરેનો સ્માનેશ થાય છે.
  3. જેને નાણાંબજાર ના સાધનો કહેવાય છે.
ભારતના બેંકો ઇતિહાસ
  1. યુરીપિયન બેન્કિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ  બેંક ' બેંક પફ હિંદુસ્થાન'હતી જે વિદેશી મૂડી દ્વારા એલેકઝાન્ડર એન્ડ કંપની દ્વારા ઈ.સ.1770માં કલકતામાં સ્થપાઈ હતી.
  2. 1806માં  બેંક ઓફ બેંગાલ,1840માં બેન્કઓફ બોમ્બે,1843માં  બેંક ઓફ મદ્રાસ એમ ત્રણ પ્રેસિડન્સી બેંકો સ્થાપના થઈ જે ખાનગી શેરધારકો અને મુખ્યત્વે વિદેશી વ્યક્તિઓ દ્વારા સ્થપાઈ હતી.
  3. ભારતીય સંચાલિત અને માર્યાદિત જવાબદારીના આધારે પ્રથમ સ્થાપિત  બેંક અવધ કોમર્શિયલ બેન્ક (1881)હતી.પૂર્ણ સ્વરૂપે પ્રથમ ભારતીય બેંક (1894) હતી.
ભારતીય રિઝર્વ  બેંક(RBI)
  1. તે ભારતની મધ્યસ્થ  બેંક છે. તથા નાણાં બજારની નિયમન તથા નિયઁત્રણકર્તા છે.
  2. RBIની સ્થપના 1 એપ્રિલ 1935માં 5 કરોડ ની સત્તાવાર મૂડી બિનસરકારી રોકાણકારો દ્વારા થઈ હતી.
  3. 1 જાન્યુઆરી,1949ના રોજ RBI નું રાષ્ટ્રીકરણ થયું.
  4. RBIના 4 સ્થાનિકો બોર્ડ મુંબઈ,કોલકતા,ચેન્નાઇ,દિલ્હીમાં છે.
  5. RBIનું વડુ મથક મુંબઈમાં આવેલું છે.તેના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસ છે. (2022)
  6. પ્રથમ ગવર્નર:સર ઓસબાર્ન સ્મિથ (1935-37)
  7. પ્રથમ ભારતીય ગવર્નર :સી.ડી દેશમુખ (1943-49)
અનુસૂચિત વાણિજ્ય બેંકો
  • 19 જુલાઈ,1969ના રોજ 14 બેંક નું રાષ્ટ્રીયકરણ થયું. હતું.
  1. સેન્ટ્રલ બેંક  ઓફ ઇન્ડિયા
  2. પંજાબ નેશનલ બેંક
  3. યુનાઇટેડ કોમર્શિયલ બેંક
  4. યુનાઇટેડ બેંક  ઓફ ઇન્ડિયા
  5. યુનિયન બેંક  યોગ ઇન્ડિયા
  6. ઇન્ડિયન ઓવરસીઝ બેંક
  7. ઇન્ડિયન બેંક
  8. બેંક ઓફ બરોડા
  9. કેનેરા બેંક
  10. અલ્લાહબાદ બેંક
  11. દેના બેંક
  12. સિન્ડિકેટ બેંક
  13. બેંક ઓફ મહારાષ્ટ્ર  
  14. બેંક ઓફ ઇન્ડિયા
  • યુનિયન બેંક ઓફ ઇન્ડિયા નું 1919માં મહાત્મા ગાંધીજી મુંબઈમાં ઉદ્ઘાટન થયું.હતું.
  • 15 એપ્રિલ ,1980ના રોજ પૂન:6 ખાનગી બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
  1. પંજાબ એન્ડ સિંધ બેંક
  2. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
  3. કોરોરેશન બેંક
  4. ન્યુ બેંક ઓફ ઇન્ડિયા
  5. આંધ્ર બેંક
  6. વિજય બેંક
ભારતમાં ખાનગી બેંક
  1. ભારતમાં સૌપ્રથમ ATM 1987માં HSBC દ્વારા શરૂ થયું હતું.
  2. ભારતમાં જૂની ખાનગી બેંક
  3. ધનલક્ષમી બેંક
  4. સીટી યુનિયન બેંક
  5. કર્નાટક બેંક
  6. રત્નાકર બેંક
  7. સાઉથ ઇન્ડિય બેંક
  8. ભારતમાં નવી ખાનગી ક્ષેત્રની બેંક
  9. એક્સિસ બેંક
  10. HDFC બેંક
  11. ICICI બેંક
  12. યસ બેંક
  13. કોટક મહિન્દ્રા બેંક
ભારતમાં સહકારી બેંક
  • ભારતમાં સહકારી વનુ પણ વિશેષ મહત્વ રહેલું છે. ભારતમાં સહકારી બેંકની સ્થપના રાજ્યો સાથે સંકંળાયેલી સહકારી અધિનિયમ દ્વારા કરવામાં આવી છે.
  • ભારતમાં સહકારી બેંક ત્રિસ્તરીય છે.
  • રાજ્ય સહકારી બેંક
  •            ।
  • જિલ્લા સહકારી બેંક
  •            ।
  • સહકારી મંડળી
ભારતીય સ્ટેટ બેંક
  1. ભારતીય સ્ટેટ બેંક ભારતનો સૌથી મોટી અને સૌથી જૂની બેંક નાણાકીય સંસ્થા છે. 2 જૂન,1806ના રોજ બેંક ઓફ કોલકતા તરીકે તેની સ્થપા થઈ હતી.ઈ.સ.1921 માં વ ઓફ મદ્રાસને બેંક ઓફ કોલકતા અને વ ઓફ બોમ્બેમાં ભેળવી ઇમ્પીરિયલ બેંક યોગ ઇન્ડિયા બની,જે બેંક ભારતીય સ્ટેટ બેંક બની .
  2. ભારત સરકારે જુલાઈ,1955ના રોજ ભારતીય સ્ટેટ બેંક અસ્તિત્વમાં આવી ભારતીય રિઝર્વ બેન્કે ઈ.સ.1995માં ભારતીય સ્ટેટ બેંક નો 60 ટકા હિસ્સો તેની પાસે રાખ્યો હતો.
  3. ભારતીય સ્ટેટ બેંક નું વડુમથક મુંબઈમાં આવેલું છે.ભારતીય સ્ટેટ વ ભારતમાં સૌથી વધુ શાખાઓ તેમજ ATM ધરાવતી બેંક છે.ભારતીય સ્ટેટ બેંક દેશ-વિદેશમાં અનેક બેંક સેવા આપી રહી છે.
  4. 2008માં ભારતીય સ્ટેટ બેંક એક દિવસમાં એકસાથે 101 શાખાઓનું ઉદ્ઘાટન કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.ભારતીય સ્ટેટ બેંક કુલ 16000 શાખો 270000થી વધારે ATM અને 292000જેટલા કર્મચારીઓનું ટર્ટવર્ક ધરાવે છે.
  5. SBI ના પ્રથમ મહિલા ચેરપર્સન અરુન્ધતી ભટ્ટાચાર્ય.
RBI ની નાણાકીય નીતિ અંતર્ગત વિવિધ વ્યાજદર 
1.SLR (STATUTORY LIQUDITY RATIO)
  1. વાણિજ્ય બેંક ની કુલ જમા રાશિ પેકીનો અમુક ટકા ભાગ રોકડ,સુવર્ણ કે માન્યતા પ્રાપ્ત સરકારી જામીનગીરી સ્વરૂપે હમેશા પોતાની પાસે રાખવો ફર્જીયતો છે.જેને SLR કહે છે.
  2. બેંકની નાણાકીય કટોકટી વખતે SLR મદદરૂપ નીવડે છે.
  3. 2007 SLR ની ન્યુનતમ સીમા જે પેહલા 25% હતી જે દૂર કરાઈ છે,પરંતુ તેની મહત્તમ મર્યાદા 40%છે.
2.CRR(CASH RESERVE RATIO)
  • વાણિજ્ય બેંક એ તેની કુલ જમા રકમ પેકી નો અમુક ટકા ભાગ RBI પાસે અનામત રાખવો ફરજિયાતો છે.જે CRR કહેવાય છે.
3. બેંક રેટ
  • આ એક સામાન્ય વ્યાજ દર છે.જેના આધારે RBI વાણિજ્ય બેંકને ઉધાર આપે છે.
4.રેપો રેટ
  • વાણિજ્ય બેંકપોતાની ટૂંકા ગાળાની  પોહચી વળવા RBI પાસે થી જે વ્યાજ દરે ઉધાર લે છે.તે રેપો રેટ તરીકે ઓળખાય છે.રેપો રેટ મા વધારે થવાથી અર્થ વ્યવસ્થા મા ઘટાડો નોંધાય છે.
5.રિવર્સ રેપો રેટ :
  • વાણિજ્ય બેંક પોતાની વધારાની જમા રાશિઓને ટૂંકા ગાળા માટે RBI પાસે રાખે તો RBI રિવર્સ રેપો રેટ મા વધારો કરી વાણિજ્ય બેંકને RBI પાસે નાણાં જમા કરવા પ્રોત્સાહિત કરે છે.
6.PLR
  • આ એક બેંકનો મૂખ્ય વ્યાજ દર છે.જે સામાન્ય રીતે એવા ગ્રાહકોને લાગુ પડે છે.જ્યાં જોખમ લગભગ શૂન્ય હોય.
7.બેઝ રેટ
  • હાલમાં RBI ની નવી નીતિ મુજબ પ્રત્યેક બેંકએ PLR ના સ્થાને એક નવી બેઝ રેટ સિસ્ટમ અપનાવવાની રહશે.જે અંતગત બેઝ રેતથી નીચેના વ્યાજ ડરે કોઈપણ પ્રકારનું ઉધાર બેંક દરે આપી શકાશે નહીં 
ભારતમાં વીમા સેવા
  1. વીમા ક્ષેત્રને મુખ્ય બે વુભાગોમાં વહેંચવામાં આવે છે.
  2. 1.જીવન વીમો
  3. 2. સામાન્ય વીમો
  4. ભારતમાં સૌપ્રથમ 1818માં એક બ્રિટિશ પેઢીએ ' ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ' કંપનીની સ્થપના કોલકતા માં કરી હતી.
  5. 1956માં તત્કાલીન 245 ભારતીય તથા વિદેશ જીવન વીમા કંપનીઓને સરકારે પોતાની હસ્તક લઈ 1 સપ્ટેમ્બર,1956માં કરોડની સરકારી મૂડી સાથે ભારતીય જીવન વીમા નિગમ ની સ્થપના કરી હતી.જેનું વડુમથક મુંબઈ ખાતે આવેલું છે.
  6. ભારતમાં સૌપ્રથમ સામાન્ય વીમા કંપની 'ટ્રાઇટન ઇન્સયોરન્સ કંપની લઈ.'1850માં કલકતામાં સ્થવામાં આવી હતી.
  7. 1 જાન્યુઆરી 1973 થી કેન્દ્ર સરકારે વીમા કંપનીઓને પોતાની હસ્તક લઈ સમમાંય વીમા વ્યવસ્થાનું રાષ્ક્રિયકરણ કર્યું.1072માં ભારતીય સામાન્ય વીમા નિગમ ની સ્થપના થઈ જે 1973થી કાર્યરત થઈ.
  8. 2003 માં GIC ને તેની ચારેય શહયક કંપનીમાંથી અલગ કરવામાં આવી અને તે સીધો વીમા વ્યવસાય બધી કરીને રિઇન્શ્યુરન્સ કંપની બની.
  9. ભારતમાં જીવન વીમાનું રાષ્ટિયકરણ 1956 માં થયું.
  10. ભારતમાં જનરલ ઇન્શોરન્સ વ્યવસાયનું રાષ્ટિયકરણ 1972માં થયું,જે 1લઈ જાન્યુઆરી ,1973થી અમલી બન્યું.
ભારતમાં જામીનગીરી-મુદ્રણ અને સિક્કાઓના ઉત્પાદન સ્થળો
1.ઇન્ડિયા સિક્યોરિટી પરસે (નાસિક):
  • અદાલતી અને બીનાદાલતી સ્ટેમ્પો,RBI અને SBIના ચેક,પાસપોર્ટ,પોસ્ટ સંબંધી લેખન સામગ્રી,ટપાલ ટિકિટો,પોસ્ટલ ઓડર,કિસાન વિકાસ પત્રો,વગેરે નું છાપકામ થાય છે.
2.  સિક્યોરિટી પ્રિટિંગ પ્રેસ (હૈદરાબાદ)
  • સેન્ટ્રલ એક્સાઇઝ સ્ટેમ્પ,સક્સિનના રાજ્યો માટે પોસ્ટની લેખન સામગ્રીઓ.આ પર્સની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ નાસિક પ્રેસ પરનું દબાણ હળવું છે.
3.કરન્સી નોટ પ્રેસ (નાસિક)
  • 10,50,100,500,2000 રૂપિયા બેંક નોટ છાપકામ અને પૂરતી.
4 બેંક નોટ પ્રેસ (દેવાસ):
  • 20,50,2000 રૂપિયાની બેંક નોટ,જામીનપત્રોની શાહી નું નિર્માણ.
5.ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ લઈ.(શાહબની,પશ્ચિમ બઁગાળ) અને મેસૂર;
  • ચલણી નોટોનું છાપકામ
6.સિકયીરીટી પેપરમીલી (મધ્ય પ્રદેશ):
  • બેંક નોટ , ચલણી નોટ તથા નોન જ્યૂઝિશિયલ સ્ટેમ્પ પેપરના કાગળો
આર્થિક સુધારોઓ
ઉદારીકરણ
  1. સરકાર દ્વારા આર્થિક ક્ષેત્રે અંકુશો અને નિંયત્રનો ક્રમશ: ઘટે તેવી વ્યવસ્થાને સામાન્ય રીતે ઉદારીકરણ ખવેમાં આવે છે.જેથી ઓઢીગિક અને વેપાર નીતિ અંગેના સુધારા થયા હતા.
  2. કેટલાક જોખમવાળા અને પર્યાવરણ ની રીતે સંવેદનશીલ ઉધોગો સિવાય બાકીના બધા ઔધોગિક એકમો માટે પર્વના પ્રથા હટાવવામાં આવી .
  3. જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલા ઉધોગોની સંખ્યા આઠ કરવામાં આવી.
ખાનગીકરણ
  1. સામાન્ય રૂટે ખાનગીકરણ એટલે સરકાર જાહેર સાહસની માલિકી કે વહીવટ ખાનગી વ્યક્તિ કે પેઢી ને સોંપે . ભારતમાં ખાનગીકરણ આ મુજબ થયું છે.
  2. જાહેર સાહસ માટે અનામત રાખેલા ક્ષેત્રો ખાનગી સાહસો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.
  3. જાહેર સાહ્સમાંથી મૂડી વિનિવેશકે માલિકીની ફેરબદલી.
વૈશ્વિકીકરણ
  1. સામાન્ય રીતે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પરકીય.
  2. જો સમગ્ર ઉત્પાદનની નિકાસ કરવામાં આવે તો 100% શુદ્ધિની અનુમતિ અપાઈ હતી.
અંદાજપત્ર
અંદાજપત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે.
1.મહેસુલી ખાતું 2. મૂડી ખાતું.

 

1.મહેસુલી આવકો (1 ઑગસ્ટ થી 31 જુલાઈ)
  • કર અનર કર સિવાયની આવકનો સમાવેશ થાય છે.કર સિવાયની આવકમાં વ્યાજ,જાહેર સાહસોમાંથી પ્રાપ્ત તથો નફો કે ડિવિડન્ડ,સાર્વજનિક સેવાઓમાંથી પ્રાપ્ત તેથી આવકો (રેલવે,પોલીસ,જેલ વગેરે).
2.મહેસુલી ખર્ચ
  1. વિકાસાત્મક ખર્ચો જેવા કે , વાહનવ્યવહાર,સંદેશવ્યવહાર,સામાજિક અને સામુહિક સેવાઓ.
  2. બિનવિકાસત્મક ખર્ચો જેવા કે સરકારી અધિકારી કે કર્મચારી પગાર,સબસીડી,કે કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ કારણ માટે અપાતા અનુદાનો વગેરે.
3.મૂડી આવક
  • બજારમાંથી મેળવેલી લોનો, ટ્રેઝરી બિલ્સ વડે પ્રાપ્ત તેથી આવકો,નાગરિક પાસે લીધેલી વિવિધ બચતો.
4.મૂડી જાવક
  • જમીન,મકાનો,જાહેર સાહસોના શેર કે ડિબેન્ચરમાં કરેલા રોકાણો,સરક્ષણ.
5.સમતોલ અંદાજપત્ર
  • તમામ ખર્ચને તે જ વર્ષમાં થયેલી મહેસુલી આવક વડે સરભર કરવામાં આવું હોય તોતે સમતોલ અંદાજપત્ર કહેવાય.
6.પુરાંતવાળું અંદાજપત્ર
  • મહેસુલી આવકો કુલ ખર્ચ કરતા વધારે હોય તેવી પરિસ્થિતિ ને દર્શાવતું અંદાજપત્ર.
ખાધવાળું અંદાજપત્ર :
  • મહેસુલી ખાદ્ય = મહેસુલી આવક કરતા મહેસુલી ખર્ચ વધારે
અર્થતંત્ર સાથે સંકાળાયેલા પારિભાષિક શબ્દો
1. રાષ્ટીય આવક
  • રાષ્ટીય આવકનો સબધ દેશની અર્થવ્યવસ્થા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા ઉત્પ્ન્ન કરાયેલી વસ્તુઓ અને સેવાનું અંતિમ નાણાકીય મૂલ્ય છે.
2.IFSC કોડ
  • ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ 11 આંકડા મા હોય છે.જેમાં પ્રથમ ચાર અક્ષરોમાં બેન્કનું ટૂંકમાં નામ,એક શૂન્ય તથા છેલ્લા છ આંકડામાં બેંક શાખા સબંધિત માહિતી હોય છે.
NEFTવ્યવસ્થા :
  • નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી બેંક ખાતામાંથી તે અથવા અન્ય બેંક ખાતામાં રકમ સ્થાનાંતરિત કરી શકાય છે.આ માટે કોઈ લઘુતમ કે મહત્તમ મર્યાદા નિર્ધારિત કરાઈ નથી.
RTGS વ્યવસ્થા :
  • રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અંતગર્ત 2 લાખથી વધુ રકમ બેંક ખાતામાંથી તે બેંન્ક કે અન્ય બેંક ખાતામાં ત્વરિત સ્થાનાંતરિત કરી શકાય છે, મહત્તમ મર્યાદા નિર્ધારિત કરાઈ નથી.
ISI માર્ક :
  • ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટટયુશયન માર્ક ઔધોગિક વસ્તુ પર લગાવવા માં આવે છે.
એગમાર્ક :
  • તે ઈ.સ.1986થી ક્રુથી ઉત્પાદનોની ગુણવતાના આધારે તેના પર લગાવવામાં આવે છે.
હોલ માર્ક :
  • BIS દ્વારા 2000 થી ISI 1417 પ્રમાણે બનેલા સોનાના ઘરેણાં પર લગાવવામાં આવે છે.
કસ્ટમ ડયૂટી :
  • આયાત-નિકાસ તેથી વસ્તુ પર લાગતો કર છે.
સંપત્તિ કર
  • કોઈ વ્યક્તિએ ધારણ કરેલી સંપત્તિ ના આધારે તેના પર લાગતો આ પ્રત્યક્ષ કર છે.
પંચવર્ષીય યોજનાઓ

 

પંચવર્ષીય યોજનાઓ

લક્ષયાંકિત વિકાસ દર (વાર્ષિક)

પ્રાપ્ત વિકાસ દર (વાર્ષિક)

પ્રથમ (1951-56)

2.1

3.7

બીજી (1956-62)

4.5

4.2

ત્રીજી (1962-67)

5.6

2.8

ચોથી (1969-74)

5.7

3.4

પાંચમી (1974-79)

4.4

4.9

છઠ્ઠી (1980-85)

5.2

5.4

સાતમી (1985-90)

5.0

5.6

આઠમી (1992-97)

5.6

6.6

નવમી (1997-02)

6.5

6.6

દસમી (2002-07)

7.0

7.7

અગિયારમી (2007-12)

9.0

7.7

બારમી (2012-17)

8.0

7.9

 

View More Material

Share