Material Content for ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ

 

ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ

 

બંધારણની રચના
  1. બંધારણની રચના  સૌપ્રથમ વિચાર 1934માં માન્વેન્દ્રનાથ રોયને આવ્યો.
  2. 1935માં INC એ પ્રથમ વખત બંધારણસભાની રચનાની માંગણી કરી.
  3. 1935માં જવાહરલાલ નેહરુએ INC વતી બંધારણની માંગણી કરી જેમાં પુખ્ત વય ના મતાધિકારના ધોરણે બાહ્ય દખલ વગર બંધારણ સભાની માંગણી કરી.1940માં 'ઓગસ્ટ ઓફર'ના સ્વરૂપે સ્વીકારવામાં આવે.
  4. અંતે,1946માં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું.જેમાં ત્રણ સભ્યો પેથીન્ક લોરેન્સ,એ.વી એલેક્ઝેન્ડર,સ્ટેફર્ડ ક્રિપ્સ હતા.જેને' બંધારણસભા'ની યોજનાની જાહેરાત કરી.
રચના :
  1. બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 રખાઈ.જેમાં 296 ભેઠક બ્રિટિશ ભારત અને 93 બેઠકો દેશી રજવાડાઓ માટે રાખવામાં આવી.
  2. એક બેઠક દસ લાખ વસ્તીના ધોરણે રખાય હતી.
  3. આમ,જુલાઈ,ઓગસ્ટ,1946માં ચૂંટણી સંપન્ન થતા,બ્રિટિશ ભારતની 296 બેઠકો પેકી કોંગ્રેસ ને 208,મુસ્લિમ લીગને 73 અને 15 બેઠકો અન્યોને પ્રાપ્ત થી હતી.અને મેસૂર સૌથી વધુ બેઠકો દ્રવતું રજવાડું (7) હતું.
કામગીરી
  1. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર,1946ના રોજ મળી જેમાં અસ્થાયી અધ્યક્ષ ડો,સિચ્ચદાનંદ સિંહને બનાવવામાં આવ્યું .
  2. દ્વિતીય બેઠક , 11 ડેસમેંબર,1946ના રોજ મળી જેમાં સ્થાયી અધ્યક્ષ તરીકે ડો,રાજેન્દ્રપ્રસાદ,ઉપાધ્યક્ષ તરીકે એચ,સી,મુખર્જી,વી.ટી.ક્રિષ્નામાચારી તથા બંધારણ સલાહકાર તરીકે બી.એન રાવની નિમણુંક કરાઈ.
  3. 13,ડિસેમ્બર 1946ના નહેરુ દવારા ઉદેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જેનો બંધારણ સભા દવારા 22 જાન્યુઆરી,1947ના રોજ સ્વીકાર કરાઈ હતો.
  4. આઝાદી પછી 90 બેઠકો પાકિસ્તાન માં જતી રહી હોવાથી બંધારણ પુનગર્ઠન થયું.આથી બેઠકોની સંખ્યા 299 થઈ .
  5. બંધારણસભા બંધારણ ઘડતર સાથે ધારાસભા પણ હતી.
  6. આ બન્ને કાર્ય અલગ-અલગ દિવસે થતા.
  7. બંધારણ સભાએ બંધારણની રચના માટે 11 સ્તરમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે નો સમય લીધો.
  8. જે માટે બંધારણ સભાની 166 બેઠકો મળી.
  9. 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં અને અંદાજે 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
  10. 26 નવેમ્બર, 1949ના ર્પઝ બંધારણનું કાર્ય પૂર્ણ થયું અને તેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું.
  11. જેથી ભારતીય બંધારણ ઉપર 284 સભ્યોની શી નોંધાઈ.
  12. શરૂઆતમાં 395 અનુચ્છેદ,અને 8 પરિશિષ્ટો બંધારણમાં હતા.
  13. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી,1950ના દિવસે થઈ .જેમાં ડો.રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્પતિ તરીકે ચૂંટણીમાં આવ્યા.
મહત્વની બંધારણ સમિતિ અને તેના અધ્યક્ષ :
  1. મુસદ્દા (ડ્રાફ્ટિંગ )સમિતિ (બાબાસાહેબ આબેંકટર)
  2. સંઘશક્તિ સમિતિ (જવાહરલાલ નહેરુ)
  3. સંઘસવિધ્ન સમિતિ (જવાહરલાલ નહેરુ)
  4. પ્રતીય સવિધ્ન સમિતિ (વલ્લભભાઈ પટેલ)
  5. સંચાલન સમિતિ (રાજેન્દ્ર પ્રસાદ)
  6. ઝંડા સમિતિ (જે.બી.કૃપલાણી)
  7. મૂળભૂત અધિકાર સમિતિ (વલ્લભભાઈ પટેલ)
  8. નોંધ:બંધારણ ઘડતરનું કાર્ય 26 નવેમ્બર,1949ના રોજ પૂર્ણ થયું હતું.આથી 27 નવેમ્બર,1952સુધી બંધારણ સભા પ્રોવિઝનલ પાલૉમેન્ટ તરીકે કાર્યરત રહી હતી.
  9. જેથી 26 નવેમ્બર,1949ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો અને 26 જાન્યુઆરી,1950થી લાગુ કરવામાં આવ્યું.
સમિતિ ના સભ્યો :
  1. 1.ડો,બાબાસાહેબ આબેંકટર (અધ્યક્ષ)
  2. 2.એન.ગોપાલસ્વામી અયન્ગર
  3. 3.અલ્લદી કૃષ્ણાસ્વામી એયર
  4. 4.ડો.કનિયાલાલ મુનશી .
  5. 5.સેયદ મોહમદ સાદુલ્લા
  6. 6.એન.માધવરાવ
  7. 7.ટી.ટી ક્રિષ્નામાચારી
બંધારણના સ્ત્રોતો
  • ગવર્નર નું પદ, વહીવટી વિગતો,જાહેર સેવા આયોજન,કટોકટીની જોગવાઈ,સૌથી વધુ પ્રભાવ આ કાયદાનો પડ્યો છે.લગભગ 250 અનુચ્છેદ સિદ્ધ અને સુધારા સાથે લેવાયા છે.
ભારતીય બંધારણ ની રચનામાં મદદ (વિદેશી સ્ત્રોતો)
  1. ભારતીય બંધારણ ની વિશેષતા છે કે વિશ્વના અલગ-અલગ બંધારણ નો સમન્વય છે.
  2. ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ઈ.સ.1935ના ભારત શાસન અધિનિયમ રહ્યો કારણે તેમાંથી અનેક અનુચ્છેદ ને તેની ભાષ મુજબ જ સ્વીકારી લેવાયા છે.
ભારતીય બંધારણની વિશેષતાઓ
લાંબુ અને લેખિત બંધારણ
  1. ભારતીય બંધારણ  વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ  છે.વર્તમાનમાં ભારતીય વ લગભગ 468 અનુચ્છેદ તથા 25 ભાગમાં તથા 12 પરિશિષ્ટો વહેચાયેલું છે.
  2. જયારે યુ.એસ.એ.ના બંધારણ માં 7,ઔસ્ટેલિયાનું બંધારણ 128,કેનેડાનું બંધારણ 147 અનુચ્છેદથી બનેલું છે.બ્રિટનનું બંધારણ  મૌખિક છે.
સંસદીય શાસન પ્રણાલી:
  1. આ અંતર્ગત કેન્દ્ર સરકાર સંસદને તથા રાજ્ય સરકારે રાજ્ય વિધાનમંડળને જવાબદાર હોય છે.
  2. રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે પરંતુ વાસ્તવિક સ્ટે વડાપ્રધાનના વડપણ હેઠળ મંત્રીમંડળ પાસે હોય છે અને મંત્રીમંડળ સામુહિક રીતે લોકસભાને જવાબદાર રહે છે.એટલે કે તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળે રાજીનામુ આપવું પડે.
જળ છતાં પરિવર્તનશીલ બંધારણ
  • બંધારણ માં સંસદ સુધારો કરી શકે છે પરંતુ તેના મૂળભૂત ઢાંચાને બદલી શકતો નથી.
મૂળભૂત અધિકારો
  • બંધારણ  ભાગમાં-3 દેશના નાગરિકોને અપાયેલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે.તેના ભન્ગ બદલ ન્યાયાલયમાં જઈ  શકાય છે.
સમવાયી છતાં એકતંત્રી  રાષ્ટ્ર :
  1. ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે.સતાઓની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંયુક્ત રીતે થયેલી છે.
  2. રાજ્ય પોતાની વિષયો અંતર્ગત અને સીમા રહી ને પોતાના અધિકારો રૂએ સ્વંતત્ર પક્ષે પોતાની સતાઓની ઉપયોગ કરી શકે છે.
સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર
  • બંધારણ  દેશના તમામ પુખ્ત નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર મતાધિકાર આપેલો છે.
સ્વતંત્ર ન્યાયતંત્ર
  • સર્વોચ્ચ અદાલત,વળી અદાલતો તથા તાંબાની અદાલતો મળીને સંગઠિત ન્યાયતંત્રનું માળખું ર્છે છે,સંસદે ઘડેલા કાયદાઓ ન્યાયતંત્રીય સમીક્ષાને આધીન હોય છે.
બિનસાંપ્રદાયિક્તા
  • રાષ્ટ્રને પોતાનો કોઈ ધર્મ ન હોય.તે બધા ધર્મો પત્યે સમાનતાથી વર્તન કરશે.નાગરિકોને કોઈપણ ધર્મમાં માનવાનો સાધિકાર રહેશે..
રાષ્ટીય પ્રતીકો
રાષ્ટ્ર ચિહ્ન
  1. રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્વીકાર-26 જાન્યુઆરી ,1950
  2. રાષ્ટ્ર ચિહ્ન સારનાથ ખાતે આવેલા આશોક ના સિંહસ્તભપરથી લેવા માં આવેલું છે.
  3. હે રાષ્ટ્ર ચિહ્નમાં 4 સિંહો આવેલા છે.જે પેકી 3 સિંહો દ્રશ્યમાન છે.
  4. એક જ પથ્થરમાંથી કાપી બનાવેલા સિંહસ્તભ ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે.
  5. આ સિંહસ્તભ ગુપ્ત 3 પ્રાણીઓ દર્શવાયેલા છે.જેમાં હાથી,ઘોડો, સાંઢ,અને સિંહનો સમાવેશ થાય છે.જેમાં નીચે જમણી બાજુ બળદ અને ડાફી એ ઘોડો દ્રશ્યમાન છે.
  6. ભૂરો રંગ - મંત્રીઓ દ્વારા
  7. લાલ રંગ - રાજ્યસભના સભ્યો તેમજ અધિકારો ઓ દ્વારા લીલો રંગ-લોકસભાના સભ્યો દ્વારા
રાષ્ટીય ધ્વજ
  1. રાષ્ટીય ધ્વજ તરીકે સ્વીકાર- 22 જુલાઈ,1947
  2. ભારતીય રાષ્ટીય ધ્વજને ત્રિરંગા તરીકે પણ ઓળખાવમાં આવે છે.જેમાં ઉપરની પટ્ટી કેસરી વચ્ચે સફેદ અને નીચેની પટ્ટી લીલા રંગની હ્યો છે.સફેદ પટ્ટીમાં વચ્ચે નેવી બ્લુ રંગનું આશોક ચક્ર અંકિત થયેલું છે.
  3. રાષ્ટીય ધ્વજ માં પેહલા આશિક ચક્રના સ્થાને ચરખો હતો.
  4. રાષ્ટીય ધ્વજની લંબાઈ અને પોહળાઈ અનુક્રમે 3:2 છે.
  5. રાષ્ટીય ધ્વજમાં દરષવાયેલા રંગોની મહત્વતા
  6. કેસરી - તાકાત અને સાહસ
  7. સફેદ- ધર્મચક્ર સાથે શાંતિ અને સત્યનો સંદેશ
  8. લીલો-શુભ,વિકાસ અને સમૃદ્ધિ
  9. અશોક ચક્ર 24 આરાઓ છે.
  10. ગુજરાતી પારસી મહિલા મેડમ ભીખાઈજી કામ એ સૌપ્રથમ ભારતીય રાષ્ટીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી.
  11. ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતી.
  12. બંધારણ ના અનુચ્છેદ-19(1)(આ) અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
  13. રસીટી ધ્વજ સંહિતા (2002)
  14. રાષ્ટીય ધ્વજ સંહિતા સાથે વર્ષ 2002 જોડાયેલું છે.
  15. રાષ્ટીય શોક સમયે ધ્વજને અડધી કાઠીએ ફરકવવામાં આવે છે.
રાષ્ટ્ર ગાન
  • રાષ્ટ્ર ગાન તરીકે સ્વીકાર-24 જાન્યુઆરી ,1950
  • રાષ્ટ્ર ગાન સૌપ્રથમ ગવાયું-27 ડિસેમ્બર,1911
  • 'જન ગણ મન'રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખ્યું હતું.
  • રાષ્ટ્ર ગાન ને વર્ષ 1912મી તત્વબોધિની પત્રિકામાં ' ભારત ભાગ્ય વિધાતા'શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
  • રાષ્ટ્ર ગાન ગાવાનો સમય 52 સેકન્ડ છે.
  • ઘણી વાર રાષ્ટ્ર ગાન ની પ્રથમ અને અંતિમ પઁક્તિ ગવાય છે.જે ગવોનો સમય 20 સેકન્ડ છે.
રાષ્ટ્ર ગીત :
  1. રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકાર-24 જાન્યુઆરી,1950
  2. રાષ્ટ્ર ગીત સૌપ્રથમ ગવાયું-1986
  3. વંદે માતરમ્ ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરેલી છે.
  4. વંદે માતરમ્ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની નવલકથા ' આનંદમ' માંથી લેવાયું છે.
  5. રાષ્ટ્ર ગીત ગાવાનો સમય 1 મિનિટ અને 5 સેકન્ડ છે.
  6. સંસદના સ્તર નો પ્રારંભ જન ગણ મન થી અને સમાપન વંદે માતરમ્ થી થાય છે.
રાષ્ટ્રીય પંચાંગ
  1. રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર-22 માર્ચ,1957   
  2. ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત તથા ભારત સરકારે શક સંવંત સ્વીકારેલું છે.
  3. જે શક સંવંતની શરૂઆત ઈ.સ.78માં કનિષ્કે કરી હતી.
  4. ભારતીય કેલેન્ડર ગ્રિગેરીયન કેલેન્ડર આધારિત છે.
  5. શક સંવંતનો પ્રથમ મહિનો ચેત્ર હોવાને કારણે ભારતીય પંચાગનો પણ પ્રથમ મહિનો ચેત્ર છે અને છેલો માસ ફાગણ છે.
  6. શક સંવંત મુજબ પ્રથમ દિવસ  22 માર્ચ અને જો લિપ યર હોય તો તે દિવસ
  7. 21 માર્ચ હોય છે.

====================================================================== 

  1. રાષ્ટ્રીય પ્રાણી = વાઘ
  2. રાષ્ટ્રીય પક્ષી = મોર
  3. રાષ્ટ્રીય વૃક્ષ = વટવૃક્ષ (વડ)
  4. રાષ્ટ્રીય ફળ = કેરી
  5. રાષ્ટ્રીય પુષ્પ = કમળ
  6. રાષ્ટ્રીય રમત = હોકી
  7. રાષ્ટ્રીય જળચર = ડોલ્ફિન
  8. રાષ્ટ્રીય નદી = ગંગા
  9. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી = હાથી
  10. રાષ્ટ્રીય પીણું = ચા
  11. રાષ્ટ્રીય મીઠાઈ = જલેબી
બંધારણના પરિશિષ્ટો/અનુસૂચિઓ
સંઘનું નામ અને તેનું કાર્યક્ષેત્ર
  • (સઘન રાજ્યો(28) અને કેન્દ્રશાસિત પ્રદેશો (8) નો ઉલ્લેખ છે.)
વેતન અને ભથ્થાઓની જોગવાઈ:
  • (રાષ્ટ્રપતિ,રાજ્યપાલ,લોકસભાના અધ્યક્ષ,રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ,વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ,વિઘ્ન પરિષદના સભાપતિ,ઉપસભાપતિ,સુપ્રીમ કોર્ટ  અને હાઈકોર્ટના ન્યાયાધીશો,વગેરે)
શપથ અને પ્રતિજ્ઞા ઓન નમૂના :
  • (રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,મંત્રી,સુપ્રીમ કોર્ટ  અને હાઈકોર્ટ ના ન્યાયાધીનના પદગ્રહણ વખતે લેવાતા શપથની વિગત)
  1. રાજ્યસભામાં રાજ્યો અનર કેંદ્રશાહીત પ્રદેશો ની બેઠકોની ફાળવણી .
  2. અનુસૂચિત જતી અને જનજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયત્રંણ.
  3. આસામ,મેઘાલય,ત્રિપુરા,મિઝોરમ રાજ્યોમાં વહીવટ અને નિયત્રંણ .
રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સ્તાનિ ફાળવણી:
  1. આ અંતર્ગત ત્રણ સૂચિનું નું વિભાજન થાય છે.
  2. સંઘ યાદી : બંધારણના પ્રારંભ 97 વિષયો હતા હાલમાં 100 વિષયોનો અહીં સમાવેશ થાય છે.
  3. રાજ્ય યાદી : બંધારણના પ્રારંભ 66 વિષયો હતા.હાલમાં 61 વિષયોનો અહીં સમાવેશ થાય છે.
  4. સમવર્તી યાદી: બંધારણના પ્રારંભે 47 વિષયો હતા.હાલમાં 52 વિહયોની યાદી નો સમાવેશ થાય છે.
માન્ય પ્રાદેશિક ભાષાઓ (બંધારણમાં પ્રારંભે 14 ભાષામાં )
  1. (અસ્મિ,બંગાળી,હિન્દી,ઉડિયા,તમિલ,તેલુગુ,કન્નડ,મરાઠી,ગુજરાતી,કાશ્મીરી,પંજાબી,
  2. ઉર્દૂ,મલાયલમ,સંસ્કૃત)હતી.1967માં સિંધી,1992માં નેપાળી,કોંકણી,મણિપુરી,2003માં સાંથણી,બોડો,ડોંગરી,મૈથિલીનો ઉમેરો કરાયો.આમ વર્તમાનમાં 22 માન્ય પ્રાદેશિક ભાષાઓ છે.
જમીન સુધારણાનો લગતા કેલાક કાયદા અંગે કાયદેસરતા :
  1. આ પરિશિષ્ટ પ્રથમ બંધારણ સુધારો-1951 દ્વારા ઉમેરવામાં આવ્યું.જે અંતર્ગત આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ વિષયોને અદાલતમાં પડકારી શે નહીં.હાલમાં આવા 284 કાયદાઓ આ પરિશિષ્ટમાં છે.11 જાન્યુઆરી,2007ના રોજ સર્વોચ્ચ અદાલત જાહેર કરી કે મૂળભૂત અધિકારોનું ઉલ્લઘન કરતા આ પરિશિષ્ટોમાં  સમાવિષ્ટ કાયદાને પડકારી શકાય છે તથા સુપ્રીમ કોર્ટ તેની સમીક્ષા કરી શકે છે.
પક્ષ પલટાવિરોધી કાયદો:
  • આ પરિશિષ્ટો 52માં બંધારણ સુધારા,1985 દ્વારા જોડવામાં આવ્યું.અહીં પક્ષપલ્ટા સંબધિત વિવિધ જોગવાઇઓનો ઉલ્લેખ છે.
પચાયતીરાજ સંસ્થાઓની સતાઓ અને જવાબદારીઓ
  • આ પરિશિષ્ટ 73માં બંધારણસુધારા ,1992 દ્વારા જોડવામાં આવ્યું.જે અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાઓને 29 વિષયો આપવામાં આવ્યો.
શહેરી સ્થાનિક સતામંડળો ની સ્ટે અને જવાબદારીઓ:
  • આ પરિશિષ્ટ 74માં બંધારણ સુધારો 1992 દ્વારા જોડવામાં આવ્યું.આ અત્રત તેમને 18 વિષયો ફાળવવામાં આવ્યો.
આમુખ
  1. જવાહર નહેરુ  દ્વારા પસાર કરાયેલા ઉદેશ પ્રસ્તાવને બંધારણના આમુખ તરીકે સ્વીકારમાં આવ્યું.42માં બંધારણ સુધારા 1976 અંતર્ગત સુધરેલું આમુખ આ મુજબ છે.
  2. ' અમે ભારતમાં લોકો ભારતને સર્વભોમ,સમાજવાદી,બિનસાંપ્રદાયિક,લોકશાહી,પ્રજાસતાક, બનાવવું અને દેશના તમામ નાગરિકોને સામાજિક,આર્થિક,રાજકીય ન્યાય,વિચાર,અભિવ્યક્તિ,માન્યતા,ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા,તક અને દરજ્જાની સમન્તા નિર્ધારિત કરવાનો તેમજ તેઓને  ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખડીડતા  ને  ખાતરી આપતી બન્ધુતા વિકસાવવાનો દ્રઢતા પૃવક નિણઁય કરીને તારીખ 26 મી નવેમ્બર ,1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ નવી ને અમે અમારી જાણ ને સમર્પિત કરીએ છીએ.
  3. આમુખ ને બંધારણ સમજવાની ચાવી કહેવામાં આવે છે.
  4. 42માં બંધારણ સુધારા,1976 અંતર્ગત સમાજવાદી બિનસામ્પ્રદાયિક્તા,અખડિડટ શબ્દો આમુખમાં ઉમેરાયો.
સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
અનુચ્છેદ-1
  • સંઘનું નામ અને તેના પ્રદેશો : 'ભારત' અર્થાત 'India'એ રાજ્યોનો બનેલો સંઘ છે.ભારતનું રાજ્યક્ષેત્ર વિસ્તાર (1)રાજ્યો (2) દિલ્હી NCT સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો (3) હવે પછી જે વિસ્તારો પ્રાપ્ત કરવામાં આવે ત રાજ્યક્ષેત્રોનો બનેલો ગણાશે.
અનુચ્છેદ-2
  • સંસદને નવા રાજ્યનો પ્રવેશ અથવા સ્થાપવા માટેની સતા.
અનુચ્છેદ-3
  • નવા રાજ્યની રચના અથવા અસ્તિત્વ ધરાવતા રાજ્યનું નામ,સીમા,ક્ષેત્રોમાં પરિવર્તન સંસદ કાયદા દ્વારા કરી શકે છે.
અનુચ્છેદ-4
  • જો અનુચ્છેદ 2 અને 3 માં ફેરફાર કરવામાં આવે તો પરિશિષ્ટ 1 અને 4માં ફેરફાર થાય.
નાગરિકતા
  1. ભારતમાં એક નાગરિકતાની જોગવાઈ છે.
  2. ભારતીય બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ બ્રિટનમાંથી લેવામાં આવેલા છે.
અનુચ્છેદ -5
  1. બંધારણના પ્રારંભ નરિકતવા અંગેની જોગવાઈ:
  2. ભારતના રહેવાસી કે જેનો જન્મ ભારતમાં થયો હોય અથવા તેના માતા-પિતાનો જન્મ ભારતમાં થયેલો હોય અથવા સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમયથી ભારતમાં નિવાસ કરતો હોય.
અનુચ્છેદ - 6
  1. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર થઇ આવેલા લોકોના નાગરિકત્વ અંગેની જોગવાઈ:
  2. જો તેના માતા-પિતા,દાદા કે દાંડીમાંથી કોઈનો જન્મ અવિભક્ત ભારતમાં થયેલો હોય તથા 19 જુલાઈ,1948 પહેલા ભારતમાં આવ્યા હોય તો સીધું ભારતીય નાગરિત્વ મળે,19 જુલાઈ,1948 પછી અને 26 જાન્યુઆરી,1950 પહેલા ભારતમાં આવેલા હોય તો તેમને 6 મહિના ના નિવાસ પછી તથા 26 જાન્યુઆરી ,1950 પછી આવેલા લોકોને 1955ના નાગરિકતા ધારા હેઠળ નાગરિકત્વ મળશે.
અનુચ્છેદ-7
  1. ભારતમાંથી પાકિસ્તાન ગયેલા લોકોના નાગરિકત્વ અંગે જોગવાઈ :
  2. 1 માર્ચ,1947 પછી પાકિસ્તાનમાં ગેયલ પરંતુ 26 જાન્યુઆરી,1950 પહેલા ભારત આવી ગયેલા લોકોને 6 મહિનાના નિવાસ પછી 26 જાન્યુઆરી,1950 પછી પરત આવેલા લોકો ને 1955ના નાગરિકત્વ ધારા હેઠળ નાગરિકતા મળશે.
અનુચ્છેદ-8
  1. ભારત ભાર રહેતી ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકત્વ અંગે:
  2. ભારત ભાર રહેતી વ્યક્તિના માતા-પિતા કે દાદા-દાદી પેકી કોઈનો જન્મ અવિભક્ત ભારતમાં થયો હોય તેવી વ્યક્તિએ બંધારણ ના પ્રારંભ અગાઉ કે પછી જે-તે દેશમાંના ભારતના રાજદ્વારી કે વાણિજિકતા પ્રિતિનિધિને નિર્ધારિત ફોર્મમાં અરજી કરીને ભારતના નાગરિક તરીકે પોતાની દફ્તર નોંધ કરાવેલ વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે.
અનુચ્છેદ-9
  • વિદેશી નાગરિકત્વનો સ્વીકાર કરતા ભારતીય નાગરિકત્વનો અંત આવશે.
અનુચ્છેદ-10
  • નાગરિકતા ના હકોની સાતત્યતા સંસદે બનાવેલા કાયદાને આધીન રહેશે.
અનુચ્છેદ-11
  • સંસદને નાગરિકતા અંગેના કાયદા અને નિયત્રંણ ની સતા .
ભારતીય નાગરિકતા ધારો,1955
નીચેનામાંથી કોઈ એક આધારે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે.
જન્મ દ્વારા
  • 26 જાન્યુઆરી,1950 કે તે પછી પરંતુ 1 જુલાઈ,1987 પહેલા ભારતમાં જન્મેલા વ્યક્તિ,1 જુલાઈ ,1987 પછી જેનમેલાં વ્યક્તિના માતા-પિતા પેકી કોઈ ભારતીય નાગરિકતા ધરાવતા હોય.3 ડિસેમ્બર,2004કે પછી ભારતમાં જન્મેલા વ્યક્તિના માતા-પિતા બને ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો જન્મ દ્વારા નાગરિકત્વ મળશે.
વંશાનુંક્રમ દ્વારા
  1. 26જાન્યુઆરી,1950 કે તે પછી પરંતુ 10 ડિસેમ્બર,1992 પહેલા ભારતની ભાર જન્મેલી વ્યક્તિના પિતા જન્મ સમયે ભારતીય નિગરિક્તા ધરાવતા હોય.
  2. 10 ડિસેમ્બર,1992કે પછી ભારત ભાર જન્મેલા વ્યક્તિના માતા-પિતા ભારતીય નાગરિકતા તેના જન્મ સમયે ધરાવતા હોવા જોઈએ.
  3. 3 ડિસેમ્બર,2004કે પછી ભારત ભાર જન્મેલી વ્યક્તિની નોંધણી તેના જન્મથી 1 વર્ષ સુધીએમાં ભારતીય રાજદૂતાવાસમાં કરાવલી હોવી જોઈએ.
નોંધણી દ્વારા
  1. ભારતીય મૂળની વ્યક્તિ જે આવેદન કરતી વખતે સાત વર્ષ કે વધુ સમયથી ભારતમાં રહેતી હોય.
  2. ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલી વ્યક્તિ.
  3. ભારતીય નાગરિકોના સગીર સંતાનો.
  4. રાષ્ટ્રમંડળ દેશોનો નાગરિક જે ભારતમાં રહેતો હોય અથવા ભારત સરકારની નોકરી જરી રહ્યો હોય.તે આવેદનપત્ર આપીને ભારતીય નાગરિકતા મેળવી શકે છે.
દેશીયકરણ દ્વારા
  • ભારત સરકાર પાસેથી દેશીકરણનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને નાગરિકતા મેળવી શકાય છે.
પ્રદેશોનો સમાવેશ કરીને
  • કોઈ પ્રદેશનો ભારત સંઘમાં સમાવેશ થઈ તોતે પ્રદેશોમાં વસતા લોકો ભારતીય નાગરિકતા મેળવશે.
ભારતીય નાગરિકતાનો અંત
  1. નાગરિકતાનો ત્યાગ કરવાથી.
  2. સ્વેચ્છા દ્વારા નાગરિકતા છીનવી લેવાથી.
  3. સરકાર દ્વારા નાગરિકતા છીનવી લેવાથી.
મૂળભૂત અધિકારો
અનુચ્છેદ 12 થી 35
  1. બંધારણ ભાગ-3માં ઉલ્લેખ કરાયેલો છે.જે ભારતના મેગનાકાર્ટા તરીકે ઓળખાય છે.
  2. 1.સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)
  3. સ્વતંત્રતાનો અધિકાર (19-22)
  4. શોષણ સામે સક્સન મેળવવાનો અધિક (23-24)
  5. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (25-28)
  6. સાંસ્કૃતિક અને શેક્ષણિક અધિકાર (29-30)
  7. બંધારણીય ઇલાજોનો અધિકાર (32)
  8. બંધારણના પ્રારંભ મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી.અનુચ્છેદ-31 મિલ્કત ધરાવવાનો અધિકાર 44માં બંધારણ સુધારા દ્વારા 1978થી રદ્દ કરેલો છે અને તેને બંધારણ ભાગ-12 , અનુચ્છેદ 300-A અંતર્ગત કાનૂની અધિકાર તરીકે સ્થાપિત કરેલો છે.
  9. હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે.
1.સમાનતાનો અધિકાર (SC,ST જાતિઓને રક્ષણ)
  1. અનુચ્છેદ - 14
  2. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ.
અનુચ્છેદ-15
  • ધર્મ,નસલ,જતી,લિંગ,જન્મ સ્થળ જેવી બાબતોમાં ભેદભાવ સામે પ્રતિબંધ
અનુચ્છેદ-16
  • જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા.
અનુચ્છેદ-17
  • અસ્પૃષ્ટયા નાબુદી.
અનુચ્છેદ-18
  • ઉપાધિનો અંત
2.સ્વતંત્રતાનો અધિકાર
અનુચ્છેદ-19
  1. 6 પ્રકારની સ્વંત્રતા અપાયેલી છે.
  2. વાણી,વિચાર,અભિવ્યક્તિની સ્વતંત્રતા.
  3. શાંતિપૂર્વક,હથિયારો વગર એકત્રિત થવાનું અને સભા કરવાની સ્વંત્રતા.
  4. મંડળો બનાવવાની સ્વતંત્રતા.
  5. દેશના કોઈપણ પરદેશમાં રહેવા ફરવાની સ્વતંત્રતા.
  6. ગમે તે ધધો,વ્યવસાય,વેપાર કરવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ- 20
  1. અપરાધોની બાબતમાં દોષ સિદ્ધિ સંબધમાં રક્ષણ.
  2. કોઈપણ વ્યક્તિએ કરેલા અપરાધ માટે માત્ર એકવાર સજા થશે.
  3. અપરાધ વખતે પ્રવતમન કાયદા આધારે સજા થશે.
  4. પોતાની વિરુદ્ધમાં સાબિતી આપવા માટે બાધ્ય કરવામાં આવશે નહીં.

અનુચ્છેદ-21

  • શારીરિક સ્વતંત્રતા અને જીવન જીવવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ-21(કે)-21(A)
  • શિક્ષણનો અધિકર 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર.
અનુચ્છેદ -22
  1. અટકાયત અને ધરપકડ સામે રક્ષણ.
  2. ધરપકડ કરવાનું કારણ બતાવવું.
  3. ધરપકડ કર્યા પછી 24 કલાકની અંદર આરોપીને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવો.
  4. આરોપી ને પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર.
શોષણ વિરૂઘ્ધનો અધિકાર
અનુચ્છેદ-23
  • મનુષ્ય વ્યાપાર અને બળજબરી પૂર્વક ની મજૂરી પર પ્રતિબંધ.
અનુચ્છેદ-24
  • બાળ મજૂરી પર પ્રતિબંધ 
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર.
અનુચ્છેદ-25
  • અતકરણપૂર્વક ધર્મની માન્યતા,આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ-26
  • ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ-27
  • ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ.
અનુચ્છેદ-28
  • ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું સ્વાતંત્ર્ય .
5.સંસ્ક્ર્તિક અને શેક્ષણિક અધિકાર
અનુચ્છેદ-29
  • લઘુમતીઓના હિતોનું રક્ષણ અ
અનુચ્છેદ -30
  • લઘુમતીઓને શેક્ષણિક સંસ્થા સ્થપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર.
બંધારણીય ઇલાજનો અધિકાર
1.બંદી પ્રત્યક્ષીકરણ
  • કોઈપણ વ્યક્તિને એવું લાગે કે પોતાને ગેરકાનૂની રીતે બંદી બનાવવામાં આવ્યો છે.તેની વિનતી પર ન્યાયાલય આ રીત જારી કરે છે.જેમાં વ્યક્તિને ત્યાં સ્થળે કરવાનો બંદી બનાવનારને આદેશ આપવામાં આવે છે.જેથી ન્યાયાલય કારણો પર વિચારણા કરી શકે.
2.પરમાદેશ
  1. કોઈપણ પદાધિકારીને તેની ફરજ બજાવવા આદેશ આપવામાં આવે છે.
  2. માત્ર જાહેર આધિકારીઓ/કર્મચારીઓને જ જારી કરી શકાય છે.
3.પ્રતિષેધ
  • આ આજ્ઞાપત્ર સર્વોચ્ચ ન્યાયાલય અને વડી અદાલત દ્વારા નિમ્ન અદાલતો અથવા અર્ધન્યાયિક સતાઓને જારી કરી આદેશ આપવામાં આવે છે કે જે - તે મામલામાં કાર્યવાહી ન કરે કારણ કે તે તેના અધિકાર ક્ષેત્રમાં નથી.
4.અધિકાર પૃચ્છા
  • જયારે કોઈ પદાધિકારી તેના વૈધાનિક અધિકાર વગર કાર્ય કરતો હોય ત્યારે ન્યાયાલય આદેશ આપી શકે છે કે તે ક્યાં અધિકારથી કાર્ય કરે છે.જ્યાં સુધી તે તેનો સંતોષકારક જવાબ ન આપી શકે ત્યાં સુધી કાર્ય કરી શકતો નથી.    
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
અનુચ્છેદ-38
  • રાજ્ય લોક-કલ્યાણ ની અભિવૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થા બનાવશે.
અનુચ્છેદ-39
  • સ્ત્રી-પુરુષ તમામ નાગરિકોને આવક માટેના તમામ સાધનોની રાજ્યો સમાન વ્યવસ્થા કરશે.
અનુચ્છેદ-39(A)
  • સમાન ન્યાય અને મફત કાનૂની સહાય.
અનુચ્છેદ-40
  • ગ્રામ પંચાયતોની સ્થાપના.
અનુચ્છેદ-41
  • રોજગારી,શિક્ષણ અને જાહેર સહાય મેળવવાના હક્કો.
અનુચ્છેદ-42
  • કામ અંગેની ન્યાયી અને મનવાંછિત પરિસ્થિતિ અને પ્રસુતિ-સહાયતા.
અનુચ્છેદ-43
  • કામદારોના નિર્વાહ માટે જરૂરી વેતન અને ભઠ્ઠાઓ.
અનુચ્છેદ-43(A)
  • ઉધોગોના વહીવટીમાં કામદારોની ભાગીદારી
અનુચ્છેદ-44
  • તમામ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો
અનુચ્છેદ-45
  • બાળપણ પેહલાની કાળજી અને 6 વર્ષ થી નાની વયના બાળકો માટે મફત શિક્ષણ.
અનુચ્છેદ-46
  • SC,ST,OBC વગેરે ના આર્થિક  અને શેક્ષણિક હિતોની અભિવૃદ્ધિ
અનુચ્છેદ-47
  • પોષણસ્તર,જીવધોરણ,જાહેર આરોગ્યની બાબતમાં રાજ્યની ફરજ.
અનુચ્છેદ-48
  • ખેતી અને પશુપાલકની વ્યવસ્થા
અનુચ્છેદ-48(A)
  • પર્યાવરણની જાળવણી તથા વન અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ
અનુચ્છેદ-49
  • રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સાથરો અને વસ્તુઓનું રક્ષણ
અનુચ્છેદ-50
  • કારોબારી થી ન્યાયત્તત્ર નું વિભાજન
નુચ્છેદ-51
  • આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ને ઉતેજન
કેન્દ્રીય કારોબારી
રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ પદ ની લાયકાત
  1. ભારત નો નાગરિક હોવો જોઈએ .
  2. 35 વર્ષ કે તેથી વધારેની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ.
  3. લોકસભાના સભ્ય બનવા સક્ષમ લાયકાત ધરાવતા હોવો જોઈએ.
  4. ચૂંટણી સમયે કોઈ લાભનો હોદ્દો ધારણ કરેલો ન હોવો જોઈએ.
  5. આ ઉપરાંત તેને ઉમેદવારી નોંધાવવા માટે મતદાન મદદના 50 સભ્યોનો પ્રસ્તાવ તથા 50 સભ્યોનું સમર્થન જરૂરી છે તથા RBIમાં રૂ.15000 ચૂંટણી ડિપોઝીટ તરીકે રાખવા પડે.
  6. અનુચ્છેદ-57 મુજબ એક વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ગમે તેટલી વખત ઉમેદવારી નોંધાવી શકે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી
  1. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ અનુચ્છેદ-54માં છે તથા રાષ્ટ્રપતિની ચૂંટણી પક્રિયા અનુચ્છેદ- 55 અંતર્ગત થાય છે.
  2. અનુચ્છેદ-56 મુજબ રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત તેના પદગ્રહણથી 5વર્ષ માટે હોય છે.ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લેવડાવે છે.
  3. રાષ્ટ્રપતિનું પદ 6 મહિના થી વધારે ખાલી રહી શકે નહીં.
  4. સૌપ્રથમ ભારતના રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદ 1950-1962 હતા.અને હાલમાં 2017 થી રામનાથ કોવિંદ ભારત ના વર્તમાન રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિ ની સતા અને કર્યો
કારોબારી સતાઓ
  1. વડાપ્રધાનની અને તેની સલાહથી મંત્રી પરિષદની નિમણુંક.
  2. એટર્ની જનરલ,કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ,મુખ્ય તથા અન્ય ચૂંટણી કમિશનર.
  3. રાજ્યોમાં ગવર્નર,નહ પંચના અધ્યક્ષ અને સદસ્યો,UPSCના અધ્યક્ષ અને સદસ્યો.
  4. લઘુમતી પંચના સદસ્યો,ભાષા પંચના સદસ્યો.
  5. કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદારો.
  6. આંતરરાજ્ય પરિષદના સદસ્યો.
  7. પછાત વર્ગ પચના સદસ્યો.
ધારાકીય સતાઓ
  1. સંસદ સત્ર બોલાવવાનો , સત્રાવસાન તથા લોકસભા-ભંગ કરવાનો અધિકાર છે.
  2. સંસદની સંયુક્ત ભેઠક બોલવાનો અધિકાર છે.
  3. સામાન્ય ચૂંટણી પછી અથવા વર્ષના પ્રથમ સત્ર માં ભાષણ આપવનો અધિકાર છે.
  4. સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાઓ રાષ્ટ્રપતિની મજૂરી પછી જ કાયદા બને છે.
  5. જે કાયદાઓનું અમલીકરણ રાષ્ટ્રપતિ કારોબારી સતા અંતર્ગત આવે છે
  6. પરંતુ જો સંસદ સુધારા સાથે કે સુધારા વગર તે ખરડાને ખાસ કરીને ફરીથી મજૂરી માટે મોકલે તો રાષ્ટ્રપતિ મજૂરી આપવા બંધાયેલા છે.
રાષ્ટ્રપતિની વિટો સતાઓ
એબ્સોલ્યુટ વિટો
  • એબ્સોલ્યુટ વિટો પાવર દ્વારા રાષ્ટ્રપતિ કોઈ વિધેયક પર મંજૂરી નથી આપતા અને તેની મજૂરી સુરક્ષિત રાખી શકે છે.
સસ્પેનશન વિટો
  • સસ્પેનશન વિટો  પાવર દ્વારા રાષ્ટ્રપતિ કોઈપણ વિધાયેક ને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.પરંતુ સંસદ તેમાં સુધારો કરે અથવા સુધારા વગર તે વિધેયકને પસાર કરે છે તો રાષ્ટ્રપતિ મજૂરી આપવા બધાયેલ છે.
પોકેટ વિટો
  • પોકેટ વિટો પાવર દ્વારા રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયેક પર મજૂરી નથી આપતા અને તે વિધેયકને મજૂરી આપવાની ના પણ નથી પડતા તેમજ તે વિધેટકને સંસદ પાસે ફરી વિચાર માટે પણ નથી મોકલતા.
ન્યાયિક સતાઓ
  • રાષ્ટ્રપતિ મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારની સજા માફ કરી શકે છે.
રાજદ્વારી સતાઓ
  • આંતરરાષ્ટ્રીય સંધિ ઓ ,કરારો કે વાટાઘાટ રાષ્ટ્રપતિના નામે થાય છે.
લશ્કરી સતાઓ
  • યુદ્ધની જાહેરાત કે યુદ્ધ સમાપ્ત કરી શકે છે.
કટોકટી સતાઓ
  • મંત્રી પરિષદ સાથે પરામર્શ કરી ને ત્રણ પ્રકારની કટોકટી જાહેર કરી શકે છે.
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
  • રાષ્ટ્રપતિ પર બંધારણની જોગવાઇઓના ઉલ્લઘન બદલ મહાભિયોગ લડી શકાય છે.
  • સંસદના બેમાંથી કોઈપણ ગૃહમાં 1/4 સભ્યોની સહી દ્વારા રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રકિયા શરૂ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ  
અનુચ્છેદ-63
  • દેશમાં એક ઉપરાષ્ટ્રપતિ રહશે.
અનુચ્છેદ-64
  • ઉપરાષ્ટ્રપતિ હોદ્દા ની રુએ રાજ્યસભાના સભાપતિ છે.
લાયકાતો અને શરતો
  1. ભારતનો નાગરિક,35 વર્ષ કે તેથી વધારે ઉંમર
  2. રાજ્યસભાના સભ્ય સમકક્ષ લાયકાત.
  3. કોઈપણ નફાકારક હોદ્દો ન ધરાવતા હોવા જોઈએ.
  4. આરબીઆઈમાં ચુંટીની ડિપોઝીટ તરીકે 15000 રૂપિયા.
  5. મતદાર મંડળના 20 સભ્યો દ્વારા દરખાસ્ત અને 20 સભ્યોનું સમર્થન
મતદાર મંડળ
  1. સંસદના બંને ગૃહો ના બધા જ સભ્યો
  2. ઉપરાષ્ટ્રપતિને હોદાની મુદ્દત 5 વર્ષ રહેશે.
  3. શપથ રાષ્ટ્રપતિ દ્વારા અથવા તેમના દ્વારા નિયુક્ત સમક્ષ લેવાશે.
  4. ઉપરાષ્ટ્રપતિ મહત્તમ 6 મહિના સુધી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે.
  5. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.એસ રાધાકૃષ્ણન (1952-1962) અને હાલ (2017થી )માં વર્તમાન એમ.વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ છે.
વડાપ્રધાન અને મંત્રીપરિષદ
  1. રાષ્ટ્રપતિ અનુચ્છેદ-75 મુજબ લોકસભમાં ચૂંટાયેલા સૌથી મોટા પઝના વડાને સરકાર રચવા આમંત્રણ આપે છે.આ નેતાને વડાપ્રધાન કહેવાય.
  2. વડાપ્રધાનની સલાહની રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણુંક કરે છે.
  3. વડાપ્રધાન સહિત મંત્રી પરિષદના પ્રત્યેક સભ્ય રાષ્ટ્રપતિ સમક્ષ પદ અને ગોપનીયતાના શપથ લે છે.
  4. મંત્રીપરિષદના સભ્ય બનવા માટે સંસદના કોઈપણ ગૃહ નું સભ્ય હોવું જરૂરી છે.જી બ્ય ન હોય તો 6 મહિનામાં સંસદ સભ્ય બનવું જરૂરી છે,નહિતર પદ છોડવું પડે છે.
  5. મંત્રીમંડળના સભ્યોની સંખ્યા કુલ સભ્યોના 15ટકાથી વધે નહીં તેટલી અને ઓછામાં ઓછી 12 સભ્યોની હોય છે.
  6. મંત્રીમંડળ વ્યવક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે એટલે કે રાષ્ટ્રપતિ ઈચ્છા હોય ત્યાં સુધી જ મંત્રીપદે રહી શકે છે.નહિતર રાજીનામુ આપવું પડે.
  7. મંત્રીપરિષદ સામુહિક રીતે લોકસભાને જવાબદાર છે.જો કોઈપણ એક મંત્રી વિરુદ્ધ પણ અવિશ્વાસનો ઠરાવ પસાર થાય તો સમગ્ર મંત્રીમંડળ રાજીનામુ આપશે.જી વડાપ્રધાન રાજીનામુ આપે તો મંત્રીમંડળ બરખાસ્ત થાય અને નવા મંત્રીમંડળની રચના થાય.
  8. વડાપ્રધાન મંત્રીમંડળના વડા છે.
  9. મંત્રી ત્રણ પ્રકારના હોય છે. 1.કેબિનેટ મંત્રી,2.રાજ્ય મંત્રી,3 ઉપ મંત્રી
  10. કેબિનેટ મંત્રી જે-તે વિભાગના અધ્યક્ષ હોય છે.
  11. વડાપ્રધાન અને કેબિનેટ મંત્રી મળીને મંત્રીમંડળનું નિર્માણ કરે છે.
  12. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ (1947-1964)હતા અને ભારતમાં વર્તમાન નરેન્દ્ર મોદી (2014થી) વડાપ્રધાન છે.
સંસદ
  • સંસદ=રાષ્ટ્રપતિ+રાજ્યસભા+લોકસભા
રાજ્યસભા
  1. રાજ્યસભા એ રાજ્યોનું સંસદમાં પ્રિતિનિધત્વ કરતું ગૃહ છે,તે સ્થાયી અને ઉપલું ગૃહ છે.તેનું કંતારેય વિસર્જન થતું નથી.કારણ કે તેની કુલ સભ્ય સંખ્યાના 1/3 સભ્યો દર 2 વર્ષ નિવૃત થાય છે અને તેટલા જ સભ્યોની નમણૂક થાય છે.આમ પ્રત્યેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
  2. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષ ની ઉંમર જરૂર છે.
  3. અનુચ્છેદ-80 માં રાજ્યસભાની રચના અંગે જોગવાઈ છે.
  4. રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા 250 છે,પરંતુ હાલમાં તે સંખ્યા 245 છે.12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા કલા,વિજ્ઞાન,સાહિત્ય,સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી નિમણુંક થાય છે.
  5. જે વ્યક્તિ જે-તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી નિયુક્ત થતો હોય,તે વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલો હોવો જરૂરી છે.
  6. રાજ્યસભાના બે સત્ર વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં.
  7. રાજ્યસભાનું પ્રથમ વખત ગઠન 3 એપ્રિલ,1952ના રોજ થયું હતું તથા પ્રથમ બેઠક 13 મેં,1952ના રોજ મળી હતી.
  8. રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડૉ.રાધાકૃષ્ણન તથા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એસ.વી.કૃષ્ણમૂર્તિરાવ હતા.
લોક સભા
  1. લોકસભા સંસદનું પ્રથમ અને નીચલું ગૃહ છે.
  2. અનુચ્છેદ-81માં લોકસભાની રચના અંગેની જોગવાઈ છે.
  3. લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 552 છે.જેમાં 530 સભ્યો રાજ્યોના મત વિભાગ ક્ષેત્રોમાંથી , 20 કેન્દ્રશાસિત પ્રદેશોના મતવિભાગ ક્ષેત્રોમાંથી તથા 2 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો-ઇન્ડિયન સમુદાયમાંથી નક્કી કરવામાં આવતા હતા.
  4. હાલમાં લોકસભાની સભ્યસંખ્યા 545છે.જેમાં 524 સભ્ય રાજ્યો,19 કેન્દ્રશાસિત પ્રદેશોના મત વિભાગ ક્ષેત્રોમાંથી આવશે તથા અનુચ્છેદ-331 મુજબ 2 સભ્યની રાષ્ટ્રપતિ એંગ્લો-ઇન્ડિયન સમુદાયમાંથી નિમણુંક કરતા હતા તે 126માં બંધારણીય સુધારા વિધેયકથી તે જોગવાઈ દૂર થઈ છે.
  5. લોકસભાની ચૂંટણી પ્રેત્યેક 5 વર્ષ ગુપ્ત મતદાન દ્વારા પુખ્ત મતદારો દ્વારા થાય છે.આમ સામાન્ય રીતે લોકસભાની મુદત 5 વર્ષની હોય છે,પરંતુ રાષ્ટ્રપતિ તે પેહલા મંત્રીમંડળ સાથે ચર્ચા-વિચારણા કરી લોકસભાનો ભંગ કરી શકે છે.
  6. અત્યારસુધીમાં કુલ આઠ વખત લોકસભા ભંગ થઇ છે.
લોકસભાના સ્પીકર/ડેપ્યુટી સ્પીકર
  1. અનુચ્છેદ-93 અનુસાર સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકમાં લોકસભા પોતાના સભ્યમાંથી કોઈ એકની સ્પીકર તરીકે તથા એક ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરે .
  2. સ્પીકર લોકસભાના અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી પરંતુ સામાન્ય સભ્ય તરીકે શપથ લે છે.
  3. સ્પીકર નું મુખ્ય કાર્ય લોકસભાની કામગીરી નું સંચાલન કરવા નું હોય છે.
  4. લોકસભામાં રજૂ કરેલો ખરડો નાણાં ખરડો છે કે નહીં તે સ્પીકર નક્કી કરે છે.
  5. 5મી લોકસભા સૌથી લાંબા સમયગાળા સુધી રહી હતી.બે વખત તેનો કાર્યકાળ 1-1 વર્ષ માટે લંબાવ્યો હતો.
  6. બારમી લોકસભાનો સમયગાળો સૌથી ઓછો છે.
સંસદ સંબંધી કેટલીક મહત્વની બાબતો
સ્થગન પ્રસ્તાવ
  • સામાન્ય રીતે ધારાસભાનું કાર્ય તેના નિયત એજન્ડા પ્રમાણે થતું હોય છે.પરંતુ જયારે કોઈ અવિલંબનીય લોક-મહત્વના પ્રશ્ન તરફ ગૃહનું ધ્યાન આકર્ષિત કરવા ગૃહની નિયમિત કાર્યવાહી મુલતવી રાખવા સ્થગન પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે.આ પ્રસ્તાવ રજૂ કરવા ઓછામાં ઓછા 50 સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે.
અવિશ્વાસ પ્રસ્તાવ
  • આ પ્રસ્તાવ વિરોધ પક્ષ દ્વારા લોકસભામાં રહું કરવામાં આવે છે.જેના માટે ઓછા માં છ 50 સભ્યોનું સામેથન જરૂરી છે.પ્રસ્તાવ રજૂ કર્યા પછી 10 દિવસની અંદર  તેના પર ચર્ચા-વિચારણા થાય છે.જો પ્રસ્તાવ ગૃહ માંથી બહુમતીથી પસાર થઇ જાય તો મંત્રીમંડળે રાજીનામુ આપવું પડે.
કાપ પ્રસ્તાવ
  1. આ એક બજેટીય કાર્યવાહીનો ભાગ છે જે અંતર્ગત વિરોધ પક્ષ દ્વારા અનુદાન મગોમાં કપ માટે કપ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે.જે માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે.કપ-પ્રસ્તાવ ત્રણ પ્રકારના હોય છે.
  2. 1.પોલિસી કપ 2.ઈકોનોમી કપ 3. ટોકન કપ
આભાર પ્રસ્તાવ
  • રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્ર તથા પ્રત્યેક નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં સરકારની વિગત વર્ષા કે આગામી વર્ષની નીતિઓ તથા કાર્યક્રમો અંગે ભાષણ આપે છે . આ ભાષણ પર સંસદ ના બને ગૃહમાં આભાર પ્રસ્તાવ તરીકે ઓળખતા પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા કર્યા પછી મતદાન કરવામાં આવે છે.જેમાં પ્રસ્તાવને પસાર કરવો જરૂરી બને છે,નહિતર સરકારને ફટકો પડે છે.
આકસ્મિક નિધિ
  • આ અંગે ની જોગવાઈ અનુચ્છેદ-267માં કરેલી છે.આ ફંડમાંથી ચૂકવણીઓ સંસદની મજૂરીથી કાયદાકીય પ્રકિયાથી થાય છે.આપાતકાલીન પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ આ ફંડમાંથી નાણાં કાઢી શકે છે.
નાણાં ખરડો
  • આ અંગેની જોગવાઈ અનુચ્છેદ-110માં કરેલી છે.જે અનુસાર બિલમાં વેરા,નાણાં ઉધાર લેવા,ભંડોળ ની કસ્ટડી અને તેના પર અંકુશ , કે તેને આનુષગિક બાબતોને લગતી જ માત્ર જોગવાઈઓ હોય તે નાણાં બિલ કહેવાય છે.
  • રજૂ કરેલું  નાણાં બિલ છે કે નહીં તે લોકસભાના સ્પીકર નક્કી કરે છે.નાણાં બિલ માત્ર લોકસભામાં રજૂ થાય છે. 
નાણાકીય ખરડો
  • જે ખરડો આવક અને ખર્ચને લગતો હોય પરંતુ નાણાં ખરડામાં સૂચિત કરેલી બાબતોનો સમાવેશ થતો ન હોય પણ અન્ય જોગવાઈઓ હોય તેને નાણાકીય ખરડો કહે છે.
અંદાજપત્ર
  1. બંધારણમાં અંદાજપત્ર એવો કોઈ શબ્દનો પ્રયોગ થયો નથી પરંતુ અનુચ્છેદ-112 પ્રમાણે તેને વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે ઓળખાય માં આવે છે.
  2. રેલવે બજેટ હવે અલગ રજૂ થતું નથી ન હોવાથી વર્ષ 2017-18નું બજેટ એકસાથે જ રજૂ થયું હતું અને સામાન્ય બજેટ 28 ફેબ્રુઆરીના સ્થાને હવે 1લી ફેબ્રુઆરી એ રજૂ થયું હતું.
સંસદ સત્ર
  1. રાષ્ટ્રપતિ સમયાંતરે બને ગૃહોના સત્ર બોલાવે છે. બે સત્રો વચ્ચે 6 મહિના કરતા વધારે સમ્યગારો ન હોવો જોઈએ તેવી જોગવાઈ છે પરંતુ સામાન્ય રીતે વર્ષમાં ત્રણ સત્ર ની પરંપરા ચાલે છે.
  2. 1.બજેટ સત્ર (ફબ્રુઆરી થી મે)
  3. 2.ચોમાસુ સત્ર (જુલાઈ થી સપ્ટેમ્બર)
  4. 3.શિયાળુ સત્ર (નવેમ્બર થી ડિસેમ્બર)
  5. અનુચ્છેદ-120માં સંસદમાં પ્રયોજવાની ભાષાનો ઉલ્લેખ છે.સામાન્ય રીતે સંસદની કાર્યવાહી હિંદી તથા એંગ્રેજીમાં થાય છે આમ છતાં કોઈપણ સભ્ય સંસદમાં તેની માતૃભાષામાં પણ રજુઆત કરી શકે છે.
સંસદીય સ્થાયી સમિતિઓ
1.જાહેર હિસાબ સમિતિ
  1. આ સૌથી મહત્વની તથા સૌથી જૂની નાણાકીય સમિતિ છે.
  2. તેમાં કુલ 22 સભ્યો હોય છે.
  3. તેનું મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં રજૂ થયેલા CAGના અહેવાલ પર ચર્ચ-વિચારણા તથા તેની સમીક્ષા કરવાનું હોય છે.
  4. તેની રચના દર વર્ષ થાય થાય છે.કોઈપણ મંત્રી તેનો સભ્ય બની શકતો નથી.
  5. સમિતિના અધ્યક્ષ ની નિમણુંક સ્પીકર કરે છે.પરંતુ 1967થી વિરોધ પક્ષના કોઈ સભ્યને અધ્યક્ષ બનાવવામાં આવે છે.
2.અંદાજ સમિતિ
  1. આ સમિતિમાં 30 સભ્યો હોય છે જે બધા કે લિક્સભા ના હોય છે.
  2. તેનું મુખ્ય કાર્ય બજેટ સહિતના વિવિધ અંદાજો અને અર્થતંત્રને સક્ષમ બનાવવા વિવિધ નીતિઓની સલાહ તેમજ તેની સમીક્ષા કરવાનું હોય છે.
  3. કોઈપણ મંત્રી તેનો સભ્ય બની શકતો નથી.સમિતિ ના અધ્યક્ષની નિમણુક  સ્પીકર કરે છે જે શાસક પક્ષમાંથી હોય છે.સમિતિ નું ગઠન દર વર્ષ થાય છે.
3.જાહેર સાહસ સમિતિ
  1. આ સમિતિ ની રચના 1964માં કૃષ્ણ મેનન સમિતિની ભલામણોના આધારે કરવામાં આવી હતી.
  2. 1974થી આ સમિતિ ના શ્બયોની સંખ્યા વધારીને 22 કરવામાં આવી છે.જેમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના સભ્યો હોય છે.
  3. કોઈપણ મંત્રી તેનો સભ્ય બની શકતો નથી . આ સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
  4. તેનું મુખ્ય કાર્ય જાહેર સાહસોના હોશબોની તપાસ તથા CAG દ્વારા જાહેર સાહસોના તૈયાર કરેલા અહેવાલની તપાસ કરવાનું છે.
  5. તેના અધ્યક્ષની નિમણુક સ્પીકર કરે છે.પરંતુ રાજ્યસભાનો સભ્ય અધ્યક્ષ બની શકતો નથી.
રાજ્ય કારોબારી
રાજ્યપાલ
  1. રાજ્યમાં ગવર્નરના પદની જોગવાઈ અનુચ્છેદ-153માં છે.
  2. રાજ્યપાલ રાજ્યના કારોબારી વડા છે.
નિમણુક અને શરતો
  1. રાજ્યપાલ ની નમણૂક કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
  2. સામાન્ય રીતે તેમની મુદત 5 વર્ષ માટે ની હોઉં છે.છતાં રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તેઓ પદ પર રહી શકે છે,તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેરબદલી થઇ શકે છે.
  3. રાજ્યપાલના પદ માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર જરૂરી છે.
  4. તેમણે કોઈ લાભનો હોદ્દો ધારણ ન કરેલો હોવો જોઈએ.
  5. વિધાનસભાના સભ્ય બનવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
વિશેષાધિકારો
  1. રાજ્યપાલ તરીકેનો હોદ્દો ધારણ કરેલો હોય ત્યાં સુધી તેમની વિરુદ્ધ ધડપકડ નું વોરંટ કાઢી શકાતું નથી.
  2. તેમને રાજ્યપાલ તરીકેનું પદગ્રહણ કર્યા પેહલા અને પછી કરેલા કાર્યો મામલે દીવાની કાર્યવાહી માટે બે માસની નોટિસ આપવી પડે છે.
  3. અનુચ્છેદ-361મુજબ તેમને તેમના હોદાની શક્તિ ઓ અને ફરજોના પાલન માટે કરેલા કર્યો માટે તેઓ કોઈપણ ન્યાયાલય પ્રત્યે જવાબદાર નથી.
રાજ્યપાલની સતાઓ
  1. 1.કારોબારી સતાઓ
  • રાજ્યના બધા કારોબારી કર્યો તેમના નામે થાય છે.
  • તેઓ રાજ્યના મુખ્યમંત્રી તથા તેમની સલાહથી અન્ય મંત્રીઓની નિમણુંક કરશે તથા તેઓને શપથ લેવડાવશે.
  • બિહાર,મધ્ય પ્રદેશ,ઓડિશામાં આદિજાતિ કલ્યાણ મંત્રીની નિમણુંક રાજ્યપાલ દ્વારા થાય છે.
  • વિધાન પરિષદ ધરાવતા રાજ્યોમાં 1/6 સભ્યોની કલા,વિજ્ઞાન,સાહિત્ય,સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી વિધાન પરિષદ માં નિમણુંક રાજ્યપાલ કરે છે.
  1. 2.ધારાકીય સતાઓ
  • અનુચ્છેદ-168 મુજબ રાજ્યપાલ રાજ્ય વિધાનમંડળનું અભિન અંગ છે.
  • તેઓ રાજ્ય વિધાનમંડળ  પસાર કરાયેલા ખરડાને મજૂરી આપે પછી જ કાયદો બને છે.
  • તેઓ કેટલાક વિશિષ્ટ ખરડાઓ રાષ્ટ્રપતિની મંજરી માટે મોકલાવે છે.
  • તેઓ રાજ્ય નાણાં પંચ,CAG,રાજ્ય જાહેર સેવા પંચ વગેરેના અહેવાલ વિઘ્નમદદ સમક્ષ રજૂ કરે છે.
  1. 3.ન્યાયિક સતાઓ
  • રાજ્ય કારોબારી અધિકર વિરુદ્ધ કોઈ વ્યક્તિએ આચરેલા આપરાધ માટે કરાયેલો દંડ ઘટાડી શકે,મોકૂફ રાખી શકે,વિલંબ કરી શકે છે.
  • નાણાકીય સતાઓ
  • તેઓ રાજ્યના નાણાં મંત્રીને વાર્ષિક નાણાકીય નિવેદન વિધાનમંડળમાં રજૂ કરવાનું કહે છે.
  • વિધાનસભામાં નાણાં બિલ રાજ્યપાલની મજૂરીથી રજૂ કરવામાં આવે છે.
  • પ્રત્યેક 5 વર્ષ નાણાં પંચની નિમણુક કરે છે.
મુખ્યમંત્રી અને મંત્રીમંડળ
  1. મુખ્યમંત્રી રાજ્યની કારોબારીના વાસ્તવિક વડા છે.
  2. મુખ્યમંત્રી રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે તથા મંત્રીમંડળની બેઠકોનું નેતૃત્વ કરે છે.
  3. મુખ્યમંત્રી મંત્રીમંડળના નીણયો-નીતિ સંબંધી માહિતી રાજ્યપાલને પુરી પડે ક્ષહહે.
  4. મુખ્યમંત્રી વિધાનમંડળમાં સરકારી નીતિની જાહેરાત કરે છે.
  5. કેન્દ્રીય મંત્રીમંડળની જેમ રાજ્યના મંત્રીમંડળમાં પણ ત્રણ પ્રકાર ના મંત્રી હોય છે.
  6. 1.કેબિનેટ મંત્રી 2.રાજ્ય મંત્રી 3.નાયબ મંત્રી  
રાજ્ય વિધાનમંડળ
વિધાન પરિષદ
  1. વિધાન પરિષદ રાજ્ય વિધાનમંડળનું ઉપલું અને દ્વિતીય ગૃહ ગણાય છે.
  2. વિધાન પરિષદનું સર્જન અથવા અંત લાવવા માટે વિધાનસભાએ તેના કુલ સભ્યોના પૂર્ણો બહુમત તથા હાજર મતદાન કરનારા સ્ભ્યોની /3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરીને સંસદમાં મોકલાવવો પડે છે.
બેઠકોની ફાળવણી (અનુચ્છેદ-171)
  1. 1/3 સભ્યો વિધાનસભ્યો દ્વારા ચૂંટાય છે.
  2. 1/6 સ્થાનિક સ્તામંડળો દ્વારા કલા,વિજ્ઞાન ,સાહિત્ય,સમાજ સેવા,સહકારી આંદોલન જેવો ક્ષેત્રોમાંથી નિમ્મુક પામે છે.
  3. 1/12 શિક્ષક મતદારમંડળો દ્વારા ચૂંટાય છે.
  4. દર 2 વર્ષો 1/3 સભ્યો નિવૃત થાય છે અને તેટલા જ નવા છે.
  5. વિધાન પરિષદનું અસ્તિત્વ ધરાવતા રાજ્યોમાં બેઠકોની સંખ્યા આ પ્રમાણે છે.
  6. ઉત્તર પ્રદેશ-99,મહારાષ્ટ્ર-78,બિહાર-75
વિધાનસભા
  1. વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે પાંચ વર્ષની મુદત માટે થાય છે.વિશિષ્ટ પરિસ્થિતિઓમાં રાજ્યપાલ તે પેહલા વિસર્જન કરી શકે છે.
  2. વિધાનસભાનું સ્તર,કાર્યપણાલી,સ્પીકરની ભૂમિકા વગેરે સંસદની જેમ જ હોય છે.
  3. વિધાનસભાને રાજયસૂચિ સંબધિત વિષયો પર સામાન્ય પરિસ્થિતિઓમાં કાયદો બનાવવોનો અનન્ય અધિકાર છે.
  4. નાણાંબિલ માત્ર વિધાનસભામાં જ રજૂ થાય છે.
  5. લોકસભાની જેમ નાણાં બિલ છે કે નહીં તેનો વિધાનસભાના સ્પીકર નિણઁય કરે છે.
  6. જમ્મુ-કાશ્મિરમાં વિધાનસભાની બેઠક 111 હતી પરંતુ 24 બેઠક પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK)માં હોવાથી ચૂંટણી 87 બેઠકોની થતી હતી.પરંતુ નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભામાં 83 (+2 મહિલાઓની નિમણુંક)બેઠકોની ચૂંટણી થશે.
ન્યાયતંત્ર
સર્વોચ્ચ અદાલત
  1. સર્વોચ્ચ અદાલતની સ્થપના સંબંધી જોગવાઈ અનુચ્છેદ-124 માં છે.
  2. સર્વોચ્ચ અદાલત બંધારણના વળી તરીકે ની ફરજ એડા કરે છે.તેનું મુખ્ય કાર્ય બંધારણ ના અર્થઘટનનું તથા નાગરિકોના મૂળભૂત અધિકારોના જતનનું છે.
  3. મુખયલી : દિલ્હી , સ્થપના : 28 જાન્યુઆરી,1950
  4. સર્વોચ્ચ અદાલતમાં મહત્તમ ન્યાયમૂર્તિઓની સંખ્યા મુખ્ય ન્યાયમૂર્તિ સહિત 34 ન્યાયાધીશ (33+1)છે.પરંતુ શરૂઆત (7+1)એમ કુલ આઠ ન્યાયાધીશો હતા.
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ ન્યાયાધીશોની નિમણુંક
  1. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નમણૂક કોલેજીયમ પદ્ધતિના આધારે સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ ન્યાયાધીશો દ્વારા જે નામની ભલામણ થાય છે.તે નામની રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે.
  2. ભારત સરકારની કોલેજીયમ પદ્ધતિમાં ખામી જનતા 121માં બંધારણીય સુધારા વિધેયક થકી કોલેજિયમ સિસ્ટમને નાબૂદ કરી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નમણૂક માટે રાષ્ટ્રીય ન્યાયિક પાંચ (નેશનલ જ્યૂઝિશિયલ અપોઈન્ટમેન્ટ કમિશન (JAC)ની રચના કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ JACની સમીક્ષા કરતા રાષ્ટ્રીય ન્યાયિક પંચને ગેરબંધારિંયા ઠેરવ્યું હતું.જેથી હવે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો ની નિમણુંક જૂની અને જાણીતી કોલેજિયમ પદ્ધતિ ના આધારે જ થશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાત
  1. ભારતનું નાગરિકત્વ
  2. વડી અદાલત કે સમકક્ષ અદાલતમાં સતત 5 વર્ષનો ન્યાયાધીશ તરીકે નો અનુભવ અથવા વડી અદાલત કે નીચલી અદાલતો માં 10 વર્ષ એડવોકેટ તરીકે અનુભવ.રાષ્ટ્રપતિના મટે ન્યાયવિદ્દ હોવા જોઈએ.
  3. નિમણુંક પામેલા ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે.
  4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમર સુધી પર પર રહી શકશે.
  5. નિવૃત્તિ પછી ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકશે નહીં.
  6. મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની સંમતિ મેળવીને દિલ્હી સિવાય અન્ય સ્થળે બેઠક બોલાવી શકે છે.હજુ સુધી હૈદરાબાદ અને શ્રીનગરમાં આ પ્રકારની બેઠક બોલાવાઇ છે.
સર્વોચ્ચ અદાલત ની સતાઓ.
મૂળ ક્ષેત્રાધિકાર (અનુચ્છેદ-131)
  1. કેન્દ્ર અને રાજ્ય,રાજ્ય અને વચ્ચેના ઝઘડા,મતભેદોનું નિરાકરણ કરશે.
  2. આ અંતર્ગત બિનરાજકીય વિવાદોનો જ નિર્ણય માટે સ્વીકાર કરશે જેમાં કાયદો સંકળાયેલો હોય.
નજીરી અદાલત (અનુચ્છેદ 29)
  • સર્વોચ્ચ અદાલતના નિર્ણયો,હુકમો બધી જગ્યાએ પુરાવાના રૂપમાં ઉપયોગ કરી શક્સગે.તેની પ્રમાણિકતાના વિષય પર પ્રશ્ન કરી શકાશે નહીં.ઉપરાંત ન્યાયાલયને તેની અવમાનના માટે દંડ  દેવાની સતા છે.
અપીલ સંબધિત ક્ષેત્રાધિકાર (અનુચ્છેદ-132,133,134)
  • સર્વોચ્ચ ન્યાયાલય દેશનું સૌથી મોટું અપીલીય ન્યાયાલય છે.કોઈ મૂડમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન હોય તો તેની સમીક્ષા કરે છે.તે દેશની બધી અદાલતોના નીણયો વિરુદ્ધ અપીલ સાંભળે છે.
સલાહ-સંબંધી ક્ષેત્રાધિકાર
  • રાષ્ટ્રપતિ ને એવું એવું જણાય કે કોઈ મૂડમાં બંધારણના અર્થઘટન નો પ્રશ્ન છે તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ લઈ શકે છે.પરંતુ તેઓ તે સલાહ માનવ બંધાયેલા નથી.
ન્યાયિક પુનરાવલોકન
  • અનુચ્છેદ-137 મુજબ સર્વોચ્ચ ન્યાયાલય પોતાના આદેશ/નિર્ણયો પર પુનવિચાર કરી શકે છે અન્રે યોગ્ય લાગે તો તેમાં આવશ્યક પરિવર્તન કરી શકે છે.
આજ્ઞાપત્રિય ક્ષેત્રાધિકાર 
  1. સર્વોચ્ચ ન્યાયાલય નાગરિકોના મૂળભૂત અધિકારો નું રક્ષક છે. અનુચ્છેદ-32 મુજબ સર્વોચ્ચ ન્યાયાલય મૂળભૂત અધિકારોના ભંગ બદલ આજ્ઞાપત્ર જારી કરી શકે છે.આવા આજ્ઞાપત્ર પાંચ પ્રકાર છે.
  2. 1.બંદી પ્રત્યક્ષીકરણ
  3. 2.પરમાદેશ
  4. 3.પ્રતિષેધ
  5. 4.ઉત્પ્રેષન
  6. 5.અધિકાર પૃચ્છા.
તદર્થ ન્યાયાધીશ
  • જયારે સર્વોચ્ચ ન્યાયાલય માં જરૂરી ન્યાયાધીશની ઘટ હોય ત્યારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની પૂર્વ અનુમતિ લઈને વડી આલ્ટના કોઈપણ ન્યાયાધીશની સર્વોચ્ચ અદાલતમાં એડહોક જજ તરીકે નિમણુંક કરી શકે છે.ફ્રાન્સના બંધારણ થી પ્રેરિત છે.
બંધારણીય સંસ્થાઓ
નિંયત્રક અને મહાલેખા પરીક્ષક
  1. CAGની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
  2. તેના હોદાની મુદત 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર બે માંથી જે પેહલા થાય ત્યાં સુધી હોય છે.
  3. CAG પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને સોંપે છે.તે રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરે છે અને સંસદ તેની ચકાસણી માટે જાહેર હિસાબ સમિતિ ને સોંપે છે.
  4. આમ , CAG જાહેર નાણાં ના સંરક્ષક જેવું કાર્ય કરે છે.
  5. CAG પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ ને સોંપીને પદ ત્યાગ કરી શકે છે.
ચૂંટણી પંચ
  1. અનુચ્છેદ-324માં ચૂંટણી પંચ ની જોગવાઈ છે.
  2. 1993 સુધી ચૂંટણી પંચ એક સભ્યનું બનેલું હતા.
  3. ચૂંટણી કમિશનરને મહાભિયોગ પ્રસ્તાવના આધારે પદ પરથી હટાવી શકાય છે.
ચૂંટણી પંચના મુખ્ય કર્યો.
  1. ચૂંટણી કરવી.
  2. આચારસંહિતા તૈયાર કરવી.
  3. મતદારસૂચિઓ તૈયાર કરવી.
  4. મતદાર ક્ષેત્ર નું સીમાંકન કરવું.
  5. કેન્દ્રીય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,લોકસભા અને વિધાનસભા માં ચૂંટણી કરે છે.
  6. અત્યાર મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા  (2021 થી વર્તમાન ) છે.
એડવોકેટ જનરલ (અનુચ્છેદ-165)
  1. તે રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી છે.
  2. તેમની નિમણુંક રાજ્યપાલ દ્વારા થાય છે તથા તેઓ તેમની ઈચ્છા સુધી પદ પર રહી શકે છે.
  3. તેમનું મુખ્ય કાર્ય રાજ્ય સરકારને કાયદા વિષયક કાર્યોમાં સલાહ આપવાનું છે.
નાણાપંચ
  1. અધ્યક્ષ સહિત 5 સભ્યો હોય છે જેની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
  2. મુખ્ય કાર્ય : કેન્દ્ર-રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી તથા અન્ય નાણાકીય બાબતોની સમીક્ષા નું છે.
  3. રાજ્યના પંચની રચના અનુચ્છેદ-243 (1) દ્વારા થાય છે.
કેન્દ્ર-રાજ્ય સંબંધ
  1. ભારત એક સમવાયીતંત્ર રાજ્ય છે.
  2. બંધારણ ના 7 માં પરિશિષ્ટ માં કેન્દ્ર અને રાજ્યની સતાઓ સંબધિત ત્રણ સૂચિઓ આપેલી છે.
કેન્દ્ર યાદી
  1. આ યાદીમાં 100 વિષયોને ઉલ્લેખ છે.જે રાષ્ટ્રી મહત્વના છે અને જેના પર કાયદો બનાવવોનો એકમાત્ર અધિકાર સંસદનો છે.
  2. રક્ષા ,વિદેશી સંબધો ,અણુશક્તિ ,પ્રસારણ, યુદ્ધ  વગેરે.
રાજ્ય યાદી
  1. યાદીમાં 61 વિષયોનો ઉલ્લેખ છે.જે સ્થાનિક રીતે મહત્વના છે.આ વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર રાજ્યની વિધાનસભા પાસે છે.પરંતુ પરિસ્થિતિમાં સંસદ પણ કાયદો બનાવી શકે છે.
  2. કર,વાહન,વ્યવસાય,સ્ટેમ્પ,ડ્યુટી,ખનન,જમીન,કૃષિ,વન,ભૂમિ, વગેરે.
સમવર્તી સૂચિ
  1. 52 વિષયોનો સમાવેશ થયેલો છે.જેના પર કેન્દ્ર અને રાજ્ય બને કાયદાઓ બનાવી શકે છે.જો બંનેના કાયદા વિરોધાભાસી હોય તો કેન્દ્રે બનાવેલા કાયદા લાગુ હશે.
  2. આ યાદીમાં પણ જે વિષયોનો સમાવેશ થયેલો ન હોય તેના પર કાયદો બનાવવો અધિકાર સંસદનો રહેશે.
  3. કેન્દ્ર-રાજ્ય વિવાદોના ઉપાય માટે ચાર પંચની સ્થપના થઇ હતી.
  4. 1.વહીવટી સુધારણા પંચ 2.રાજમણનાર પંચ 3.ભગવાન શે સમિતિ 4.સરકારીયા પંચ
કટોકટી અંગે ની જોગવાઈ બંધારણ માં ત્રણ પ્રકારની કટોકટી અંગેની જોગવાઈ છે.
  1. 1.રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ-352)
  2. 2.બંધારણીય કટોકટી (અનુચ્છેદ-356)
  3. 3.નાણાકીય કટોકટી (અનુચ્છેદ-360)
રાષ્ટ્રીય કટોકટી
  1. યુદ્ધ,બાહ્ય આક્રમણ તથા દેશમાં સશસ્ત્ર વિદ્રોહ ની પરિસ્થિતિમાં મઁત્રીમંડળ ની લેખિત ભલામણથી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય છે.
  2. રાષ્ટ્રીય કટોકટી વખતે રાજ્ય સરકાર કેન્દ્રીય કારોબારીના પૂર્ણ નિયત્રંણમાં આવી જાય છે.
  3. લોકસભા સામાન્ય બહુમતીથી કટોકટી પરત લેવાની પ્રસ્તાવ પસાર કરે તો રાષ્ટ્રપતિ કટોકટી પરત લે છે.
  4. અનઇચ્છેદ-20,21 સિવાયના મૂળભૂત અધિકારો રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત રાખી શકાય છે.પરંતુ અનુચ્છેદ-19નો અધિકાર સશસ્ત્ર વિદ્રોહ માટે જાહેર થયેલી રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત રાખી શકતો નથી.
રાજ્યમાં બંધારણીય કટોટકી
  1. રાજ્ય બંધારણીય જોગવાઇઓનું પાલન ન કરે અથવા કેન્દ્રીય કારોબારીના નિર્દોશો ની સતત અવમાનના કરે ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રીય રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવે છે.જે મુજબ કેન્દ્ર રાજ્યનો વહીવટ ચલાવે છે.
  2. સો પ્રથમ રાષ્ટ્રપતિ શાસન પંજાબ લાગુ થયું હતું.
નાણાકીય કટોકટી
  1. રાષ્ટ્રપતિ એવું લાગે કે દેશમાં નાણાકીય સ્થિરતા તથા શાખ સામે ખતરો ઉભો થાય છે ત્યારે તે નાણાકીય કટોકટી લગાવી શકે છે.કટોકટી લગાવ્યા પછી બે મહિનામાં તેને સંસદના બને ગૃહોની સ્વીકૃતિ લેવી ફરજીયાત છે.
  2. નાણાકીય કટોકટીના મહત્તમ મરીયાદ અંગે કોઈ જોગવાઈ નથી પરંતુ રાષ્ટ્રપતિ ગમે ત્યારે તેને પરત લઈ શકે છે.
કેટલાક અગત્યના અનુચ્છેદ
  1. અનુચ્છેદ-1 સંઘનું નામ અને તેના પ્રદેશ
  2. અનુચ્છેદ- 2 નવા રાજ્યોનો ભારત સંઘ માં પ્રવેશ અને સ્થાપના.
  3. અનુચ્છેદ-3 નવા રાજ્યની રચના અથવા અસ્તિત્વ ધરાવતા રાજ્યના નામ,સીમા,ક્ષેત્ર માં પરિવર્તન.
  4. અનુચ્છેદ-5: બંધારણના પ્રારંભ નાગરિકત્વ અંગેની જોગવાઈ
  5. અનુચ્છેદ-11 નાગરિકત્વ અંગે સંસદને કાયદો બનાવવાનો અધિકાર.
  6. અનુચ્છેદ-14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ
  7. અનુચ્છેદ16 -જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા.
  8. અનુચ્છેદ-17અસ્પૃશ્યતા નો અંત .
  9. અનુચ્છેદ-19 વાણી,અભિવ્યક્તિ,વિચારની સ્વતંત્રતા .
  10. અનુચ્છેદ-21 જીવન જીવવાની તથા શારીરિક સ્વતંત્રતા સામે રક્ષણ .
  11. અનુચ્છેદ- 24 બાળમજૂરી પર પ્રતિબંધ
  12. અનુચ્છેદ- 25 અત:કરણપૂર્વક ધર્મની માન્યતા,આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા.
  13. અનુચ્છેદ-32બંધારણીય ઇલાજોનો અધિકાર.
  14. અનુચ્છેદ-34 કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પર નિયત્રંણ
  15. અનુચ્છેદ-40 ગ્રામ પંચાયતોની સ્થાપના
  16. અનુચ્છેદ-44સમાન દીવાની કાયદો
  17. અનુચ્છેદ-50 ન્યાયતંત્રથી કારોબારીનું વિભાજન
  18. અનુચ્છેદ-52 ભારતના રાષ્ટ્રપતિ
  19. અનુચ્છેદ-58 રાષ્ટ્રપતિના પદની લાયકાત
  20. અનુચ્છેદ-53સંઘ ની કારોબારી સંબંધી રાષ્ટ્રપતિની શક્તિઓ
  21. અનુચ્છેદ-61 રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતી.
  22. અનુચ્છેદ-63 ભારતના ઉપરાષ્ટ્રપતિ
  23. અનુચ્છેદ-64 ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ.
  24. અનુચ્છેદ-72 રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરવાનો,સજામાં ઘટાડો,મુલતવી રાખવા સંબંધી  અધિકાર.
  25. અનુચ્છેદ-74 મંત્રીમંડળ રાષ્ટ્રપતિને સલાહ તથા મદદ કરશે.
  26. અનુચ્છેદ-79 સંસદની રચના
  27. અનુચ્છેદ-80 રાજ્યસભાની રચના  
  28. અનુચ્છેદ-81 લોકસભાની રચના
  29. અનુચ્છેદ-86 રાષ્ટ્રપતિનો સંસદને સંભંધિત કરવાનો તથા સંદેશો મોકલવાનો અધિકાર.
  30. અનુચ્છેદ106 -સંસદ સભ્યોના પગાર અને બ્ટઠો.
  31. અનુચ્છેદ-108સંસદની સંયુક્ત બેઠક
  32. અનુચ્છેદ-110 નાણાં બિલ અંગેની જોગવાઈ
  33. અનુચ્છેદ-112વાર્ષિક નાણાકીય નિવેદન
  34. અનુચ્છેદ-114 વિનિયોગ વિધેયક
  35. અનુચ્છેદ-123 રાષ્ટ્રપતિને વટહુકમ ભાર પાડવાની સ્ટે.
  36. અનુચ્છેદ-129 સર્વોચ્ચ ન્યાયાલય એ કોર્ટ ઓફ રેકોર્ડ છે.
  37. અનુચ્છેદ- 143 રાષ્ટ્રપતિ ને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર.
  38. અનુચ્છેદ- 148નિંયત્રક અને મહાલેખા પરીક્ષક
  39. અનુચ્છેદ-153 રાજ્યના રાજ્યપાલ
  40. અનુચ્છેદ-169 રાજ્યમાં વિધાન પરિષદોની નાબુદી અથવા રચના
  41. અનુચ્છેદ-165 રાજ્યના એડવોકેટ જનરલ
  42. અનુચ્છેદ-169રાજ્યમાં વિધાન પરિષદોનું સર્જન અથવા વિસર્જન.
  43. અનુચ્છેદ-170 રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન
  44. અનુચ્છેદ-214રાજ્યમાં વળી અદાલતોની વ્યવસ્થા.
  45. અનુચ્છેદ- 226વડી અદાલતો દ્વારા આજ્ઞાપત્રિય અધિકાર.
  46. અનુચ્છેદ-231 બે કે વધુ રહ્યો માટે એક જ વળી અદાલતની સ્થપના
  47. અનુચ્છેદ- 239 કેન્દ્રીયશાસિત પ્રદેશોનો વહીવટ.
  48. અનુચ્છેદ243 -પચાયતીરાજની વ્યાખ્યા.
  49. અનુચ્છેદ-249 રાષ્ટ્રહિતને અસર કરતા પશ્નો સંબંધી જોગવાઈ.
  50. અનુચ્છેદ-263 આંતરરાજ્ય પરિષદ જોગવાઈ.
  51. અનુચ્છેદ-267 આકસ્મિક નિધિ.
  52. અનુચ્છેદ- 280 નાણાં પંચ જોગવાઈ.
  53. અનુચ્છેદ-300 સંપત્તિ ધરાવવાનો કાનૂની અધિકાર.
  54. અનુચ્છેદ-320 જાહેર સેવા પંચના કર્યો.
  55. અનુચ્છેદ-323 (A) વહીવટી ટ્રિબ્યુનલો.
  56. અનુચ્છેદ-330 લોકસભામાં SC/STની બેઠકો પર અનામતોની જોગવાઈ.
  57. અનુચ્છેદ-332 વિધાનસભા SC/STની બેઠકો પર અનામતો ની જોગવાઈ
  58. અનુચ્છેદ-335 SC/ST/OBC ને વિવિધ સેવાઓ અને હોદા પર અનામતની જોગવાઈ.
  59. અનુચ્છેદ-343 સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી.
  60. અનુચ્છેદ-352 રાજ્યની કટોકટીની જોગવાઈ.
  61. અનુચ્છેદ-360 નાણાકીય કટોકટી
  62. અનુચ્છેદ- 368 બંધારણીય સુધારા સંબધિત જોગવાઈઓ.
  63. અનુચ્છેદ-371 ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય સંબંધી ખાસ જોગવાઈઓ.
અન્ય મહત્વપૂર્ણ પદોનો વરિષ્ઠતા ક્રમ
  1. -રાષ્ટ્રપતિ
  2. -ઉપરાષ્ટ્રપતિ
  3. -વડાપ્રધાન
  4. -રાજ્યોના રાજ્યપાલ
  5. -ભૂતપૂર્વ-રાષ્ટ્રપતિ
  6. -ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ,લોકસભાના અધ્યક્ષ
  7. -કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓ,રાજ્યોના મુખ્ય મંત્રી ,ભૂતપૂર્વ વડાપ્રધાન,રાજ્યસભા અને લોકસભામાં વિરોધમાં વિરોધ પક્ષ.
  8. -ભારત રત્ન એવોર્ડથી સન્માનિત વ્યક્તિ.
  9. -ભારત સ્થિત વિદેશોના રાજદૂત સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશો.
  10. -મુખ્ય ચૂંટણી કમિશનર ,(CAG)
  11. -લોકસભાના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના ઉપસભાપતિ,આયોજન પંચના સદસ્યો.
  12. -એટર્ની જનરલ,ઉપરાજ્યપાલ.
  13. -જનરલ અથવા સમકક્ષ રેન્ક ધરાવતા સેનાધ્યક્ષ.
  14. -ભારત સ્થિત વિદેશના અસાધારણ દૂત તથા મંત્રી.
  15. -રાજ્ય વિધાનમંડળના અધ્યક્ષ અને સભાપતિ,વળી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ.
  16. -રાજ્યોના મંત્રીમંડળ સ્તરના મંત્રી,કેન્દ્ર શાષિત પ્રદેશોના મુખ્ય મંત્રી અને દિલ્હીના મુખ્ય કારોબારી કાઉન્સિલર કેન્દ્રના ઉપમંત્રી.
મહત્વપૃર્ણ વ્યક્તિ ઓન માસિક વેતન (રૂપિયા)
  1. રાષ્ટ્રપતિ : 500000
  2. ઉપરાષ્ટ્રપતિ :400000
  3. લોકસભાના અધ્યક્ષ : 125000
  4. રાજ્યપાલ : 350000
  5. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ : 280000
  6. સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશ :250000
  7. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ : 250000
  8. ઉચ્ચ  ન્યાયાલયના અન્ય ન્યાયાધીશો :225000
  9. CAG :90000
  10. મુખ્ય ચૂંટણી કમિશનર :90000
  11. એટર્ની જનરલ : 90000

View More Material

Share