Material Content for ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ

ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ

 

 

સરદાર આવાસ યોજના
  1. 'મફત પ્લોટ મફત ઘર ' સૂત્રને સાકાર કરતી સરદાર આવાસ યોજના વર્ષ 1997થી અમલ માં છે
  2. ગુજરાત ગ્રામ્ય વિસ્તાર માં ગરીબી રેખા નીચે જીવન જવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને 1972માં અમલી બની હતી.
  3. વર્ષ 1976માં આવા ફાળવેલ પ્લોટો પર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી અને વર્ષ 1997માં સરદાર આવાસ યોજના અમલી બની
  4. આ યોજનામાં શરૂઆતમાં રૂ 20,000 ની સહાય આપવાની જોગવાઈ હતી.
  5. વર્ષ 2010થી આ યોજના હેઠળ રૂ 45,000 ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઈ કરવામાં કરવામાં આવી છે.
  6. 1.- પ્રથમ હપ્તો એડવાન્સ - રૂ 21000
  7. 2.-બીજો હપ્તો લિટલ લેવલ - રૂ 15000
  8. 3.- ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થાય ત્યારે - રૂ 9000
  9. આ યોજના હેઠળ પ્લોટ વિહોણ પાત્ર કુટુંબને મફત પ્લોટ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી લાભાર્થી કુટુંબ સરકારી સહાયથી પોતાનું મકાન બનાવી શકે.
ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના
  1. ગુજરાત સ્ટેટ વાઈડ  એરિયા નેટવર્ક દ્વારા ગુજરાતની પંચાયત સંસ્થાઓને કમ્પ્યુટર સાથે જોડવામાં આવી છે.
  2. ગ્રામકક્ષાએ 13685 ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર મારફત ઈ-સેવાઓ આપવા માટે ની સગવડ ધરાવતું ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે.જે ગ્રામ પંચાયતોમાં 100 ટકા કમ્પ્યુટર સેવાઓ પુરી પડાઈ છે.
  3. 7400 ગ્રામ પંચાયતોનું કે.યુ. બેન્ડના ઉપયોગથી બાયોસિગ સ્ટુડિયો,ગાંધીનગર સાથે જેસન થયું છે.
  4. ઈ-પ્રાઈમ માં સોફ્ટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતી ઓનલાઈન પ્રપાત થાય છે.
  5. ઈ-પ્રાઈમ માં સોફ્ટવેર NIC-ગાંધીનગર દ્વારા વિકસાકાયેલો છે.
  6. ઇન્ટ્રા પંચાયત સોફ્ટવેરમાં પંચાયતોની આંતરિક વહીવટ કામગીરીનો સમાવેશ થાય છે.
  7. ગ્રામ્ય કક્ષા એ ખેડૂતને આપવાના થતા 7/12 અને 8/આ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા/જિલ્લા કક્ષાના સર્વર ઉપરથી ગ્રામપંચાયત ખાતેથી આપવાની વ્યવસ્થા થઇ છે.
  8. 256 KBPS ની સ્પીડથી VSATદ્વારા જોડાણ થયું છે.
  9. VOIP ની સગવડતાના કારણે તમામ હરમપંચાયતો એક-બીજા સાથે વિનામૂલ્ય વાત કરી શકાશે
  10. કોમન સર્વિસ સેન્ટર દ્વારા આપવામાં આવનારી સેવાઓ....
  11. 1.- ટેલિમેડીસીન
  12. 2.- કૃષિલક્ષી ચીજવસ્તુઓ માટે બજાર સંપર્ક કડીઓ
  13. 3.- સ્ટેમ્પ પેપરનું વેચાણ
  14. સંપત્તિ ઓમાં નામ ફેર
  15. 1 .- RTO લૌસન્સ,પ્રોપટી કાર્ડ
  16. 2.-  રેલવે અને હવાઈ રિઝર્વેશન માટેની સેવાઓ 
સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના
  1. ગ્રામ પંચાયતમાં ગંદકીવાળી જગ્યાઓ,પબ્લિક ગટર લાઈન અને માર્ગો ઉપર દવા ચકવવાની કામગીરી હાથ ધરવી
  2. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરવું અને તે માટે ગામ બહાર જગ્યા નક્કી કરવી
  3. ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો દાખલ કરી ગ્રામ સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
  4. ગામ માં આવેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ના મકાનો,શાળાઓ,પંચાયત ઘર , આગણવાળી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે તમામ સ્થળોએ શોચાલયનો પ્રબન્ધ કરાવવો.
  5. ગામના જાહેર સ્થળે નિર્મળ ગુજરાત સબંધના સૂત્રો -પોસ્ટર લગાવવા.
  6. ગામના વ્યક્તિગત અને સામુહિક શોચાલયોની વ્યવસ્થા કરવી.
  7. રહેણાંક ના સ્થળેથી યોગ્ય અત્રે પશુ જાળવણી સુનિશ્ચિત કરવી.
  8. જે ગામ જેટલો સફાઈ વેરો ઉઘરાવશે તેટલી રકમ રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે
  9. જે ગામ 100 ટકા સફાઈ વેરો ઉઘરાવશે તને 110 ટકા લેખે રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.
ગ્રામસભા અભિયાન
ગ્રામસભા-ઉદેશો
  1. લોકસશક્તિકરણ
  2. તંદુરસ્ત લોકશાહીની તાલીમ પૂરું પડતું માધ્યમ
  3. ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક
  4. અધિકારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સ્વાદની તક
  5. લોકભાગીદારી
  6. સરકાર ની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજિક અન્વેષણ
ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ
  • મફત કાનૂની સહાય અંગેની જોગવાઈઓ બાબતની લોકોને જાણકારી
  • કરવેરા વસુલાત અને આકારણી ની કામગીરીની સમીક્ષા
  • ગામના નમૂના નં .6ની નવી પડેલી નોધોનું વાંચન  
  • ગોચર,ગામતળ અને રરતાના દબાણો બાબતે ચર્ચા
  • વગેરે .
તીર્થ ગ્રામ યોજના
  1. "સમરસ ગામ " ને આ યોજનામાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.
  2. છેલ્લા ત્રણ વર્ષમાં ગામમાં ગુનો બનેલો ન હોય તેવા ગામને "પવન ગામ"જાહેર કરી તેને રૂ 1 લાખ નો પુરસ્કાર આપવામાં આસ છે.
  3. છેલ્લા 5 વર્ષ માં ગામ માં ગુનો બનેલો ન હોય તેવા ગામને "તીર્થગ્રામ"જાહેર કરી રૂ 2 લાખનો પુરસ્કાર આપવામાં આવે છે.
  4. તીર્થ ગ્રામ યોજના હેઠળ માર્ચ 2013 સુધીમાં 890 "પવનગ્રામ"અને  265 "તીર્થગ્રામ "જાહેર કરવામાં આવ્યા હતા.
  5. 21 જુલાઈ 2004ના રોજ થી ગુજરાત સરકારે આ યોજના અમલમાં મૂકી.
  6. નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્સાહક યોજના.
  7. ભાઈચારો
  8. સામાજિક સદભાવના
  9. શાંતિ
  10. ગામનો સર્વાંગી વિકાસ માદક કે કેફી દ્રવ્યનું ઉત્પાદન,વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ.
  11. કન્યા કેળવણી નો ઉંચો દર અને ડ્રોપ આઉટનો નીચો દર આવશ્યક છે.
  12. વગેરે .
પંચવટી યોજના
  1. ગામની વૃદ્ધ વ્યક્તિઓ આરામ થી બેસી સમય પસાર કરી શકે  તથા ચિંતન કરી શકે તેવા સ્થળનું નિર્માણ કરવાનો હેતુ છે.
  2. પંચવટી યોજના અનુસાર પીપર,વડ ,હરડે,વેલ અશોક તથા અનેક ફળાઉ વૃક્ષ વાવવાના છે.જેથી પર્પરૂક સાંસ્કૃતિક વરસ પ્રત્યે આસ્થા જળવાઈ રહે.
  3. વગેરે .
અટલ પેંશન યોજના
  1. યોજના ની લાયકાત ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.જેનો વહીવટ પેંશન ફન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા થશે.રૂ 1000 થી રૂ 5000 સુધીના માસિક પેંશન માટે લાભાર્થીએ રૂ 42 થી 291 સુધીનો ઉંમર આધારિત ફાળો ભરવાનો રહેશે
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના
  1. વર્ષ 2015-16 દરમિયાન 24 લાખ યુવાનોને કૌશલ્યની તાલીમ ઉપલબ્ધ કરાવવાના ઉદેશોથી વડાપ્રધાન કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે.ધો.10 અને 12 માં અભ્યાસ છોડી ચૂકેલા યુવાનો ઉપર યોજનામાં વિશેષ ભાર મુકવામાં આવશે.
જનધન યોજના
  1. આ યોજના માં શૂન્ય બેલેન્સ થી ખાતું ખોલાવવા આવે છે.
  2. -જીવન વીમો : રૂ 30000
  3. -અકસ્માત વીમો રૂ : 100000
  4. પરિવાર દીઠ ખાતા ધારકને એક રૂપે ડેબિટ કાર્ડ અપાશે, જેમાં રૂ 5000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા અપાશે.
  5. કિસાન વિકાસપત્ર યોજના નાની બચતોને પ્રોત્સાહન પૂરું પાડવા 18 નવેમ્બર,2014 ના રોજ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કિસાન વિકાસપત્ર યોજનાની શર્યાત કરી છે.
  6. કિસાન વિકાસપત્ર દ્વારા 100 મહિનામાં નાણાં બમણા થવાની ગેરેન્ટી આપે છે.
  7. કિસાન વિકાસપત્રની શરૂઆત ઈ.સ.1988માં કરાઈ હતી,જે યોજનાને વર્ષ 2011માં બન્ધ કરી દેવાઈ હતી.
બેટી બચાવો બેટી પઢાવો યોજના
  1. 22 જાન્યુઆરી,2015ના હરિયાણાના પાણીપતમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો શુભારંભ કર્યો હતો.
મધ્યાહન ભોજન યોજના
  1. આ યોજના 15 ઑગસ્ટ,1995થી શરૂ કરવામાં આવી હતી.2021 માં PM-POSHAN નામ કરવા માં આવ્યું. પ્રથમિક સ્તરે ધો.1 થી 5ના વિધાર્થીઓને વિધાર્થી દીઠ 450 ગ્રામ કેલેરી અને 12 ગ્રામ પ્રોટીન તથા ઉચ્ચ પ્રાથમિક સ્તરે ધો.6 થી 8 ના વિધાર્થીઓને 700 કેલેરી અને 20 ગ્રામ પ્રોટીન જેટલો દૈનિક આહાર પૂરો પાડવામાં આવે છે.
પીડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે યોજના
  1. 16 ઓક્ટોમ્બર,2014 ના રોજ પીડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે ઉયોજના કર્યો હતો.
વિદ્યાલક્ષમી બોન્ડ યોજના
  1. આ યોજના 35%કરતા ઓછું સ્ત્રી સાક્ષરતા ધરાવતા વિસ્તારોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે.સરકાર દ્વારા બાળકીના નામે હવે રૂ.2000નો બોન્ડ આપવામાં આવે છે.જયારે આ બાળકી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યારે બોન્ડ તથા તેના પરના વ્યાજની રકમ બાળકીના પરિવારને આપવામાં આવે છે.
નિર્મળ ગુજરાત
  1. નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ઘરવામાં આવે છે.
  2. આ યોજના અંતર્ગત નીચેની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે.
  3. એપીએલ શોચાલય
  4. ઉકરડા સ્થળાંતર
  5. સફાઈ અંગેની કામગીરી.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
  1. 9 મેં,2015 ના રોજ કોલક્તાથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેંશન યોજના એક ત્રણ યોજનાની શરૂઆત કરી હતી.
વિકલાંગ લોકોને સહાયની યોજના 
  1. વિકલાંગ લોકોને રોજગારી મેળવવા તેમજ તેમને મદદ કરવા અનેક અલગ-અલગ યોજનાઓ કાર્યરત છે.સૌપ્રથમ વિકલાંગ ને ત્રણ પેડા વારી સાયકલ, બે પેડા વળી સાયકલ વગેરે જેવી બાબતો પુરી પડે છે.વિકલાંગ લોકોને આ શે રૂ.5000 સુધી આપવામાં આવે છે.આવી ઘણી બધી યોજના વિકલાંગ માટે સરકારે બહાર પડી  છે. સરસ્વતી સાધના સાઇકલ યોજના
  2. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો ની ઢોઇન 8માં ભણતી કન્યાઓને રહેઠાણથી શાળા એ આવન-જાવન માટે સાઇકલ ખરીદવા રૂ.2000ની શે સરકાર દ્વારા આપવામાં આવે છે.ગુજરાત સરકાર WCDના સહયોગથી આ નવી પહેલ કરી હત
સાત ફેરા સમૂહ યોજના
  1. બક્ષીપંચ વર્ગના કુટુંબોની શહેરી વિસ્તારમાં રૂ.36000 અને ગ્રામ્ય  વિસ્તાર માં રૂ 27000 થી ઓછી વાર્ષિક આવક હોય તેમની દીકરીઓને લગ્ન સમયે આર્થિક સહાય કરવામાં આવે છે.આ યોજના અંતર્ગત સમૂહ લગ્નમાં 10 લગ્ન થવા જરૂરી છે.યોજના અંતર્ગત લગ્ન થનાર જોડાને 10000ની સહાય કરવામાં આવે છે.આ સાથે સમૂહ લગ્ન નું આયોજન કરનાર સંસ્થાને પણ જોડા દીઠ રૂ 2000 થી 5000ની સહાય કરવામાં આવે છે.
કુંવરબાઇ મામેરું યોજના
  1. આ યોજના અનુસૂચિત જાતિના લોકોને પોતાની દીકરીના લગ્ન માટે આર્થિક મદદ આપે છે.જે પરિવારની વાર્ષિક આવક શહેર વિસ્તારમાં 36000 અને ગ્રામ્ય વિસ્તાર માં 27000 થી ઓછી હોય તેઓ પોતાની દીકરીના લગ્ન માટે રૂ 5000 ની સહાય મેળવી શકે છે.આ યોજના માં 2000 રૂ છોકરીના માતા-પિતા ને અને એયુ.3000 કિસાન વિકાસપત્રના રૂપમાં છોકરીને આપવામાં આવે છે.હાલ માં કન્યા ને 1000 અપાય છે.
સુજલામ સુફલામ યોજના
  1. સૂકો જમીન વિસ્તાર ધરાવતા 10 જેટલા ગુજરાતના જિલ્લાઓમાં સિંચાઈ વ્યવસ્થા અને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના ને સુજલામ સુફલામ યોજના  તરીકે ઓળખાય છે. આ પ્રકારે 337કો.મી જેટલી લાંબી પાઈપલાઈન નું નિર્માણ કરી ગામડાઓ અને શહેરોમાં પીવાનું પાણી પૂરું પડતું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે.
જાહેર શોચાલય સબસીડી યોજના
  1. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરોમાં ઘરદીઠ શોચાલય બનાવવા કેન્દ્ર સરકાર તરફથી રૂ 4,000 અને ગુજરાત સરકાર તરફથી રૂ.8000 મળીને કુલ રૂ.12000 સબસિડી અપાશે.જયારે 3-4 ટોયલેટ યુનિટવાળા સામુહિક સૌચાલય માટે કેન્દ્ર સરકાર તરફથી 40ટકા અને રાજ્ય સરકાર તરફથી 60 ટકા ખર્ચ મળીને મહત્તમ રૂ 30000ની સબસીડી અપાશે.નિર્મળ ગુજરાત સૌચાલય યોજના અંતર્ગત ગુજરાત તરફથી રૂ.4500 અને શહેરી સ્થાનિક સંસ્થા રૂ 1500નો ફાળો આપી રહ્યું છે.
આયુષ્માન ભારત યોજના
  1. 25 સપ્ટેમ્બર,2018 પીડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ તિથિ ના દિવસ થી કાર્યશીલ થયું.
  2. આયુષ્માન ભારત યોજનામથી બાકાત રહેનારું પ્રથમ રાજ્ય પશ્ચિમ બંગાળ હતું.
  3. આ યોજના લાભાર્થી પરિવાર ને પ્રતિવર્ષ મળનારું વીમા કવચ-5 લાખ હતું.
  4. આયુષ મંત્રાલયની રચના 2014માં થઇ યોજના વિષે માહિતી મેળવવા માટે નો નંબર-14555 છે.
  5. આ યોજના ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
વાઇબ્રન્ટ સમિટ
  1. વર્ષ 2003થી દર બે વર્ષ આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ છે.
  2. વાઈબ્રેન્ટ સમિટ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર માં યોજાતું હોય છે.
  3. વર્ષ 2017માં 10-13 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રેન્ટ સમિટની આઠમી આવૃત્તિ યોજાનાર છે.
મિશન મંગલમ
  1. મિશન મંગલમ વર્ષ 2012માં શરૂ થયેલી સખી મંડળ યોજના છે.
  2. આ યોજના માં BPL અને  APL પરિવારો પોતાના સ્વસહાય જૂથ દ્વારા કામ કરવાની શરૂઆત કરી શકે છે.
સ્ટેન્ડઅપ ઇન્ડિયા
  1. 5 એપ્રિલ,2016ના રોજ મહિલાઓ અને અનુસૂચિત જતી/આદિજાતિઓને ઉધોગસાહસિકતા માટે પ્રેરિત કરવા સ્ટેન્ડઅપ ઇન્ડિયા અભિયાન ની શરૂઆત કરી છે.
મેક ઈન ઇન્ડિયા
  1. 25 સપ્ટેમ્બર,2014ના રોજ મહત્વાકાંક્ષી યોજના મેક ઈન ઇન્ડિયાનો નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રારંભ કરાવ્યો હતો.
  2. આ પ્રંસગે વડાપ્રધાન મોદીએ FDI એટલે 'ફસ્ટ ડેવલપમેન્ટ ઇન્ડિયા'તેમ જણાવ્યું હતું.
સ્વચ્છ ભારત અભિયાન
  1. વર્ષ 2019માં ગાંધીજી ની 150મી જન્મ જ્યંતી નિમિતે ગાંધીજી ને સ્વચ્છ ભારતની ભેટ આપવા શરૂ કરેલું સફાઈ અભિયાન છે.
ગરીબ સમૃદ્ધિ યોજના
  1. વર્ષ 2007-08 થી ગુજરાત સરકાર દ્વારા શહેરી ગરીબોના જવનધોરણમાં સુધારા લાવવા ગરીબ સમૃદ્ધિ યોજના અમી બનવી છે.
સ્માર્ટ સીટી યોજના
  1. વર્ષ 2015-16 અને 2019-20 વચ્ચે 48000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે દેશભરમાં 100 સ્માર્ટ સીટી વોકસવવાનો છે.જે યોજના અંતર્ગત 100 શહેરો પેકી ગુજરાતના ગાંધીનગર,અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ અને દાહોદ  એમ 6 શહેરો ની પસંદગી થઇ છે.યોજનામાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 13 શહેરો ની પસંદગી થઇ છે.
આવાસ યોજના
  1. વર્ષ 2022 સુધીમાં આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.આ યોજના ના ચાર ઘટકોમાં સ્લ્મ પુનર્વાસ,ક્રેડિટ લિંક વ્યાજ સબસીડી વગેરે સમાવેશ થાય છે.
કિસાનપથ
  1. ગ્રામ્ય અર્થતંત્રને વધુ સારું બનાવવાના ઉદેશોથી ખેતરે થી કૃષિ ઉત્પ્ન્ન બજાર સુધીના જોડતા માર્ગોને ક્રિઆસનપથ નામ અપાયું છે.
વિકાસપથ
  1. શહેરો અને મેગાસિટીમાંથી પસાર તથા સ્ટેટ હાઈ-વેને સુધારવા માટેના માર્ગોને વિકાસપથ નામ અપાયું છે.
પ્રવાસીપથ
  1. પર્યટન સ્થળો ને જોડતા માર્ગને પ્રવાસીપથ નામ અપાયું છે.
ગૌરવપથ
  1. સુરત મહાનગરપાલિકા દ્વારા વિક્સાવાયેલો પીપલોદ-સુરત એક્સપ્રેસ વે છે.
પ્રગતિપથ
  1. બંદરો,ઉધોગ અને કૃષિ ઉત્પાદનોને ઝડપી પરિવહન પૂરું પાડવા ઉત્તર-દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જોડતા માર્ગને પથ નામ અપાયું.
ઉમંગ ઉત્સવ
  1. માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની શક્તિઓને ભાર લાવવા માટેનો ઉત્સવ છે.
ઈ-ધરા કાર્યક્રમ
  1. વર્ષ 2004 થી જમીન રેક્ર્સ ઉપલબ્ધ થવાથી નાની એવી રકમમાં સાત-બાર જેવી આબાબતોના ઉતારા મળી શકે છે.
કૃષિ મહોત્સવ
  1. સરકાર દ્વારા વર્ષ અખાત્રીજી ના દિવસે કૃષિ મહોત્સવ વર્ષ 2005 થી ઉજવાય છે.
  2. મન કી બાત  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો અને મોબાઈલ પર દેશવાસીઓને 'મન કી બાત 'કાર્યક્રમ વડે સંબોધન કરે છે.
ખુશ્બુ ગુજરાત કી
  1. ગુજરાતમાં પ્રવાસન સ્થળો વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.જે કાર્યક્રમને ખુશ્બુ ગુજરાત કી નામ આપવા આવ્યું.
ઈ-મમતા
  1. ગુજરાત સરકારે વર્ષ 2010 થી SMS દ્વારા આરોગ્યની માહિતી પુરી પાડવા શરૂ કરેલી યોજના છે.
માં અન્નપૂણા યોજના
  1. આ યોજનાનો પ્રારંભ અમદાવાદ થી થયો હતો.
  2. ગુજરાતના 3.82 કરોડ લોકોને યોજનાનો પ્રાપ્ત થશે.
  3. ગુજરાત માં આ યોજના વડે ગરીબ પરિવારને 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા  અને 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં પુરા પડાશે.
જન ઔષધિ સ્ટોર
  1. નાગરિકોને સસ્તી અને ગુણવતાયુક્ત જેનેરિક દવાઓ પુરી પાડવાની કેન્દ્ર સરકારની યોજના છે. જે અંતર્ગત ગુજરાતમાં એક સાથે જેનેરિક દવાઓના 52 જન ઔષધિ સ્ટોર ખોલવા આવ્યા

View More Material

Share