Material Content for ગુજરાતી વ્યાકરણ

ગુજરાતી વ્યાકરણ

 

 

સંધિ
સંધિ એટલે શું ?
  1. બે અથવા વધારે શબ્દ નિયમોને આધીન રહી જોડાતા હોય છે અને સ્વર,વ્યજંન મા જે પરિવર્તન થાય, તેને 'સંધિ'કહે છે.
સંધિના પ્રકાર ત્રણ છે.
  • 1.સ્વર સંધિ
  • 2.વ્યજંન સંધિ
  • 3.વિસર્ગ સંધિ    
સંધિ છોડો
  • 1.ઉજ્જવળ = ઉદ્દ+જવળ
  • 2.વ્યવસ્થા=વિ+અવસ્થા
  • 3.પરિણીતી=પરિ+નીતા
  • 4.અધ્યાન=અધિ+અયન
  • 5.ઉપાધિ=ઉપ+આધિ 
સંધિ જોડો
  • 1.સર્વ+ઉદય=સર્વોદય
  • 2.એક+આકાર=એકાકાર
  • 3.પરિ+આવરણ=પર્યાવરણ
  • 4.રામ+આનંદ=રામાનંદ
  • 5.ઉદ્દ+તેજક=ઉત્તેજક
શબ્દકોશ ક્રમ
  • 1.આપેલા શબ્દ ને પ્રથમ સ્વર ના ક્રમમાં ગોઠવવાના હોય છે.
  • 2.સ્વર બાદ શબ્દ ના ક્રમ ને કક્કાના ક્રમે પ્રમાણે ગોઠવવા ના હોય છે.
  • 3.કક્કા ના ક્રમ બાદ શબ્દ ને બારાક્ષરી ના ક્રમ માં ગોઠવવા ના હોય છે.
  • 4. શબ્દોના પહેલા અક્ષરો સમાન હોય તો ત્યાર બાદ ના અક્ષરો થી ક્રમ ગોઠવવાનો હોય છે.
  • 5.જોડ્યા અક્ષરો વાળા શબ્દો છેલ્લો ક્રમ માં ગોઠવવા.
  1. સ્વર :અ,અં,,આ,આં ,ઈ,ઉ,ઊ,એ,ઔ.
ઉ.દા....
  • 1.જગત,અમર,કમળ,
  • જવાબ:અમર કમળ,જગત
  • 2.મોસમ,નયન,નિબિડ
  • જવાબ:નયન,નિબિડ,મોસમ
  • 3.ટપાલ,ગગન,આઝાદ
  • જવાબ:આઝાદ,ગગન,ટપાલ
જોડણી
  1. નીચેના પૂર્વગો હ્સ્વ હોવાથી તે પર થી બનતા શબ્દોમાં હ્સ્વ 'ઈ' , 'ઉ ' આવે છે.
  2. પૂર્વગો : અતિ ,અધિ,અભી ,પરિ,પ્રતિ ,નિ ,નિ: વગેરે
  3. અતિ - અતિશય
  4. પ્રતિ -પ્રતિનિધિ
  5. વિ-વિમાન
  6. નિ-નિયમ
  7. અભિ-અભિમાન
સામાજિક શબ્દની જોડણી મૂળ પ્રમાણે લખવી
  1. ભૂલ-ચૂક =  ભૂલચૂક
  2. સીતા-રામ = સીતારામ
જોડણી (ઉ.દા )
  • 1.મુક્તિ                                  
  • 2.આકાશ
  • 3.રિસેસ
  • 4.નિયમતી
  • 5.આમંત્રણ
  • 6.જલાલુદીન
  • 7.પ્રદક્ષિણા
  • 8.કવયિત્રી
  • 9.ઉપજ
  • 10.હૂંડી
સંજ્ઞા 
સંજ્ઞા એટલે શું
  1. જગતના સર્વ મૂર્ત-અમૂર્ત પર્દાથોને એક ઓળખ આપીએ છીએ જેને નામ કહીએ છીએ.આ નામસૂચક શબ્દોને વ્યાકરણ ની પરિભાષામાં સંજ્ઞા કહે છે.
સંજ્ઞાના પ્રકાર
  • 1.વ્યક્તિવાચક સંજ્ઞા
  • 2.જાતિવાચક સંજ્ઞા
  • 3.સમુહવાચક સંજ્ઞા
  • 4.દ્રવ્યવાચક સંજ્ઞા
  • 5.ભાવવાચક સંજ્ઞા
1.વ્યક્તિવાચક સંજ્ઞા
  1. જે નામ દ્વારા ફક્ત એકની જ ઓળખ થાય તેવા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
  2. ઉ.દા . ગંગા ,હિમાલય,સાબરમતી  વગેરે
2. જાતિવાચક સંજ્ઞા
  1. જે નામ દ્વારા સમગ્ર જતી સમજાય તે નામને જાતિવાચક સંજ્ઞા કહે છે.
  2. ઉ.દા. નદી, પર્વત, શહેર,વગેરે
3.સમુહવાચક સંજ્ઞા
  1. જે નામની સમૂહ સમજાય તે નામને સમૂહ વાચક સંજ્ઞા કહે છે.આવી સંજ્ઞા હમેશા એકવચનમાં જ હોય છે.
  2. ઉ.દા  ટુકડી,સરઘસ,સભા વગેરે
4.દ્રવ્યવાચક સંજ્ઞા
  1. જે પદાર્થો દ્રવ્ય રૂપે જોવા મળે છે તે નામને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે.
  2. ઉ.દા. ઘઉં ,તેલ,માટી વગેરે
5.ભાવવાચક સંજ્ઞા
  1. જેને જોઈ કે સ્પર્શી ન શકાય જેને રૂપ,રંગ કે આકાર ન હોય,જેને ફક્ત અનુભવી શકાય તેવા નામને ભાવવાચક સંજ્ઞા કહે છે.
  2. ઉ.દા.ગરમી,જીવન-મૃત્યુ,સેવા વગેરે
સમાસ એટલે શું
  1. બે કે તેથી વધુ જોડાઈને એક પદ બને તેને સમસ્તપદ કે સામાસિક પદ કહે છે.તે સમસ્તપદ કે સમાસિકપદને સમાસ કહે છે.
પૂર્વપદ એટલે શું?
  1. સમસ્તપડના પ્રથમ પદને પૂર્વપદ કહે છે.
  2. સીતારામ-પૂર્વપદ
ઉત્તર પદ એટલે શું?
  1. સમસ્તપદ ના અંતિમપદને ઉત્તરપદ કહે છે.
  2. સીતારામ-ઉત્તરપદ
મધ્યમપદ એટલે શું?
  1. સમસ્તપદ ના પૂર્વપદ અને ઉત્તરપદની વચ્છેના પદને મધ્યમપદ કહે છે.
  2. આગગાડી-આગ વડે ચાલતી ગાડી-મધ્યમપદ
વિગ્રહ એટલે શું?
  1. સમાસના પળોને છુટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે.
  2. સીતારામ-સીતા અને રામ
સમાસના પ્રકાર
  • ૧. દ્વન્દ્વ સમાસ:-
  • ૨. તત્પુરુષ સમાસ:-
  • ૩. મધ્યમપદલોપી સમાસ:-
  • ૪. કર્મધાર્ય સમાસ:-
  • ૫. ઉપપદ સમાસ:-
  • ૬. બહુવ્રીહી સમાસ:-
  • ૭. દ્વિગુ સમાસ:-
  • ૮. અવ્યયીભાવ સમાસ:-
 ૧. દ્વન્દ્વ સમાસ:-
  1. દ્વન્દ્વ એટલે જોડકું, બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતાં હોય તેવા પદોના બનેલા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે.
  2. આ સમાસનો વિગ્રહ ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવાં સંયોજકો વડે થાય છે.
ઉ.દા
  • 1.માતા-પિતા = માતા કે પિતા
  • 2.હળવે-હળવે=હળવે અને હળવે

ઉ.દા

  • 1.માતાપિતા
  • 2.હલનચલન
  • 3.રાતદિવસ
૨. તત્પુરુષ સમાસ:-
  1. જ્યારે સમાસના બંને પદો વિભક્તિના પ્રત્યયોથી છૂટાં પડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે.
  2. જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો સબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે.
  3. તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગોણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.
ઉ.દા
  • 1.નંદકુમાર = નંદ નો કુમાર
  • 2.વનવાસ=વનમાં વાસ 
ઉ.દા
  • 1.ભુતળ
  • 2.રામવિજય
  • 3.વાતાવરણ
૩. મધ્યમપદલોપી સમાસ:-
  1. જે સમાસના બે પદોનો વિગ્રહ કરતાં વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમપદલોપી સમાસ બને છે એટલે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે.
ઉ.દા
  • 1.આગગાડી = આગ વડે ચાલતી ગાડી
  • 2.દવાખાનું = દવા મેળવવાનું સ્થળ
ઉ.દા
  • 1.આવકવેરો
  • 2.ઘોડાગાડી
  • 3.દવાખાનું
૪. કર્મધાર્ય સમાસ:-
  1. જે સમાસના બંને પદો વિશેષણ-વિશેષ્ય સબંધથી જોડાયેલાં હોય તેને કર્મધાર્ય સમાસ કહે છે. એટલે કે કર્મધાર્ય સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે.
  2. કર્મધાર્ય સમાસનું પ્રથમપદ વિશેષણ દર્શાવે છે.
ઉ.દા
  • 1.મહાદેવ - મહાન એવા દેવ
  • 2.સત્યનારાયણ - સત્ય એ જ નારાયણ
ઉ.દા
  • 1.દેહલતા
  • 2.પરગામ
  • 3.હરિહર
૫. ઉપપદ સમાસ:-
  1. જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બંને પદ વચ્ચે વિભક્તિ સબંધ હોય તો તેને ઉપપદ સમાસ કહે છે.
  2. આ સમાસ બંને પદો અન્યપદના વિશેષણ તરીકે આવે છે.
ઉ.દા
  • 1.મનોહર = મન ને હરનાર
  • 2.હરામખોર=હરામનું ખાનાર
ઉ.દા
  • 1.સત્યવાદી
  • 2.સુખકર
  • 3.મોહક
૬. બહુવ્રીહી સમાસ:-
  1. જ્યારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ- વિશેષ્ય સબંધ હોય, ઉપનામ-ઉપમેય સબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ- સબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે.
  2. આ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે જેનો, જેની, જેનું, જેનાં, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી જેવાં સર્વનામો વપરાય છે.
ઉ.દા
  • 1.અમૂલ્ય = જેનું મૂલ્ય નથી તે.
  • 2.નિરાશ=જેને આશા નથી તે.
ઉ.દા
  • 1.અમૂલ્ય
  • 2.હતાશ
  • 3.નીલકંઠ
૭. દ્વિગુ સમાસ:-
  1. જ્યારે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય.
  2. સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. એટલે કે પ્રથમ પદ સંખ્યા દર્શાવતું હોય છે.
ઉ.દા
  • 1.ત્રિદેવ = ત્રણ દેવ નો સમૂહ
  • 2.નવરાત્રિ= નવરાત નો સમૂહ
ઉ.દા
  • 1.ત્રિભુવન-
  • 2.ચોમાસું-
  • 3.નવરંગ
૮. અવ્યયીભાવ સમાસ:-
  1. જે સમાસના પ્રથમપદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યયીભાવ સમાસ કહે છે.
  2. આ સમાસના પૂર્વ પદમાં યથા, પ્રતિ, આ, ઉપર, શ, અધો, સ જેવાં અવ્યયો આવે છે.
ઉ.દા
  • 1.પ્રતિક્ષણ- દરેક ક્ષણે
  • આજીવન- જીવન સુધી  
ઉ.દા
  • 1.સવિનય-
  • 2.યથા પૂર્વ
  • 3.આજીવન
અલંકાર
અલંકાર એટલે શું?
  1. મનના ભાવ મનના અંકિત થઇ જાય તેવા વાણીની શોભાવાળા સ્વરૂપને અલંકાર કહે છે.
અલંકારના બે પ્રકાર છે.
  • શબ્દાલંકાર
  • અર્થાલંકાર
શબ્દાલંકાર
  • શબ્દોને આધારે રચતાઃઅલંકારને શબ્દાલંકાર કહેવાય છે.
  • આ અલંકારમાંશબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સોંદર્યમાં વધારો થાય છે.
1. વર્ણાનુપ્રાસ/ વર્ણસગાઈ
  • 'વર્ણ એટલે અક્ષર.
  • પ્રાસ એટલે તાલમેલ
  • એક જ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરભે બે કે તેથી વધારે વખત આવે તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે.
દા.ત. :
  • 1.સાગરે ભાસતી ભવ્ય ભરતી.
  • 2.કાશીમાએ કામ કાઢ્યું.
2. શબ્દાનુપ્રાસ / યમક
  • એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ(શબ્દસમૂહ) અથવા સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો એક કરતા 'વંધારે વખત આવે અને દરેક વખતે તેનો અર્થ જુદો થતો હોય તેવા અલંકારને:શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે.
દા.ત. :
  • 1.જવાની તો જવાની છે.
  • 2.તપેલી તો તપેલી..છે.
3. આંતરપ્રાસ / પ્રાસસાંકળી
  • જયારે પ્રથમ ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અથવા પ્રાસસાંકળી અલંકાર બને છે.
દા.ત. :
  • 1.વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.
  • 2.મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ(ઉચ્છવ, ઉત્સવ).
4. અંત્યાનુપ્રાસ
  • દરેક ચરણને અંતે સરખા ઉચ્ચાર વાળો શબ્દ આવ્યો હોય ત્યારે અંત્યાનુપ્રાસ બને છે.
દા.ત. :
  • 1.જેની જશોદા માવલડી, ચરાવે ગાવલડી.
  • 2.ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા
અર્થાલંકાર
  • શબ્દના અર્થના આધારે ભાષાના સોંદર્યમાં વધારો કરતા અલંકારને અર્થાલંકાર કહેવાય છે.
1. ઉપમાઅલંકાર
  • જયારે કોઈ એક વસ્તુને કોઈ એક ખાસઃ ગુણ કે. બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર:બને. છે.
  • ઉપમા :-જેવો, જેવા, જેવી, શા, શી, શું, શો, માફક, પેઠે, જેમ, સમું, સરખું, સમોવડુ, સમાન, સમાણું, તુલ્ય, સાદૃશ્ય, સરીખું, જેવડું, પ્રમાણ, વત્‌, તેમ, તણા, કેરા, કેરી, કેરું.
દા.ત. :
  • 1.મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
  • 2.ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે!
2. અનન્વયઅલંકાર
  • ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. છેઃઆવા અલંકારને અનન્વય અલંકાર કહેવાય છે.
દા.ત. :
  • 1.ગાંધીજી એટલે ગાંધીજી.
  • 2.માતે મા ને.બીજાવગડાના વા.
3. રૂપકઅલંકાર
  • ઉપમેય અને ઉપમાન એક જ હોય એમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
  • આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે.
  • એક વસ્તુ જ બીજી વસ્તુ છે એમ માની લેવામાં આવે છે.
દા.ત. :
  • 1.ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.
  • 2.બપોર એક મોટું શિકારી કૂતરું છે.
4. વ્યતિરેકઅલંકાર
  • ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
દા.ત. :
  • 1.શિક્ષક એટલે બાપ કરતા પણ વિશેષ.
  • 2.એનુ અંગ કમળથીયે કોમળ છે.
5. ઉત્પ્રેક્ષાઅલંકાર
  • જયારે ઉપમેય અને ઉપમાન બન્ને એકરૂપ છે એવી સંભાંવનણર વ્યંક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
  • આ અલંકારમાં એક વસ્તુ બીજી વસ્તુ હોવાની શંકા કે કલ્પના કવામાં આવે છે.
  • આ અલંકારમાં જાણે, રખે, શકે, ભણે, લાગે, દિસે વગેરે જેવા ઉત્પ્રેહ્વા વાચક શબ્દો આવે છે.
દા.ત. :
  • 1.સાવજ ગરજે ! જાણેઃકો જોગંદર ગરજે.
  • 2.દેવોના ધામ.જેવું હૈયુંજાણે હિમાલય.
6. વ્યાજસ્તુતિઅલંકાર
  1. જયારે દેખિતી રીતે નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થઈ હોય અથવા પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય તેવા અલંકારને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.
દા.ત. :
  • 1.વાહ પહેલવાન! પાપડ તોડી નાખ્યો.
  • 2.દોડવામાં હું હંમેશા પહેલો જ રેહેતો - પાછળથી ગણાતા.
7. શ્લેષઅલંકાર
  1. એક જ વિધાન કે કાવ્ય પંક્તિમાં અનેકાર્થી(દ્રિઅર્થ) શબ્દ પ્રયોજાયો હોય અને તેને લોધે વિધાન કે કાવ્ય પંક્તિના એજ કરતો? વધારે અર્થો થાય તેવા અલંકારને શ્લેષ અલંકાર કહેવાય છે.
દા.ત. :
  • 1.તમે પસંદ કરેલુ પાત્ર પાણી વગરનું છે.
  • 2.રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.
8. સજીવારોપણઅલંકાર
  1. નિર્જીવ અંદર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે.
દા.ત. :
  • 1.પથ્થર થરથર ધ્રૂજે.
  • 2.ગગને સૂરજ ઝોંકા ખાતો, આભ તણી આંખો ઘેરાઈ.
અલંકાર ના પ્રકાર
1.વર્ણાનુપ્રાસ
ઉ.દા:
  • 1.નટવર નીરખ્યા નેં ! તે,...
  • 2.મુખ મલકાવે માવલડી .
2.શબ્દાનુપ્રાસ
ઉ.દા:
  • 1.સંતી ખેદ હતી જોતી વદને વધતો જતો!
  • 2.સુખ થી સુખ, દુ:ખ દુ:ખથી , મનલોચન!એ રીત
3.અત્યાનુપ્રાસ
ઉ.દા:
  • 1.વા વાયો ને નળિયું ખસ્યું,તે દેખીને કૂતરું ભસ્યું.
  • 2.કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.
4.આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ-
ઉદા:-
  • ૧  જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.
  • ૨  વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.
5.ઉપમા અલંકારઃ-
ઉદા:-
  • ૧  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
  • ૨  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
6.રૂપક અલંકારઃ-
ઉદા:-
  • ૧   બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.
  • ૨   ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
7.અનન્વય અલંકારઃ-
ઉદા:-
  • ૧  મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.
  • ૨  હિમાલય એટલે હિમાલય.
8.વ્યતિરેક અલંકારઃ-
ઉદા:-
  • ૧  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.
  • ૨  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !
9.શ્લેષ અલંકારઃ-
ઉદા:-
  • ૧  જવાની તો આખરે જવાની છે.
  • ૨  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.
10.સજીવારોપણ અલંકારઃ-      
ઉદા
  • ૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
  • ૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.
 11.ઉત્પેક્ષા અલંકારઃ-
ઉદા:-
  • ૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.
  • ૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.
12.વ્યાજસ્તુતિ અલંકાર:-
ઉદા:-
  1. મહેશ માયકાંગલો નથી , પાપડતોડ પહેલવાન છે!
  2. આનંદ આળસનો વેરી છે.
છઁદ
છઁદ એટલે શું?
  1. માધુર્ય સર્જવા માટે દરેક પઁક્તિને અક્ષરોના મન અને ગોઠવણ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છઁદ .
લઘુ-ગુરુ અક્ષરો
  1. લઘુ-ગુરુ યાદ રાખવા માટે {ય-માતા-રાજ-ભાનસ-લગા}  સૂત્ર યાદ રાખવું.
  2. U= લઘુ જેના માટે લ વપરાય. .
  3. – = ગુરુ  જેના માટે  ગા વપરાય.
ગણ 1
  1. ય ગણ = U – –   =  લ ગા ગા.
  2. ઉદાહરણ = યશોદા.
ગણ 2
  1. મ ગણ =- – – = ગા ગા ગા
  2. ઉદાહરણ = માતાજી
ગણ 3
  1. ત ગણ = – – U = ગા ગા લ
  2. ઉદાહરણ = તારાજ
ગણ 4
  1. ર ગણ = – U – = ગા લ ગા
  2. ઉદાહરણ = રામજી
ગણ 5
  1. જ ગણ = U – U = લ ગા લ
  2. ઉદાહરણ = જકાત
ગણ 6
  1. ભ ગણ = – U U = ગા લ લ
  2. ઉદાહરણ = ભારત.
ગણ 7
  1. ન ગણ = U U U = લ લ લ
  2. ઉદાહરણ = નયન.
ગણ 8
  1. સ ગણ = U U – = લ લ ગા
  2. ઉદાહરણ = સમતા.
છઁદ ના પ્રકાર
  • 1.અક્ષરમેળ છઁદ
  • 2.માત્રામેળ છઁદ
1.અક્ષરમેળ છઁદ
  1. જે છઁદ માં અક્ષરો ની ગણતરી મુજબના અક્ષરો નો મેળ બેસાડવામાં આવ્યો હોય તે છઁદ ને અક્ષરમેળ છઁદ કહે છે.
 2.માત્રામેળ છઁદ
  1. જે છઁદ માં માત્રા ની ગણતરી મુજબ ના અક્ષરોનો મેળ બેસાડવામાં આવ્યો હોય તે છઁદ ને માત્રામેળ છઁદ કહે છે.
અક્ષરમેળ છઁદ:-
1 ) શિખરિણી છંદ :
  1. અક્ષર 17
  2. બંધારણ ય મ ન સ ભ લ ગા
  3. યતિ : 6 અને 12 અક્ષરે .
ઉદાહરણો
  • 1.પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા .
  • 2.ઉનાળાનો લાંબો દિવસ વહેતો મંથર ગતિ .
(2) મંદાક્રાન્તા છંદ :
  1. અક્ષર 17
  2. બંધારણ મ ભ ન ત ત ગા ગા
  3. યતિ 4 , 10 અક્ષરે .
ઉદાહરણો
  • 1.કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની .
  • 2.ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી .
3 ) પૃથ્વી છંદ :
  1. અક્ષર 17
  2. બંધારણ જ સ જ સ ય લ ગા
  3. યુતિ : 8 કે 9 અક્ષરે .
ઉદાહરણો
  • 1.ધમાલ ન કરો , જરાય નહિ નેન ભીનાં થશો .
  • 2.છે ખુમારી નયનો તણી , ગરવ ઉચ્ચતા ડોકની .
4 ) શાર્દૂલવિક્રીડિત છંદ :
  1. અક્ષર : 19
  2. બંધારણ • મ સ જ સ ત ત ગા
  3. યતિ : 7 , 12 અક્ષરે .
ઉદાહરણો
  • 1.તેના સેવનકાજ સંગ વસવા માટે જવું સર્વથા .
  • 2.ચિંતા અંતરની દઈ દયિતને સંગી થવા ઈચ્છવું .
5 ) સ્ત્રગ્ધરા છંદ :
  1. અક્ષર 21
  2. બંધારણ : મ ૨ ભ ન ય ય ય
  3. યતિ : 7 , 14 અક્ષરે .
ઉદાહરણો
  • 1.ખેલે પ્રીતિપ્રભુતા , અમરકિરણની ઝાંખી મંજુલ થાશે .
  • 2.ઓચિંતો આભ ફાડે – લસલસ વીજળી જીભ ઝુલત્ત ડાચું .
6.મનહર છંદ :
  1. અક્ષર : 31
  2. પંક્તિઓ ચાર : 8. 8. 8. 7 અક્ષરો .
  3. યતિ : 8 , 16 અને 24 અક્ષરે .
ઉદાહરણો
  • 1.ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભૂંડાં , ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે
  • 2.અક્ષર આંધળી દળેને આટો ચાર શ્વાન ચાટી જાય , એ આટો ક્યારેય એને આવશે આહારમાં .
7.અનુષ્ટ્રપ :
  1. ચાર પંક્તિમાં કુલ 8 , 8 , 8 , 8 અક્ષરો
ઉદાહરણો
  • 1.  તંબૂરે તાર તૂટ્યા છે , તૂટ્યો તંબૂર આજ છે ,
  •      મૃત્યુના તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે .
માત્રામેળ છઁદ :-
1. સવૈયા છઁદ :-
  1. 31 કે 32 માત્રા
ઉ.દા
  • 1.ઝેર ગયાને વેર ગયા વળી કાળાકેર ગયા કરનાર.
  • 2.આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરી ચાંદની.
2. ચોપાઈ છઁદ :-
  1. 30 માત્રા - 15 માત્રા એ
ઉ.દા
  • 1.લાંબા જોડે ટૂંકા જાય, મરે નહીં તો માંદો થાય.
  • 2.વાળ થઈને ચીભડાં ગળે,સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
3.હરિગીત છઁદ :-
  1. 28 માત્રા
ઉ.દા :-
  • 1.આ પ્રેમ પરિવારમાં ના ' તા મરણ પણ મિષ્ટ છે.
  • 2.ભૂલો ભલે બીજું બધું માં-બાપને ભૂલશો નહીં.
4.દોહરો છઁદ :-
  1. 24 માત્રા
ઉ.દા :-
  • 1.દીપકના બે દીકરા,કાજળને અજવાશ,
  • એક કપૂત કાળું કરે,બીજો દીયે પ્રકાશ .
  • 2.ઓ ઈશ્વર ભજીયે તુને,મોટું છે તું જ નામ,
  • ગુણ તારા નિત ગાઈએ,થાય અમારા કામ

અન્ય છઁદ

છઁદ નું નામ

અક્ષર

ઇન્દ્રવજ્રા છઁદ

11

ઉપેન્દ્રવજ્રા છઁદ

11

ઉપજાતિ છઁદ

બે-પઁક્તિ

ભુજંગી છઁદ

12

તોટક છઁદ

12

વશસ્થ છઁદ

12

વસંતતિલકા છઁદ

14

માલિની છઁદ

15

હરિણી છઁદ

17

  • ઝૂલણા છઁદ માત્રા મેળ છે.જેની 37 માત્રા છે.
કૃદંત
કૃદંત એટલે શું?
  1. કાળ,લિંગ અને વચનના પ્રત્યય લાગવા છતાં ને ક્રિયાપદ ન બનવા છતાં ક્રિયાના વિવિધ સ્વરૂપ દર્શાવનાર પદને કૃદંત કહે છે.
પ્રકાર
  • 1.વર્તમાન કૃદંત
  • 2.ભૂત કૃદંત
  • ભવિષ્ય કૃદંત
  • 4.વિધ્યર્થ કૃદંત
  • 5.હેત્વર્થ કૃદંત
  • 6.સઁબઁધક ભૂત કૃદંત
 1.વર્તમાન કૃદંત
  1. વર્તમાન કાળ દર્શવનાર કૃદંત એટલે કે ચાલુ કે વર્તમાન ની ક્રિયા દર્શાવે છે.
  2. પ્રત્યય : તો,તી,તું,તા.
ઉ.દા :-
  • 1.મને બોલતા માણસ ગમે છે.
  • 2.ગમતી વાત કરો.
2.ભૂત કૃદંત
  1. ભૂતકાળ દર્શવનારું કૃદંત એટલે કે પુરી થઇ ગયેલી કે ભૂતકાળની ક્રિયાને દર્શાવે છે.
ઉ.દા :-
  • 1.ભૂખ્યો બ્રાહ્મણ ગુસ્સે થયો.
  • 2.ભણેલો ભૂખે ના મરે.
3.ભવિષ્ય કૃદંત
  1. ભવિષ્ય કાળને દર્શાવનારું કૃદંત એટલે કે થનારી કે ભવિષ્ય ની ક્રિયા દર્શાવે છે.
  2. પ્રત્યય :- નાર,નારી,નારુ,નારા.
ઉ.દા:-
  • 1.દોડનાર સ્પર્ધક મેદાન પર આવ્યો જ નહિ .
  • 2.મુંબઈ જનારી ટ્રેન ઉપડી ગઈ.
4.વિધ્યર્થ કે સામાન્ય કૃદંત
  1. કોઈ વિશેષ કાળને અર્થ માં નહીં પરંતુ ત્રણેય કાળને સમાન રીતે લાગુ પડે છે.જો સંજ્ઞા સ્વરૂપે આવે તો ક્રિયા નો ભાવ દર્શાવે છે.ક્રિયા સ્વરૂપે આવે તો ક્રિયા ની રીત દર્શવે છે.
  2. પ્રતેયય :-વો,વી,વું,વાના,વાની,વાનો,વાનું.
ઉ.દા
  • 1.આ ગ્રન્થ મારે વાંચવો છે.
  • 2.બોલવાના શ્લોક મોઢે કરો.
5.હેત્વર્થ કૃદંત
  1. હેતુ કે પ્રયોજન દર્શાવનારું કૃદંત એટલે કે ક્રિયા પાછળનું કારણ દર્શવે છે.
  2. પ્રત્યય :- વા ,વાને.
ઉ.દા :-
  • 1.આ પુસ્તક મારે વાંચવા જોઈએ છે.
  • 2.તેની પાસે રહેવા ઘર નથી.
6.સઁબઁધક ભૂત કૃદંત
  1. અગાઉ થઇ ગયેલી કે ભૂતકાળ ની ક્રિયા સાથેનો સઁબઁધ દર્શાવનારું કૃદંત:
  2. પ્રત્યય :ઈ,ઈને.
ઉ.દા :-
  • 1.અમે જમીને ફરવા ગયા.
  • 2.બાએ મંદિર જઈ દર્શન કર્યા.
કૃદંતરૂપો તારવી પ્રકાર જણાવો.
  • 1.એ મફતમાં ખાતા નથી - વર્તમાન કૃદંત
  • 2.તું ખાવાનું મોકલનાર કોણ ? - ભવિષ્ય કૃદંત
  • 3.રશ્મિ બોલતા થાકતી નથી.- વર્તમાન કૃદંત
  • 4.નજક આંખે નીરખે થનાર ને - ભવિષ્ય કૃદંત
  • 5.લઇ જઈ ને પ્રિય વૃક્ષ ની સમી - સઁબઁધક કૃદંત
  • 6.મેં બધું વાળીને સાફ કર્યું.- સઁબઁધ ભૂત કૃદંત
  • 7.હું જક્ષણી માતાના દર્શન કરવા આવું.-હેત્વર્થ કૃદંત
  • 8.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું.-વર્તમાન કૃદંત
  • 9.નસીબ દોડતું રહે તો વટ પડતો રહે છે.-વર્તમાન કૃદંત
  • 10.લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.-સામાન્ય કૃદંત
  • 11.તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન એક કરતા વધારે કર્યો હતો.- વિધ્યર્થ કૃદંત
  • 12.ટાઈમટેબલ પ્રમાણે ચાલવાને હું બંધાયેલો છું.-હેત્વર્થ કૃદંત
નિપાત
નિપાત એટલે શું?
  1. વાક્યમાં આવીને ભાર,સીમા,મર્યાદા,વિનય,વિવેક જેવા ભાવ વ્યક્ત કરતા પદને નીપાત કહે છે.
નિપાત ના પ્રકાર.
  • 1.ભારવાચક નિપાત
  • 2.સીમાવાચક નિપાત
  • 3.આદર કે વિનયવાચક નિપાત
  • 4.પ્રકીર્ણ/લટકણિયાંવાચક નિપાત
 1.ભારવાચક નિપાત
  1. જે પદ વાક્યમાં ભારવાહી અર્થ ઉપજાવે તે પદને ભારવાચક નિપાત કહે છે.
  2. નિપાત:-જ,ય,તો,પણ,સીખ્ખે
ઉ.દા .
  • 1.આ કામ તમારે જ કરવાનું છે.
  • 2.મીનાય ફરવા જશે.
2.સીમાવાચક નિપાત
  1. જે પદ વાક્યમાં સીમા મર્યાદાનો અર્થ દર્શાવે તે પદને સીમાવાચક નિપાત કહે છે.
  2. નિપાત - ફક્ત,કેવળ,સેવા,છેક.
ઉ.દા
  • 1.આ વાત ફક્ત તમને કહું છું.
  • 2.હરિયો સાવ ભૂલકણો છે.
3.આદર કે વિનયવાચક નિપાત
  1. જેમાં વિનય,વિવેક,મન-મોભો કે આદરનો અર્થ દર્શાવતો હોય તેવા નિપાતને વિનય કે આદરવાચક નિપાત કહે છે.
  2. નિપાત-જી
ઉ.દા:-
  • 1.તમે મારે ઘેર પધારજો
  • 2.ગુરુજીને નમસ્કાર
4.પ્રકીર્ણ/લટકણિયાંવાચક નિપાત
  1. કોઈ જરૂર વિના એમ જ પ્રયોજાતા અને વાક્યના અંતે આવતા પદને પ્રકીર્ણ કે લટકણિયાંવાચક નિપાત કહે છે.
  2. નિપાત - ને,કે,કેમ
ઉ.દા:-
  • 1.તમે મારી વાત માનશો ને?
  • 2.થોડીક ચા લેશો કે?
વિશેષણ
વિશેષણ એટલે શું?
  1. નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહે છે.
વિશેષણ ના મુખ્ય ત્રણ પ્રકાર છે.
  • 1.પરિમાણવાચક વિશેષણ
  • 2.ગુણવાચક વિશેષણ
  • 3.સંખ્યાવાચક વિશેષણ
1.ગુણવાચક વિશેષણ
  1. ગુણવાચક વિશેષણ: વિશેષ્યનો ગુણ બતાવનાર શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે. અથવા નામના ગુણ બતાવનાર શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે.
ઉદા:
  • 1.મને રંગીન ફૂલ ગમે છે.
  • 2.જાડો માણસ દોડી ન શકે.
2.સંખ્યાવાચક વિશેષણ
  1. સંખ્યાવાચક વિશેષણ: જે વિશેષણ વિશેષ્યની સંખ્યા દર્શાવે છે, તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે.
 ઉદા:
  • 1.અમારા ક્લાસમાં પચાસ વિધાર્થીઓ છે.
  • 2.ક્રિશીવે પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું.
3.પરિમાણવાચક વિશેષણ
  1. એક માપ છે તેથી તેને ગણી શકાતું નથી.
  2. સુચક શબ્દો: વિશાળ, અગમ્ય, મણ, પ્યાલો, ખોબો, અતિશય, અઢળક, ઘણું, અધિક, અનહદ વગેરે માપવાચક વિશેષણ સુચવે છે.
 ઉદા:
  • 1.તપેલીમાં ઘણું દૂધ છે.
  • 2.નદીમાં થોડું પાણી આવ્યું.
4.પ્રશ્નવાચક વિશેષણ
  1. પ્રશ્નવાચક વિશેષણ: જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે.
  2. સુચક શબ્દો: કોણ, કોણે, શું, કોના, કયાં, કેવી રીતે, શેનો, કયારે કેવી, કેટલું, કર્યું, વગેરે જેવા શબ્દો પ્રશ્નવાચક વિશેષણ સૂચવે છે.
  3. પ્રશ્નવાચક વિશેષણમાં પ્રશ્નાર્થ ચિહ્ન હશે.
 ઉદા:
  • 1.કોણ આવ્યું હતું?
  • 2.રામાયણ કોણે લખ્યું છે?
5..સ્વાદવાચક વિશેષણ
  1. સ્વાદવાચક વિશેષણ: જેમાં સ્વાદ વિશેનો અર્થ દર્શાવ્યો હોય તેને સ્વાદવાચક વિશેષણ કહે છે.
 ઉદા:
  • 1.મીરાંને સંસાર ખારો લાગ્યો.
  • 2.ગોડ વિના મોરો કંસાર
6..રંગવાચક વિશેષણ
  1. રંગવાચક વિશેષણ: જે વિશેષણના રંગનો ગુણધર્મ દર્શાવતું હોય તેને રંગવાચક વિશેષણ કહે છે.
 ઉદા:
  • 1.શ્યામ રંગબેરંગી પતંગ ઉડી રહ્યો છે.
  • 2.ટમેટા લાલ છે.
7..આકારવાચક વિશેષણ
  1. આકારવાચક વિશેષણ: જેમાં આકાર અંગેનો વિશેષ ગુણ દર્શાવવામાં આવેલ હોય તેને આકારવાચક વિશેષણ કહે છે.
 ઉદા:
  • 1.અમે ત્રિકોણ બાગ મા ફરવા ગયા.
  • 2.ગોળ ટેબલ પર બેસી વાંચ્યું.
8..કદવાચક વિશેષણ
  1. કદવાચક વિશેષણ: જેમાં વિશેષણના કદ વિશેની માહિતી આપેલ હોય તેને કદવાચક વિશેષણ કહેવાય.
 ઉદા:
  • 1.જેટલું કામ કરશો તેટલું ફળ મળશે.
  • 2.કેટલું કામ બાકી છે?
9..સાર્વનામિક વિશેષણ
  1. સાર્વનામિક વિશેષણ: સર્વનામ વિશેષણ તરીકે પ્રયોજાયું હોય તેને સાર્વનામિક વિશેષણ કહે છે.
 ઉદા:
  • 1.આ સાંભળીને ખલીફાને એ લોભી દરબારીઓ વિશે દુઃખ થયું.
  • 2.આ કોઈ શાણો માણસ જણાય છે.
10.કર્તુવાચક વિશેષણ
  1. જેમાં ક્રિયાનો વિશેષ ગન દર્શાવ્યો હોય તેને કર્તુવાચક વિશેષણ કહે છે.
ઉ.દા
  • 1.ખાડો ખોદનાર ખુદ પડે.
  • 2.ગીત ગાનાર ગીત ગાય.
11.સાર્દશ્યવાચક વિશેષણ
  1. જે પદ વાક્યમાં દ્રશ્યનો અર્થ ઉમેરે તે પદને સાર્દશ્યવાચક વિશેષણ કહે છે.
ઉ.દા
  • 1.તે માણસ પાગલ છે.
  • 2.આ કામ પુરુ કરો.
સર્વનામ
સર્વનામ એટલે શું
સર્વનામ ની વ્યાખ્યા:
  1. નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે.
  2. સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે.
  3. જ્યારે વાક્યમાં કોઈ એક જ વ્યક્તિ વિશે વાત કરવી હોય ત્યારે સર્વનામ ઉપયોગી થાય છે.
  4. સર્વનામ કર્તા અને કર્મ તરીકે આવતું હોય છે.
  5. ટૂંકમાં નામની જગ્યાએ જે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહે છે.
  6. જેમ કે હું, તમે, તે, આ, તેઓ, જે વગેરે પદો કોઈને કોઈ નામના બદલામાં વાકયામાં વપરાય છે.
સર્વનામના પ્રકારો
  • 1.પુરુષવાચક સર્વનામ
  • 2.દર્શક સર્વનામ
  • 3.પ્રશ્નવાચક સર્વનામ
  • 4.સ્વવાચક / નિજવાચક સર્વનામ
  • 5.સાપેક્ષ / સંબંધી સર્વનામ
  • 6.અનિશ્ચિત સર્વનામ
  • 7.અન્યોન્યવાચક સર્વનામ
1.પુરુષવાચક સર્વનામ
  1. વ્યાખ્યા: જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છેં.
ઉ.દા .
  1. હું આવવાનો છું.
  2. આપણે સાથે જઈશું.
2.દર્શક સર્વનામ
  1. વ્યાખ્યા: કોઈપણ પાસેની કે દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા જે સર્વનામ વપરાય છે તેને દર્શક સર્વનામ કહે છે. જેમ કે “આ, એ, તે, પેલું” એ દર્શક સર્વનામ છે. નજીકના કે પ્રત્યક્ષ પદાર્થના નામ માટે ‘આ’ કે ‘એ’ અને દૂરના કે પરોક્ષ પદાર્થના નામ માટે ‘પેલું’ અહીં વપરાય છે. અને ‘એ’ કરતાં ‘આ’ વધારે નજીકના પદાર્થ માટે વપરાય છે.
ઉ.દા .
  1. આ રહ્યા ગુજરાતના એક આદર્શ શિક્ષક.
  2. એ હમણાં જ આવશે.
3.પ્રશ્નવાચક સર્વનામ
  1. વ્યાખ્યા: નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય છે તેને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. જેમ કે ‘કોણ, શું, કયું’ વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે.
ઉ.દા .
  1. તમારે શું ખાવું છે?
  2. તમે ક્યા ધોરણમાં ભણો છો?
4.સ્વવાચક કે નિજવાચક સર્વનામ
  1. વ્યાખ્યા: જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવે છે અને તેની પોતાની ઓળખ કરાવે છે તેને સ્વવાચક અથવા તો નિજવાચક સર્વનામ કહે છે. જેમ કે પોતે, ખુદ, જાતે’ જેવા સ્વવાચક સર્વનામ છે.
  2. આ સર્વનામ પોતાપણાનો નિર્દેશ કરે છે.
ઉ.દા .
    1. હું ખુદ ત્યાં આવવાનો છું.
    2. તમે જાતે જ આ કામ કરજો.
5.સાપેક્ષ અથવા સંબંધી સર્વનામ
  1. વ્યાખ્યા: જે સર્વનામને બીજા શબ્દની જરૂર રહે છે, એટલે કે જેની પછી બીજો કોઈ શબ્દ વાપરવો જ પડે તો તેવા સર્વનામને સાપેક્ષ અથવા સંબંધી સર્વનામ કહે છે. જેમકે ‘જ્યારે-ત્યારે’, ‘જે-તે’. ‘જેવુ-તેવું’ વગેરે.
ઉ.દા .
  1. જેવું કરશો તેવું પામશો.
  2. જે મહેનત કરશે તે સફળ થશે.
6.અનિશ્ચિત સર્વનામ
  1. વ્યાખ્યા: જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સ્પષ્ટ થતો નથી અર્થાત્ જેનો નિર્દેશ અનિશ્ચિત રહે છે, તેને અનિશ્ચિત સર્વનામ કહે છે. જેવા કે ‘કઈક, કોઈ, કાંઈક, અમુક, દરેક,પ્રત્યેક, સહુ, સર્વ, બધુ, બીજું’ વગેરે અનિશ્ચિતવાચક સર્વનામ છે.
ઉ.દા .
  1. કેટલાક બાળકો ત્યાં ઊભા હતા.
  2. બીજું તમારે શું કહેવું છે?
7.અન્યોન્યવાચક સર્વનામ
  1. જે સર્વનામ એકબીજા વચ્છેનો એટલે કે પરસ્પરનો અર્થ દર્શવે છે તેને અન્યોન્યવાચક સર્વનામ કહે છે.
ઉ.દા
  • 1.આપણે પરસ્પર મદદ કરવી જોઈએ.
  • 2.તમે એકમેકને સહકાર આપો.
ક્રિયા વિશેષણ
ક્રિયાવિશેષણ એટલે શું?
  1. વિશેષણ એટલે વિશેષતા લાવનાર પદ.ક્રિયા વિશેષણ એ ક્રિયાપદ ના અર્થ માં વધારો લાવનારું પદ છે, જે પદ ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો સમય, કે ક્રિયાનું સ્થળ દર્શાવે છે.
ક્રિયાવિશેષણ ના પ્રકારો
 કુલ આઠ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
  • 1.રીતિદર્શક ક્રિયાવિશેષણ
  • 2.સ્થળદર્શક ક્રિયાવિશેષણ
  • 3.સમયદર્શક ક્રિયાવિશેષણ
  • 4.હેતુદર્શક ક્રિયાવિશેષણ
  • 5.ક્રમવાચક ક્રિયાવિશેષણ
  • 6.સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ
  • 7.પ્રમાણદર્શક કે પરિણામદર્શક ક્રિયાવિશેષણ
  • 8.અભિગમદર્શક ક્રિયાવિશેષણ
1.રીતિદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયા ની રીત ને દર્શાવે તેને રીતિદર્શક ક્રિયાવિશેષણ કહે છે.
  2. (આમ, તેમ, કેમ, જેમ-તેમ, ફટાફટ, એકદમ, જલદી, ગુપચુપ,માંડ, અડોઅડ, પડ્યો, તરત, તરતોતરત વગેરે)
ઉ.દા
  • 1.જીવરામ ભટ્ટ ધીરેથી બોલ્યા
  • 2.ખરેખર તો આખો પાઠ મને મોઢે થઇ ગયો.
2.સ્થળદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયા ના સ્થળ ને દર્શાવે તેને સ્થળદર્શક ક્રિયાવિશેષણ કહે છે.
  2. (અહી, તહી, અધવચ, ઉગમણા, જ્યાં, ત્યાં, પાસે, નજીક, આસપાસ, દૂર, હેઠે વગેરે…)
ઉ.દા
  • 1.નીચે જાઓ બ તમારી રાહ જુએ છે.
  • 2.ખરેખર તે છોકરી ઉપર બેઠો છે.
3.સમયદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયા ના સમય ને દર્શાવે તેને સમયદર્શક ક્રિયાવિશેષણ કહે છે.
  2. (હવે, હાલ, અત્યારે, ક્યારે, હમણાં, સદા, અવારનવાર, વારંવાર, કદાપિ, નિરંતર, ઝટ વગેરે..)
ઉ.દા:-
  • 1.ઇચ્છા હોય ત્યાં સુધી આવો.
  • 2.ગાડી ક્યારેક મોડી આવે છે.
4.હેતુદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયાનો હેતુ કે કારણ ને દર્શાવે તેને હેતુદર્શક ક્રિયાવિશેષણ કહે છે.
  2. (કેમ, શામાટે, શા વાસ્તે શબ્દો ના આધારે હેતુદર્શક ક્રિયા વિશેષણ નો ખ્યાલ આવે છે.)
ઉ.દા:-
  • 1.ત્યાં મજૂરી કરવા માટે મારા પિતાજી ગયા.
  • 2.મારો મિત્ર મારા સંકલ્પ ની મજાક ઉડાડવા લાગ્યો.
5.ક્રમવાચક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયાનો ક્રમ દર્શાવે તેને ક્રમવાચક ક્રિયાવિશેષણ કહે છે.
  2. (પૂર્વ, અગાઉ, પાછળ, પછી, પહેલા, વગેરે)
ઉ.દા:-
  • 1.એનું વાક્ય પૂરું થાય એ પહેલા હું સમજી ગયો.
  • 2.તે આગળ આવ્યા, ગાડી આગળ ચાલી.
6.સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયાની સંભાવના દર્શાવે તેને સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ કહે છે.
ઉ.દા:-
  • 1.તે કામ વગર ભાગ્યેજ બોલે છે.
  • 2.આજે કદાચ વરસાદ આવશે.
7.પરિણામ કે પ્રમાણદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્યો માં ક્રિયાનું પરિણામ કે પ્રમાણ દર્શાવે તેને પરિણામ કે પ્રમાણદર્શક ક્રિયાવિશેષણ કહે છે.
  2. (ખુબ, જરા, લગાર, બસ, તદ્દન, છેક, અતિશય, અત્યંત વગેરે)
ઉ.દા:-
  • 1.મને આર્ય સાથે વધુ ફાવશે.
  • 2.વેદ ને કાજુ બહુ ભાવે છે.
8.અભિગમદર્શક ક્રિયાવિશેષણ
  1. જે પદ વાક્ય માં ક્રિયાનો ણકાર કે નિશ્ચય દર્શાવે તેને અભિગમદર્શક ક્રિયાવિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
  2. (ખરેખર, સાચ્ચેજ, નિસંદેહ)
ઉ.દા:-
  • 1.જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ અમને.
  • 2.મને કદી દૂખ પાડવાનું નથી.
કહેવતો અને તેના અર્થો
  1. કહેવતો એટલે સાદી રીતે કહીએ તો કહેલી વાત અથવા કથન કે લોકો દ્વારા બોલવામાં આવતી વાચા. કવિ નર્મદ કહેવત વિષે જણાવે છે કે ‘પરંપરા થી લોકોમાં કહેવાતું બોધરૂપ, દ્રષ્ટાંતરૂપ વાક્ય, ડાહ્યા માણસો, અનુભવી માણસો દ્વારા જે વચન કહેવાય ગયા છે તે જ કહેવત’.
  2. કહેવત કોને કહી કોને સૌપ્રથમ લખી તેના વિષે ની કોઈ માહિતી નથી પરંતુ એમ કહી શકાય કે અગાઉ ના સમય માં બની ગયેલા કોઈ પ્રસંગ માં થી અથવા વડવાઓ દ્વારા અથવા સુજ સમજણવાળા માણસો દ્વારા કહેલી વાર્તાલાપ માં થી કહેવત નો જન્મ થયો હોય તેમ કહી શકાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કહેવત એટલે પ્રજા નું ઘૂંટાયેલું ભાષાબદ્ધ થયેલી અનુભવવાણી.
 કહેવતો:-
  • 1.અતિ લોભ તે પાપનું મૂળ - વધુ પડતું લોભ પાપ ને આમંત્રણ આપે છે
  • 2.લોભને થોભ ન હોય - લોભ કરનાર વ્યક્તિ અટકતો નથી
  • 3.લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે - વધુ પડતો લોભ કરનાર વ્યક્તિ ને છેતરનારા મળી જ રહે છે
  • 4.રાજા કરે રાજ્ય અને પ્રજા સુખી - રાજા સારું કાર્ય કરે તો પ્રજા સુખી રહે છે
  • 5.ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? - એક બીજા ની તુલના ના થઇ શકે તેવું
  • 6.. પારકા કજિયા ઉછીના ન લેવાય - બીજા ના ઝઘડા માં ના પડાય
  • 7.. પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય - બીજા ને સલાહ શિખામણ આપવા માટે લોકો હમેંશા તૈયાર હોય છે
  • 8. પારકી પીડા કોણ જાણે? - પારકા ની વ્યથા કોઈક જ જાણી શકે
  • 9. ચીભડાના ચોરને ફાંસીની સજા - નાના ગુણ ની મોટી સજા મળવી
  • 10. ચોર કોટવાલને દંડે - ગુનો કરનાર વ્યક્તિ સામે વળી વ્યક્તિ ને દોષિત જાહેર કરે
  • 11. ચોર પણ ચાર ઘર છોડે - ચોર પણ આજુબાજુ ના ઘર માં ચોરી ના કરે
  • 12.પાપ છાપરે ચડીને પોકાર - ખોટું કાર્ય ક્યારેય પણ છૂપું રહેતું નથી
  • 13. પાપ કરતાં પાછું જોવું - પાપ કરતી સમયે શું થશે તેનો વિચાર કરવો
  • 14.ધર્મ કરતાં ધાડ પડી - સારું કરવા જતા નુકસાન થવું
  • 15. ધર્મ ધક્કો - કોઈ ફાયદા વિના નો ધક્કો થવો
  • 16.. ગ્રહણ ટાણે સાપ નીકળવો - મુખ્ય સમયે સમસ્યા આવવી.
  • 17. સાપને ઘેર પરોણો સાપ - એક ભૂખ્યો બીજા ભૂખ્યા ને શું જમાડે?
  • 18.આંગળી આપતાં પહોંચે વળગવું - જરાક આવકાર આપતા પૂરું લઇ લેવું
  • 19. આંગળીથી નખ વેગળા જ રહે -પારકા કોઈ દિવસ પોતાના ન થાય
  • 20.રાત ઓછી ને વેશ ઝાઝા - સમય ઓછો હોય અને કામ વધુ હોય
રૂઢિપ્રયોગ અને તેનો અર્થ
રૂઢિપ્રયોગ એટલે શું?
  1. ઘણા શબ્દસમૂહ તેના મૂળ કે દેખાતા અર્થમાં ન વપરાતા વિશિષ્ટ અર્થમાં વપરાય છે. આવા પરંપરાથી પ્રચલિત,રૂઢ,બનેલા તળપદા શબ્દ ગુચ્છાને રૂઢિપ્રયોગ કહે છે.
રૂઢિપ્રયોગ એટલે
  1. સામાન્ય વ્યહારની વાતચીત ને સચોટ બનાવવાના જુદા-જુદા ભાષકીય સાધનો મનુ એક સાધન.
મૂળ અર્થથી જુદા અર્થમાં રૂઢ થઇ ગયેલા શબ્દ પ્રયોગો
ઉ.દા:
  1. મરચું ખાસો તો પેટમાં બળશે - સામાન્ય અથવા મૂળ અર્થ.
રૂઢિપ્રયોગ અર્થ સાથે
  • 1.આડ ચડાવવું - આરોપ મૂકવું
  • 2.ઓછું આવવું-સુખ દુઃખ સહન કરવા
  • 3.માંડી વાળવું - જતું કરવું
  • 4.જીવતર ધૂળ હોવું.- જીવન વ્યર્થ હોવું.
  • 5.હાથ કાળા કરવા - કલંક લાગે તેવા કર્યા કરવા
  • 6.ધૂળ કાઢી નાખવી - ખુબ ઠપકો આપવો.
  • 7.પાણી દર્શાવવું - બરબાદ કરી નાખવું
  • 8.ગડ ન બેસવી - સમજમાં ન ઉતરવું
  • 9.પેટે કતાર નાખવી-આપઘાત કરવો.
  • 10.હીસાવ ચૂકવી દેવો-વેરનો બદલો લેવો.
  • 11.પેટમાં પેપ હોવું.- મનમાં કપટ હોવું.
  • 12.દિલની બાદશાહ - અત્યંત ઉદાર
  • 13.નેવે મૂકવું-વિસરી મૂકવું
  • 14.પરસેવાનો પેસો - મહેનતની કમાઈ
  • 15.મોંઘુ થવું-મન માંગવું
શબ્દસમૂહ માટે એક શબ્દ
શબ્દસમૂહ એટેલ શું?
  1. ભાષામાં લખવા તથા બોલવામાં લાઘવ લાવવા વપરાતો શબ્દ એટલે સામયિક શબ્દ અને પારિભાષિક શબ્દ તેજ શબ્દસમૂહ માટે એક શબ્દ
  2. શબ્દસમૂહ માટે એક શબ્દ મૂકીને ભાષા માં કર કસર દ્વારા અભિવ્યક્તિ ને સચોટ બનાવી શકીએ છીએ.
  • 1.એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર- અનુસર્જક
  • 2.જેના સ્પર્શથી લોઢાનું સોનામાં રૂપાંતર થવાનું મનાય છે તે મણિ- પારસમણિ
  • 3.પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી, લોજ
  • 4.જે વશમાં નથી તે- વિવશ
  • 5.સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો માનવી જે નામથી ઓળખાય છે તે- આદમ
  • 6.પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી- ખંડિતા
  • 7.રથથી અલગ થયેલો યોદ્ધો- વિરથી
  • 8.ઘી પીરસવા માટેનું વાસણ- વાઢી
  • 9.શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો- કાઠું
  • 10 ઘોડાની પીઠ પર નાંખવાનો સામાન- પલાણ
  • 11.કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ- પશ્ચાતાપ
  • 12.ઈસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં પાંચ પાંચ વાર કરવામાં આવતી બંદગી- નમાજ
  • 13.ખાળનું મેલું પાણી જેમાં ભેગું થાય તે ખાડો- ખાળકૂંડી
  • 14.જ્યાં એક કરતાં વધારે નદીઓ ભેગી થતી હોય તે સ્થળ- સંગમસ્થાન
  • 15.જાતે સેવા આપનાર- સ્વયંસેવક
સમાનાર્થી
સમાનાર્થી શબ્દો કોને કહેવાય?
  1. એક સરખા અર્થવાળા શબ્દો "સમાનાર્થી "શબ્દો કહેવાય છે.જોકે,અર્થની દ્રષ્ટિએ એમાં થોડો ઘણો તફાવત નો રહેવાનો જ.
  • 1.ઈનામ                -પારિતોષિક, પુરસ્કાર
  • 2.અગ્નિ                -અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
  • 3.અખિલ            -આખુ, બઘુ, સળંગઘ સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
  • 4.અચલ                   -દ્રઢ, સ્થિર, અવિકારી
  • 5.અમૃત                 -અમી, પીયુષ, સુઘા
  • 6.અનિલ               -૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
  • 7.અર્વાચીન          -આઘુનિક
  • 8.અવાજ               -સાદ, શોર, ઘોંઘાટ, ઘ્વનિ, નાદ, સ્વર
  • 9.ઇશ્વર                   -પ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
  • 10.ઉ૫વન               -ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
  • 11.કમળ                -પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
  • 12.કિરણ               -રશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
  • 13.કાવ્ય                -કવિતા, ૫દબંઘ, ૫દ્ય
  • 14.કોયલ               -કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
  • 15.ગરીબ              -દીન, નિર્ઘન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
વિરુદ્ધાથીં શબ્દો
વિરુદ્ધાથીં શબ્દો એટલે શું?
  1. એક અથવા વધુ શબ્દો નો અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેને વિરુદ્ધાર્થી શબ્દો કહેવામાં આવે છે.
  • 1.કડવું x મીઠું
  • 2.જીવન x મૃત્યુ
  • 3.દશ્ય x અદશ્ય
  • 4.ગામડિયું x શહેરી
  • 5.જીવંત x મૃત
  • 6.આઘાત x પ્રત્યાઘાત
  • 7.નિર્ભય x ભયભીત
  • 8.પરવા x લાપરવા
  • 9.ખરાબ x સારુ
  • 10.આહાર x વિહાર
  • 11.તાણો x વાણો
  • 12.અવર x જવર
  • 13.ક્રમિક x વ્યુત્કર્મ
  • 14.ગરમી x ઠંડી
  • 15.અભદ્ર x ભદ્ર
તળપદા શબ્દ
તળપદા શબ્દ એટલે શું?
  1. તળપદા શબ્દો એ શુદ્ધ શબ્દો નું અશુદ્ધ સ્વરૂપ છે. કેટલાક શબ્દો એવ હોય છે જે વિવિધ પ્રાંત ની વિભિન્ન બોલી ના કારણે થોડા અપભ્રંશ થયેલા હોય છે. જેમનો અર્થ મૂળરૂપ જેવો જ હોય છે. જેમકે રસ્તા માટે એક શબ્દ “માર્ગ” વપરાય છે પરંતુ ક્યારેક ગામઠી ભાષા માં તેને “મારગ” તરીકે પણ બોલાય છે. આમ તળપદા “મારગ” એ માર્ગ નો તળપદો શબ્દ છે.
  • 1.ભગત-ભક્ત
  • 2.ઓચ્છવ-ઉત્સવ
  • 3.બાપડા-બિચારા
  • 4.ધન ધન-ધન્ય ધન્ય
  • 5.જેહ-જે
  • 6.તેહ-તે
  • 7.કરમ-કર્મ
  • 8.ટાણું-સમય
  • 9.વેળા-સમય
  • 10.સિકલ-ચહેરો
  • 11.સલવટ-કરચલી
  • 12.નકર-નહીં તો
  • 13.ઢૂંકડું-નજીક
  • 14.નિમ-નિયમ
  • 15.તાકડે-સમયે

View More Material

Share