Material Content for ભારતનું ભૂગોળ

ભારતનું ભૂગોળ

 

 

ભારતનું ભુપૃષ્ઠ
ભારતના કુલ ક્ષેત્રફ્ળનો 11% ભાગ ઉચ્ચપર્વતીય,18% ભાગ પહાડી,28% ભાગ ઉચ્ચ પ્રદેશ અને 43% ભાગ મેદાની છે.
ભૂપૃષ્ઠની દ્રિષ્ટિ એ ભારતને નીચે પ્રમાણે વહેંચવામાં આવ્યું છે.
  1. 1.ઉત્તર ભારતનો વિશાળ પર્વતીય પ્રદેશ
  2. 2.ઉત્તરના વિશાળ મેદાનો
  3. 3.દ્રીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
  4. 4.તટીય મેદાનો
  5. 5. દ્રીપ સમૂહ
1. ઉત્તર ભારતનો વિશાળ પર્વતીય પ્રદેશ
A બૃહદ હિમાલય/હિમાદ્રિ
  1. સરેરાશ ઉંચાઈ : 6000 મીટર
  2. વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) અને અન્ય ઉંચા શિખરો આવેલા છે.
  3. અહીં ભારતના પ્રમુખ ઘાટ આવેલા છે.
  4. દા.ત. નિતીલ , જેલેપલા,થાગલા વગેરે 
B લઘુ હિમાલય / હિમાલય શ્રેણી
  1. સરેરાશ ઉંચાઈ :3700-4500 મી
  2. પીરપાંજલ , ધોલાધર , નીગતિબ્બા , મહાભારત શ્રેણીઓ આવેલી છે.
  3. ભારતના પ્રખ્યાત ગિરિમથકો સિમલા , મસૂરી,નેનીતાલ,ચકરાતાં , રાનીખેત , દાર્જિલિઁગ આવેલા છે.
  4. કાશ્મીર , કુલ્લુ , કાગડા,કાઠમંડુ વગેરે પ્રખ્યાત ખીણો આવેલી છે.
C શિવાલિક અથવા બાહ્ય હિમાલય
  1. સરેરાશ ઉંચાઈ :900-1500મી
  2. લઘુ હિમાલય  અને શિવાલિક વચ્ચે ની શ્રેણીઓમાં સમથળ ખીણો આવેલી છે.જે કાંકરા,પથ્થરો અને જાડા કાપથી ઢંકાયેલી છે.તેને દુન અને દ્વાર કહે છે.
  3. શિવાલિક પછી ઉત્તરના વિશાળ મેદાનો શરૂ થાય છે.
2. ઉત્તરના વિશાળ મેદાનો
  1. આ મેદાનો હીમળી પર્વતશ્રેણી અને દ્રીપકલ્પીય ઉચ્ચપ્રદેશ વચ્ચે પૂર્વથી પશ્ચિમ 2400 કી.મી.પહોળાઈમાં પથરાયેલા છે.
  2. ગંગા , સતલજ,બ્હ્મપુત્ર જેવી નદીઓએ પાથરેલા કાપના વિસ્તારમાં આવેલા શહેરો દિલ્હી,આગ્રા,કાનપુર,વારાણસી,લખનઉ વગેરે શહેરોને ફળદ્રુપ માનવામાં આવે છે.
3. દ્રીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ
  1. આ દેશનો સૌથી જૂનો ભૂ-ભાગ છે.તે ત્રિભુજકારે ગોઠવાયેલો છે.જેનો પાયો દિલ્હીથી રાજમહેલની ટેકરીઓ વચ્ચે અને શીર્ષ ભાગ અન્નામલાઈ ની ટેકરીઓ છે.
  2. ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ શિલોંગનો ઉચ્ચ પ્રદેશ અને મિકિર પહાડીઓ દ્રીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો જભાગ છે.
A . મધ્યવર્તી ઉચ્ચભૂમિ
a અરવલ્લીની પર્વતમાળા
  1. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા પ્રાચીન ગેડ પર્વતોનો અવિશિષ્ટ ભાગ છે.
  2. દક્ષિણ - પશ્ચિમ માં ગુજરાતથી દિલ્હી સુધી 900 કી.મી. માં ફેલાયેલી છે.
  3. સર્વોચ્ચ શિખર : ગુરુ શિખર (1722 મીટર) જે માઉન્ટ આબુ પહાડીઓ પર સ્થિત છે.
  4. તે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે.
b .વિધ્યાચળ શ્રેણી
  1. ગુજરાત સરહદથી બિહાર સુધીના વિસ્તારમાં ફેલાયેલી છે. આ અવસાદી ખડકોના બનેલો ભાગ છે.અહીં થી ચંબલ સીધું,બેતવા,કેન નદીઓનું ઉદગમસ્થાન છે.
  2. અલવલ્લી અને વિદ્યાચળની વચ્ચે મળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે.જે જ્વાળામુખી - ખડકોનો બનેલો છે તે મધ્યમવર્તી ઉચ્ચ ભૂમિનો સૌથી મોટો ભાગ ધરાવે છે.તેનો ઉત્તર-પૂર્વનો ભાગ બુલડખડ અને પૂર્વ ભાગ બઘેલખંડ તરીકે ઓળખાય છે.
c . છોટાનાગપુર નો ઉચ્ચપ્રદેશ
  1. મુખ્યત્વે ગ્રેનાઈટ અને નાઇસ ખડકોનો બનેલો છે.છત્તીસગઢ,ઓડિશા,ઝારખંડમાં ફેલાયેલો છે.રાચીનો ઉચ્ચ પ્રદેશ પણ તેનો જ ભાગ છે.
  2. સરેરાશ ઉંચાઈ 1100 મીટર છે.દામોદર,સુવર્ણરેખા વગેરે નદીઓ ઉદભવે છે.
  3. આ ઉચ્ચ પ્રદેશ ખનિજોનો ભંડાર છે.
2. દખ્ખણ નો ઉચ્ચ પ્રદેશ
  1. તે ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.
  2. ઉત્તરમાં નર્મદા નદી , ઉત્તર પૂર્વમાં મેકલશ્રેણી,પશ્ચિમ માં પશ્ચિમઘાટ અને પૂર્વમાં પૂર્વઘાટ વચ્ચે સ્થિત છે.
  3. નર્મદા અને તાપી નદીની વચ્ચે સાતપુડા શ્રેણી આવેલી છે.જેની અંતર્ગત રાજપીપળા,ગાવિલગઢની ટેકરીઓ આવેલી છે. ધૂપગઢ સાતપુડાનું સૌથી ઉંચુ શિખર છે. જેની પાસે પ્રસિદ્ધ ગિરિમથક પચમઢી  આવેલું છે.
  4. અનૈમુદિની ઉત્તર-પૂર્વમાં પાલની ટેકરીઓ આવેલી છે.જ્યાં પ્રસિદ્ધ પર્યટનમથક કોડાઇકેનાલ આવેલું છે.
3. તટીય મેદાનો
  1. પશ્ચિમ તટીય મેદાન પશ્ચિમ ઘાટ અને સમુદ્ર તટ વચ્ચે સાંકડા સ્વરૂપે આવેલું છે . જે ગુજરાતથી કેરળ સુધી વિસ્તરેલું છે.આ તટીય ભાગ વિવિધ નામોથી ઓળખાય છે.
  2. પૂર્વતટ ઉપર પુલીકટ ચિલ્કા જેવા લગૂન આવેલા છે.
4.દ્રીપસમૂહ
  1. ભારતમાં નાના-મોટા 247 દ્રીપો આવેલા છે.જેમાંથી 204 બંગાળની  ખાડી  અને બાકીના 43 અરબ સાગરમાં સ્થિત છે.
a. આંદામાન અને નિકોબાર
  1. આ સૌથી મોટો દ્રીપસમૂહ છે.જે બંગાળની ખાડીમાં સ્થિત છે. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બર્ન ઉપરાંત નારકોન્ડમ નામનો સુષુપ્ત જ્વાળામુખી આ દ્રીપસમૂહમાં આવેલો છે.
  2. આ ટાપુને મરકત ટાપુ પણ કહે છે.
b. લક્ષદ્વિપ
  1. હુગલી પાસે 20 કી.મી.લાંબો ગંગસાગર નામો દ્વિપ છે. ઉપરાંત ન્યુમુરે ડ્રિપ પરવાળાના ખડકોનો બનેલો છે.
જળપરિવહ તંત્ર
  1. હિમાલયની નદીઓ
  2. દ્રીપકલ્પીય નદીઓ
1. હિમાલયની નદીઓ
a . સીધું નદી તંત્ર
  1. સીધું નદી તિબેટમાં માનસરોવર પાસેના ખ્વાબ ગ્લેશિયરમાંથી ઉદભવી લડાખ,બાલતિસ્તાન, ગિલગિટ થઈને એટેક પર્વતીય ક્ષત્રેની ભાર નીકળી ચીલ્લાસનગર નજીક પાકિસ્તાનમાં પ્રવેશ છે અને કરાચી પાસે અરબ સાગરમાં મળે છે.
  2. સિંધુના બેસિનનું કુલ જળ ક્ષત્રે 1165000 વર્ગ કી.મી છે.જેમાંથી 321284 વર્ગ કી.મી ભારતમાં છે.
  3. સિધુએ લાદીખ શ્રેણીમાં બુજી નામના સ્થળે કોતર બનાવીને સૌથી ઉડી ગોરજનું નિર્માણ કર્યું છે.
b. ગંગા નદી તંત્ર
  1. ગંગા નદી ઉત્તરાંખડના ઉતરકોશી જિલ્લામાં ગંગોત્રી ગ્લેશિયરમાંથી ભાગીરથી અને અલકનંદા એમ બે નદી સ્વરૂપે ઉદભવે છે.દેવપ્રયાગ પાસે આ બન્નેનો સંગમ થાય છે અને ત્યારપછી સંયુક્ત ધારા ગંગા નામે ઓળખાય છે અને હરિદ્વાર પાસેથી મેદાનમાં પ્રવેશે છે.
  2. યમુના નદી અલ્હાબાદ પાસે અને શોણ નદી પટણા પાસે ગંગામાં મળે છે.
  3. ગંગાનું કુલ બેસીન ક્ષેત્ર 861404 વર્ગ કી.મી છે.
  4. ગંગાની સહાયક અને પેટા નદીઓ : યમુના અને તેની સહાયક નદીઓ ચંબલ ,બેતવા,કેન ઘાઘર , કોસી ,રામગંગા , ગોમતી,વગેરે.
  5. કોસી નદીને બિહારનું દુ:ખ કહે છે.
1.બ્રહ્મપુત્રા નદી તંત્ર
  1. તિબેટમાંથી કૈલાસ શ્રેણી માં આવેલા માનસરોવર પાસે ચીમયુગદુગ ગ્લેશિયરમાંથી ઉદભવે છે.
  2. બ્રહ્મપુત્રને તિબેટમાં ત્સાંગપો નામે ઓળખવામાં આવે છે.
  3. આસામમાં જોરહાટ જિલ્લા પાસે બહ્મપુત્રા નદી પર મુજરી દ્રીપ નું નિર્માણ થયેલું છે જે વિશ્વનો સૌથી મોટો નદી દ્રીપ છે.
  4. જળજથ્થા ની દ્રીઢતીએ બ્હ્મપુત્રા ભારતની સૌથી મોટી અને વિશ્વની ચોથી ક્રમ નદી છે.
  5. ભારતમાં બહ્મપુત્રા નું બેસીન ક્ષેત્ર : 258008 વર્ગ કી.મી છે.
2.દ્રીપકલ્પીય નદીઓ
  1. આ નદીઓના બેસીન હિમાલયની નદીઓ કરતા નાના અને જળ જથ્થો તેના કરતા ઓછો અને વરસાદ આધારિત છે.
  2. લૂણી , સાબરમતી , મહીં , નર્મદા , તાપી , શેરાવતી વગેરે દ્રીપકલ્પની પશ્ચિમ તરફ વહે છે.
  3. ગોદાવરી , કૃષ્ણા , કાવેરી , પેન્નાર, મહાનદી , તુંગભદ્રા , વેંગાઈ વગેરે નદીઓ દ્રીપ કલ્પની પૂર્વ તરફ વહે છે.
  4. કાવેરી નદીને  દક્ષિણ ભારત માં પવિત્ર મનાતી હોવાથી તેને દક્ષિણ ભારતની ગંગા કહેવા આવે છે. તેણે તેના પ્રવાહમાં કર્ણાટકમાં શીવસમુદ્રમ અને શ્રી રંગપટ્ટનમ ડ્રિપનું નિર્માણ કરેલું છે.
  5. નર્મદા , તાપી , મહી,  સાબરમતી નદીઓ મુખ્યત્રીકોણ પ્રદેશ નું નિર્માણ કરતી નથી
આબોહવા
હવામાન
  1. કોઈ સ્થળે પર ટૂંકા સમયની , જેમ કે એક દિવસ,સપ્તાહની વાતાવરણીય અવસ્થાઓ ને હવામાન કહે છે.
આબોહવા
  1. ભારતની આબોહવા ઉષ્ણકટિબંધીય મોસમી આબોહવા છે.
  2. ભારતની આબોહવાને મોસમી પવનો ઉપરાંત અન્ય બે પરિબળો પ્રભાવિત કરે છે.
1. ઉત્તરમાં હિમાલય પર્વતમાળા
  1. જેના કારણે મધ્ય એશિયા સાઈબેરિયાથી આવતા અતિ ઠડાં પવનનો ભારતમાં આવી શકતા નથી .
દક્ષિણમાં હિન્દ મહાસાગર અને વિષુવવૃત
  1. તેના કારણે ઉષ્ણકટિબંધય આબોહવા અનુભવાય છે.
  2. મોસમી પવનો દ્વારા સમયે-સમયે તેની દિશામાં ફેરફાર થવા થી ભારતમાં ચાર ઋતુ ઓ અનુભવાય છે.
  3. 1.શિયાળો (શીતઋતુ) - ડિસેમ્બર - ફેબ્રુઆરી
  4. 2.ઉનાળો (ગ્રીષ્મઋતુ)- માર્ચ-જૂન
  5. 3.ચોમાસુ (વર્ષઋતુ)- જૂન- સપ્ટેમ્બર
  6. 4.પાછા  ફરતા મોસમી પવનોની ઋતુ - ઓક્ટોબર - ડિસેમ્બર
અરબ સાગર શાખા
  1. આ શાખા સૌપ્રથમ કેરળમાં જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ કરીને પશ્ચિમ ઘાટ પર્વતથી અથડાઈને વરસાદ લાવીને આગળ વધે છે.
  2. આમ,અરબ સાગર અને બંગાળની ખાડી  શાખાની સંયુક્ત શાખા પશ્ચિમ હિમાલયના ક્ષેત્રોમાં વરસાદ લાવે છે.
બંગાળની ખાડી શાખા
  1. આ શાખા બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધે છે.મ્યાનમારમાં આરાંકન પર્વતમાળા ને લીધે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ માં પ્રવેશ છે.અહીંથી તે બે પેટાશાખાઓમાં વિભાજીત થાય છે.એક ફાંટો પશ્ચિમ તરફ હિમાલયની સીમાત્ર રહીને ગંગાના મેદાનોમાં પ્રવેશે છે.આગળ વધીને અરબ સાગરની બન્ને શાખા સાથે મળીને ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે.
  2. બીજો ફાંટો ઉત્તર-પૂર્વ ભારતમાં પર્વતીય ટેકરીઓમાં ખુબ વરસાદ નાખે છે.ગારો ટેકરીઓમાં સ્થિત મસીનરમાં વિશ્વનો સૌથી વધુ વાર્ષિક વરસાદ પડે છે.તેની નજીકનું ચેરાપુંજી પણ અત્યાધિક વરસાદ નું ક્ષેત્ર છે.
વરસાદનું વિતરણ
  • 1.સૌથી વધુ વરસાદ વાળા વિસ્તારો :- કોંકણ ઘાટ , મલબાર તટ , મેઘાલય વગેરે
  • 2.વધુ વરસાદવાળા વિસ્તારો - દક્ષિણ ગુજરાત, પશ્ચિમઘાટ , ઓડિશા, પૂર્વ માં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ
  • 3.સાધારણ વરસાદવાળા વિસ્તારો :- ગુજરાત, તમિલનાડુનો આંતરિક વિસ્તાર , મધ્ય પ્રદેશ , હિમાલય પ્રદેશ , વગેરે
  • 4.ઓછા વરસાદવાળા વિસ્તારો :- સૌરાષ્ટ્ર , કચ્છ , રાજસ્થાન , જમ્મુ-કાશ્મીર વગેરે
ભારત ની જમીન
  1. 1.કાંપની જમીન
  2. 2.કાળી જમીન
  3. 3.લાલ જમીન
  4. 4. પડખાઉ જમીન
  5. 5. રેતાળ જમીન
  6. 6. પહાડી/વનીય જમીન
  7. 7.ક્ષારીય જમીન
  8. 8.જેવીકે-માટી
કુદરતી વનસ્પતિ
1. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો
  1. વાર્ષિક 200 સે.મી.થી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાં આ જંગલો હોય છે.
  2. વિસ્તાર :- પૂર્વોત્તર રાજ્ય,નીલગીરીની ટેકરીઓ,આંદામાન-નિકોબાર,લક્ષદ્વિપ
  3. મુખ્ય વૃક્ષ :- રબર-મહોગની , અબનૂસ,રોઝવુડ,તાડ
2. ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો
  1. વાર્ષિક 100 થી 200 સે.મી વરસાદવાળા ક્ષેત્રો હોય છે.
  2. વિસ્તાર :- હિમાલયનું ટ્રાઈ ક્ષેત્ર , ઓડિશા,બિહાર,ઝરખ,મધ્ય પ્રદેશ
  3. મુખ્ય વૃક્ષ :- સાગ,સાલ,સીસમ,ખેર ,વાસ,ચંદન
3. ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો
  1. વાર્ષિક 100 થી 150સે.મી વરસાદવાળા ક્ષેત્રો હોય છે.
  2. ચોમાસામાં ઘાસના મેદાનોની રચના થાય છે.
  3. મુખ્ય વૃક્ષ :- સાગ , આંબો,લીમડો,વાસ, જાંબુ
  4. વિસ્તાર :- ગુજરાત,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર , પંજાબ
4. કાંટાવાળા અને મરુસ્થલી જંગલો
  1. 70 સે.મી થી ઓછા વરસાદવાળા ગુજરાત,મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશ , આંધ્ર પ્રદેશ
  2. મુખુ વૃક્ષ :- ખજૂર , બાવળ , બોરડી,થોડ
5. સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જગલો
  1. 100 થી 150 સે.મી વરસાદ અને 15-20 સે.તાપમાને અને 1000થી 3000 મીટર ઉંચાઈએ હિમાલયના દક્ષિણ ઢોળાવો પર જીવ મળે છે.
  2. મુખ્ય વૃક્ષ :- ઓક,દેવદાર , પૈણ , ચીડ
  3. વિસ્તાર :- દક્ષિણ-હિમાલયનો ભાગ ધરાવતા જમ્મુ-કાશ્મીર , હિમાચલ પ્રદેશ
6. આલ્પાઈન તથા ટુંડ્ર વનસ્પતિ
  1. હિમાલયના 3000 મીટરથી વધારે ઉંચાઈ ધરાવતા વિસ્તારોમાં આલ્પાઈન વનસ્પતિ જોવા મળે છે.
  2. મુખ્ય વૃક્ષ :-પાઈન , બર્ચ , પેટનશીલ, હાનિસકલ
7. ભરતીના / મૅન્ગોવ જંગલો
  1. આ જંગલોનું નદીઓના મુખત્રિકોણ પ્રદેશો કે દરિયાકાંઠે ભરતીના પાણીના વધારે અસર રહેતી હોય તેવા કાદવ-કીચડ વાળા વિસ્તારોમાં કેન્દ્રીકરણ થયેલું છે.
  2. વિસ્તાર :- સુંદરવન ડેલ્ટા,કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો
  3. ગુજરાતમાં મેન્ગ્રોવને ચેર ના વૃક્ષઓ કહે છે.
1. વહીવટી વ્યવસ્થાની દ્રષ્ટિએ જંગલોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
  1. અનામત જંગલો :- 54%
  2. b.સંરક્ષિત :- 29%
  3. c.બિનવર્ગીકૃત જંગલો :-17%
વન્યજીવો
1. રાષ્ટ્રીય ઉધાન
  1. તુલનાત્મક રીતે એક આરક્ષિત ક્ષેત્ર છે,અહીં વનસ્પતિ,વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણનું એકસાથે કરાય છે.અહીં માનવીય ગતિવિધિ જેવી કે શિકાર,ખેતી,ચરાઈ માટે પાલતુ પશુઓનું અવાગમન વગેરે પ્રતિબંધીત હોય છે.
2. વન્યજીવ અભ્યારણ્ય
  1. અભ્યારણ્ય પણ રાષ્ટ્રીય ઉધાન જેમ વન્ય જીવોની સુરક્ષા સંબધિત છે.પણ માનવીના હરવા-ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરણ પર પ્રતિબંધ નથી.પરંતુ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે.
3. જેવ આરક્ષિત ક્ષેત્ર
  1. આ એક બહુલક્ષી આરક્ષિત ક્ષેત્ર છે.એક વિશિષ્ટ પરિસ્થતિક તંત્ર છે.જ્યાં જેવું મડલીયા આનુવાંશિક વિવિધતાને સુરક્ષિત રાખવામાં આવે છે.જેને યુનસકોની મેન એન્ડ બાયોસ્ફિયર યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય માન્યતા અપાયેલી છે.જેવું આરક્ષિત ક્ષેત્ર જેવું અને સાંસ્કૃતિક વિવિધતામાં સમુદ્ર હોય છે.અહીં એક અથવા વધારે રાષ્ટ્રીય ઉધાન પણ સમાવિષ્ટ હોય છે.ઉપરાંત કેટલાક મધ્યવર્તી પ્રદેશ હોય છે. જ્યાં આર્થિક પ્રવુતિઓ થતી હોય છે.આ ક્ષેત્ર વૈજ્ઞાનિક અભ્યાસ માટે પણ ખુલ્લું રખાય છે.
ખેતી
  1. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 50% ભાગ પર ખેતી થાય છે.
  2. 1966-67માં હરિયાળી ક્રાતિની શરૂઆત ડો.એમ.એસ સ્વામીનાથન પ્રયાસોથી થઇ હતી.તેનો સૌથી વધુ પ્રભાવ ઘઉં અને ચોખાના ઉત્પાદન પર પડ્યો હતો.પરંતુ સૌથી વધુ ઉત્પાદન વૃદ્ધિ ઘઉં ઉત્પાદન માં થઇ છે.
  3. મગફળીનું સર્વાધિક ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
  4. રાષ્ટ્રીય રસદાર ફળ અનુસંધાન કેન્દ્ર નાગપુરમાં આવેલું છે.
  5. નાસિક દ્રાક્ષ માટે અને કુર્ગ કોફી ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે.
  6. ઘઉંનું ભારતમાં સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશ માં થાય છે.પરંતુ પ્રતિ હેકટર સૌથી વધુ ઉત્પાદન પંજાબ માં થાય છે.
ઋતુઓના આધારે ખેતી પાકનું વર્ગીકરણ
1. રવિ પાક
  1. શિયાળા માં વાવેતર કરવામાં આવે છે અને માર્ચ-એપ્રિલ સુધીમાં લણી નાખવામાં આવે છે દા.ત . ઘઉં , જવ,ચણા,સરસવ
2. ખરીફ પાક
  1. ચોમાસામાં વાવેતર કરવામાં આવે છે અને નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં લણી નાખવામાં આવે છે.દા.ત.શેરડી,તલ,જુવાર,બાજરી
3. જાયદ પાક
  1. ઉનાળામાં વાવેતર થાય છે અને જુલાઈ-ઓગસ્ટ સુધીમાં લણી નાખવામાં આવે છે.દા.ત.અડદ , તરબૂચ,કાકડી , રાઈ
રોકડીયા પાકો
  1. આ પાકોની ખેતી માત્ર વ્યાપારિક ઉદેશથી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.દા.ત.કપાસ,શેરડી,તમાકુ ,શણ
ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ
બહુહેતુક યોજનાઓ
  1. 1.ભાખડા નાંગલ પરિયોજના
  2. 2.દામોદરઘાટી પરિયોજના
  3. 3.ઇન્દિરા ગાંધી નહેર યોજના
  4. 4.નર્મદા ખીણ પરિયોજના
  5. 5.ટિહરી બંધ પરિયોજના
  6. 6.હિરાકુંડ પરિયોજના
  7. 7.રીહદ પરિયોજના
  8. 8.ચંબલ પરિયોજના
  9. 9.નાગાર્જુન પરિયોજના
  10. 10.મહી પરિયોજના
  11. 11.કોસી પરિયોજના
  12. 12.શીવસમુદ્રમ બંધ
ભારતની ખનીજ સંપત્તિ
લોખંડ
  1. પૃથ્વીના પેટાળમાંથી લોખંડ શુદ્ધ સ્વરૂપે મળતું નથી.લોહ અયસ્કને શુદ્ધ કરીને કાચું લોખંડ બનાવવામાં આવે છે.કાચા લોખંડમાં મેંગેનીઝ,ચૂનાનો પથ્થર,ફ્લોરસ્પાર વગેરે મિશ્ર કરીને ખાસ પક્રિયામાંથી પસાર કરીને પોલાદ અને તેમાં ક્રોમિયમ વગેરે મિશ્ર કરીને કેટ ન લાગે તેવું પોલાદ બનાવવામાં આવે છે.
  2. લોહ ના ચાર પ્રકાર છે.
  3. 1.હિમેટાઇટ :- સૌથી ઉચ્ચ કોટિનું લોખંડ છે.ધાત્વિય માત્ર 60% થી 70%.
  4. 2.મેગ્નેટાઇટ :- કાળું અયસ્ક કહે છે.ધાત્વિય માત્ર 60 થી 65%
  5. 3.લિમોટાઇટ :- હાઈડ્રેટેડ આર્યન ઓક્સાઇડ કહે છે.પીળા રંગનું હોય છે.ધાત્વિય માત્ર 35 થી 50%
  6. 4.સિડેટાઇટ :- આયર્ન કાર્બોનેટ કહે છે.ધાતુ માત્ર 10 થી 40%
  7. ભારત વિશ્વનો 5મોં સૌથી મોટો લોખંડ જાપાનને નિકાસકાર છે.
  8. ભારત સૌથી વધુ લોખંડ જાપાનને નિકાસ કરે છે.
મેંગેનીઝ
  1. ઝિમ્બાબ્વે પછી ભારતમાં બીજો સૌથી મોટો ભંડાર છે તથા બ્રાઝીલ,દક્ષિણ આફ્રિકા,પછી 5 મોં સૌથી મોટો ઉત્પાદક છે.
  2. સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ઓડિશા,મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,આંધ્ર પ્રદેશ અને કર્ણાટક
  3. ગુજરાત :- પચમહાલ , વડોદરા
  4. ઓડિશા :- સુંદરગઢ , બોનાઈ , કાલાહાંડી
  5. મહારાષ્ટ્ર :- નાગપુર , રત્નાગીરી
  6. કર્ણાટક :- શીમોગા,ચિત્રદુર્ગ
  7. મધ્ય પ્રદેશ :- બાલાઘાટ,છિંદવાડા
  8. આંધ્ર પ્રદેશ :- કડપ્પા,વિજયનગરમ
અબરખ
  1. ઉપયોગ મુખ્યત્વે વિધુત ઉધોગોમાં થાય છે.
  2. ભારતમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન આંધ્ર પ્રદેશ થાય છે.
  3. આંધ્ર પ્રદેશ :- નેલ્લોર , કૃષ્ણ , વિશાખાપટ્ટનમ
  4. રાજસ્થાન :- અજમેર,ભીલવાડા , ડુંગરપુર,જયપુર , ઉદયપુર
  5. ઝારખંડ :- ધનબાદ,હઝારીબાદ , રાંચી
  6. ભારત અબરખનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે.
3. તાંબું
  1. મુખ્ય ઉપયોગ વિધુતના સાધનો ઓટોમોબાઇલમાં થાય છે.
  2. જસત સાથે મિશ્રણ કરવાથી પીતળ અને ટીન સાથે મિશ્રણથી કાંસુ બને છે.
  3. મધ્ય પરદેશમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે.પરંતુ સૌથી વધુ ભંડાર રાજસ્થાનમાં આવેલો છે.રાજસ્થાનમાં તાંબુંનું ઉત્પાદન થાય છે.
  4. મધ્ય પ્રદેશ :- બાલાઘાટ , બેતુલ
  5. રાજસ્થાન :- ઝુનઝુન,ભીલવાડા,અજમેર
  6. ઝારખંડ :- હઝારીબાગ,સિંહભૂમ
4. બોક્સાઈટ
  1. તે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે.તે કોઈ વિશેષ ખનીજ નથી પરંતુ એક પથ્થર છે.જેમાં હાઈડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય છે.
  2. ભારતમાં બોક્સાઈટ ની ખાણો .
  3. ઓડિશા :- સુંદરગઢ,સાંભલપુર,કોરાપુટ
  4. ગુજરાત :- અમરેલી , ભાવનગર , જામનગર
  5. ઝારખંડ :- પલામુ,રચી,દુમકા
  6. મહારાષ્ટ્ર :- કોલ્હાપુર,પુણે , સતારા
5.સીસું
  1. તે મુક્ત રીતે મળતું નથી.તેની ધાતુ ખનીજ ગેલેન છે.તે મુલાયમ પરંતુ ભારે ધાતુ છે તેની સાથે જસત પણ મળી આવે છે.
  2. રાજસ્થાન સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે અને જસતનું 99%ઉત્પાદન કરે છે.
  3. રાજસ્થાન :-ઉદયપુર,બાંસવાડા,અલ્વર
  4. આંધ્રપ્રદેશ :- કડપ્પા,ગુંટુર,નેલ્લોર
  5. તમિલનાડુ :- આક્રોટ
  6. ઉત્તરાંખડ :- ટિહરી
  7. ઝારખંડ :- હજારીબાગ , પુલામુ
સોનુ
  1. પ્રમુખ ત્રણ ખાણો
  2. કોલર :- કર્ણાટક
  3. 2.હુટ્ટી :- કર્ણાટક
  4. 3.રામગીરી :- આંધ્ર પ્રદેશ
  5. કોલાર ખાણ સૌથી જૂની ખાણો છે.તેમાંથી મોટાભાગનું સોનુ કાઢી લેવામાં આવ્યું છે. હવે તે ત્રણ કીમીથી વધારે ઉડી હોવાથી ખર્ચ વધુ આવતો હોવાથી ખાણકામ બંધ કરવામાં આવ્યું છે.
  6. નદીની રેતીમાંથી અથવા નિક્ષેપોમાંથી પ્રપ્ત સોનાને પલ્સર સોનુ કહે છે.
  7. સિંહભૂમ જિલ્લાના લોવ નજીક અને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી પણ મળે છે.
  8. ભારતમાં ઉત્પાદિત સોનાનું લગભગ 90% કર્ણાટકમાંથી મળી આવે છે.
ચાંદી
  1. તે સીસા અને જસતની સાથે સંયુક્ત રૂપે મળે છે.
  2. ભારતમાં તેનો ભંડાર પર્યાપ્ત નથી.
  3. ઉદયપુરની જવાર ખાન ચાંદીની સૌથી મોટી ઉત્પાદક છે.
  4. કર્ણાટક અને આંધ્રપ્રદેશની સોનાની ખાણોમાં પણ મળે છે.
ક્રોમાઇટ
  1. લોખંડ અને ક્રોમિયમનો એક ઓક્સાઇડ છે.
ચૂનાના પથ્થર
  1. તેનો ઉપયોગ મુખ્યત્વે સિમેન્ટ,લોખંડ,સ્ટીલ અને રાસાયણિક ઉધોગોમાં કરવામાં આવે છે.
  2. તેનું ઉત્પાદન લગભગ બધા રાજ્યોમાં થાય છે.પરંતુ રાજસ્થાન,મધ્ય પ્રદેશ અને ગુજરાત અગેસર છે.
ડોલોમાઈટ
  1. આ એક પ્રકારનો ચૂનાનો પથ્થર છે.જેમાં મેગનેશિયમ નું પ્રમાણ હોય છે.
  2. ઓડિશા,આંધ્રપ્રદેશ,ઝારખંડ , રાજસ્થાન
એસ્બેટોસ
  1. એક કિંમતી ખનીજ છે.કારણ કે તે રેસાદાર સર્ચના ધરાવે છે અને આગ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.
  2. રાજસ્થાન સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે.
યુરેનિયમ
  1. સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ઝારખંડ છે ઝારખંડમાં જાદુઘોડા,હઝારીબાગ,સિંહભૂમ પ્રસિદ્ધ ખાણો છે.
  2. કેરળ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં મોનોઝાઈટ રેતીમાંથી યુરેનિયમના ભંડારો મળી આવ્યો છે.
થોરિયમ
  1. થોરિયમ મોનિઝાઈટ રેતીમાંથી પ્રાપ્ત થાય છે.જેનું ઉત્પાદન કેરળ,ઝારખંડ,બિહાર થાય છે.
હીરો
  1. એક કિંમતી પથ્થર છે.
  2. મધ્યપ્રદેશની પન્નાની ખાણો દેશમાં હીરા માટે પ્રસિદ્ધ છે.
કોલસો
  1. કાર્બનના પ્રમાણ મુજબ કોલસાના ચાર પ્રકારો પડે છે.
  2. 1.એન્થ્રેસાઇટ :90 થી 95% કાર્બનનું પ્રમાણ,સૌથી ઉચ્ચ કોટિનો કોલસો છે.
  3. 2.બિટુમીનસ :- 80થિ % કાર્બનનું પ્રમાણ
  4. 3.લિગ્નાઇટ  :- 60 થી 65%કાર્બનનું પ્રમાણ
  5. 4.પિટ :- 40%થી ઓછું કાર્બનનું પ્રમાણ
  6. ઝારખંડ :- ઝરીયા,હઝારીબાગ , બોકારો
  7. ઓડિશા :- તાલચેર
  8. છત્તીસગઢ :- સીગરોળી , કોરબા
  9. પશ્ચિમ બંગાળ :- રાણીંગજ
  10. આંધ્રપ્રદેશ :- નેલ્લોર
  11. તેલંગાણા :- આદિલાબાદ
  12. તમિલનાડુ :- નેયવેલી
  13. રાજસ્થાન :- બિકાનેર
  14. ગુજરાત :- પાનન્ધ્રો
  15. જમ્મુ-કાશ્મીર :-મધ્ય-પશ્ચિમ વિસ્તાર
  16. મહારાષ્ટ્ર :- ચંદ્રપુર
  17. ઝરિયામાં ભારતની સૌથી મોટી કોલસાની ખાન છે.
  18. ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ચીન અને યુ.એસ.એ.પછી ત્રીજું છે.
  19. કોલસાને કાળો હીરો કહેવા માં આવે છે.
  20. ભારતમાં હજી અંદાજે 2.5 લાખ કરોડ તન કોલસામાં સંચિત ભંડારો  છે.
પેટ્રોલિયમ
  • ભારતનો પ્રથમ ખનીજ તેલનો કૂવો આસામ ખાતે ડિજિબોઈમાંથી મળી આવેલો છે.
ભારતના મુખ્ય ખનીજ તેલ ક્ષેત્રો
  • 1.બોમ્બેહાઇ
  • 2.ગુજરાત
  • 3.આસામ
  • 4.પૂર્વતટીય
  • 5.કુદરતી ગેસ
ભારતના ઉધોગો
1.સુતરાઉ કાપડ ઉધોગ
  1. સુતરાઉ કાપડની સૌપ્રથમ સફળ મિલ 1854માં મુંબઈમાં કકસજી દાવર દ્વારા ખોલવામાં આવી હતી.
  2. સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે.
  3. મહારાષ્ટ્ર :- મુંબઈ,પુના,સોલાપુર,નાગપુર
  4. ગુજરાત :- અમદાવાદ,સુરત,રાજકોટ
  5. તમિલનાડુ :- સેલમ,તુતીકોરીન , મદુરાઈ
  6. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ,પંજાબ થાય છે.
  7. મુંબઈ ભારતની સુતરાઉ કાપડની રાજધાની છે.મુંબઈ પછી અમદાવાદ સૌથી મોટું સુતરાઉ કાપડનું કેન્દ્ર છે.
2. શણ ઉધોગ
  1. ભારત શણની ચીજવસ્તુઓની બનાવટમાં પ્રથમ સ્થાને છે.કુલ ઉત્પાદનમાં ભાગીદારી 35% છે.
  2. શણનું પ્રથમ કારખાનું કોલકતા પાસે રિસરમાં 1859માં સ્થપાયું હતું.
  3. 1971માં ભારતીય શણ નિગમની સ્થાપના કોલકતામાં થઇ જે શણની આયાત ,નિકાસ અને આંતરિક બજાર પર દેખરેખ રાખે છે.
  4. શણ ના કુલ ઉત્પાદનનું 85%ઉત્પાદન પશ્ચિમ બંગાળ માં થાય છે.અહીં હુગલી નદીના કાંઠે શણ ઉધોગ વિકસ્યો છે.
  5. આંધ્ર પ્રદેશ :- ગંટુર , વિશખાપટ્ટનમ
  6. બિહાર :- કટિહાર,દરભંગા
  7. ઉત્તર પ્રદેશ :- કાનપુર,ગોરખપુર
  8. શણને સોનેરી રેસા કહે છે.
ઉની કાપડ ઉધોગ
  1. ભારતમાં ઉનની પહેલી મિલ 1870 માં કાનપુરમાં સ્થપાઈ હતી.પરંતુ વાસ્તવિક વિકાસ 1950 પછી થયો છે.
  2. સૌથી વધુ મિલો પંજાબ માં છે.
  3. પંજાબ :- લુધિયાણા ,ધારીવાલ,જલંધર , અમૃતસર .
  4. ઉત્તર પ્રદેશ :- મિર્ઝાપુર , આગ્રા, શાહજહાંપૂર , વારાણસી
  5. જમ્મુ-કાશ્મીર :- શ્રી નગર
  6. રાજસ્થાન :- જયપુર, ભીલવાડા,બિકાનેર,જોધપુર,સીકર
  7. ગુજરાત :- અમદાવાદ , જામનગર,વડોદરા
  8. મહારાષ્ટ્ર :- જલગાંવ , મુંબઈ
રેશમ ઉધોગ
  1. રેશમ ના ઉત્પાદન માં ચીન પછી ભારત દ્વિતીય સ્થાને છે.
  2. કર્ણાટક માં રેશમી કાપડ નું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
  3. પ્રથમ રેશમ મિલની સ્થાપના 1832 માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હવડામાં કરાઈ હતી.
  4. ભારતમાં ચાર પ્રકાર નું કુદરતી રેશમ મલમલ, ટસર, ઇરી અને મુંગા પેદા કરવામાં આવે છે.
  5. કર્ણાટક :- બેગલુરુ,બેલગામ , કોલર
  6. આંધ્ર પ્રદેશ :- અનંતપુર , બિરાનપુર,કોલકતા , ચોવીસ
  7. તેલંગાણા :- ક્રીમનગર
  8. બિહાર :- ભાગલપુર , ગયા,પટણા
  9. પંજાબ :- અમૃતસર , હોશિયારપુર , લુધિયાણા
  10. તમિલનાડુ :- સેલમ ,તાંજોર , કાચી
સિમેન્ટ ઉધોગ
  1. વિશ્વમાં સૌથી પહેલા આધુનિક ઢબે સિમેન્ટનું નિર્માણ 1824માં બ્રિટનમાં પોર્ટલેન્ડ નામના સ્થળે થયું હતું.
  2. ભારતમાં આધુનિક ઢબે સિમેન્ટ બનાવવાનું પ્રથમ કારખાનું 1904માં મદ્રાસમાં સ્થાપવા માં આવ્યું હતું, જે નિષ્ફ્ળ રહ્યું.
  3. સિમેન્ટ ઉધોગનો વાસ્તવિક વિકાસ 1914થી ચાલુ થયો.જયારે પોરબંદરમાં ઇન્ડિયન સિમેન્ટ કંપની લઈ.દ્વારા કારખાનું ચાલુ થયું.
  4. રાજસ્થાન ભારતનું સૌથું મોટું સિમેન્ટ ઉત્પાદક રાજ્ય છે.
  5. રાજસ્થાન :- લખેરી,સ્વૈ માધોપુર,ચિતોડગઢ.
  6. મધ્ય પ્રદેશ :- સતના,મેહુર,જબલપુર
  7. ગુજરાત :- પોરબંદર,જામનગર , વેરાવળ
  8. કર્ણાટક :- ભોજપુર,બદ્રાવતી,બેગ્લોર
  9. ઓડિશા :- હિરાકુંડ,રાજગંગાપુર
લોખંડ પોલાદ ઉધોગ
  1. 1832માં પોટોનોવો માં આધુનિક ઢબે લોખંડ પોલાદનું કારખાનું નાખવામાં આવ્યું પરંતુ તે નિષ્ફ્ળ રહ્યું.
  2. દેશનું પ્રથમ સફર કારખાનું 1874 માં ફૂલતીમાં બરાકર આર્યન વકર્સ નામે સ્થાપવામાં આવ્યું હતું.
  3. દેશનું સૌપ્રથમ મોટાપાયે અને વ્યવસ્થિત લોકાન્દ,પોલાદનું કારખાનું 1907 માં તત્કાલીન બિહાર રાજ્યમાં સ્વર્ણરેખા નદીકિનારે સકચી નામના સ્થળે જમશેદજી તાતા દ્વારર સ્થાપવામાં આવ્યું હતું.
  4. 1908માં લોખંડનું કારખાનું ચાલુ થયું.
  5. 1918માં બરનપુર માં ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
  6. દ્રિતીય પચવર્ષીય યોજનામાં ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરાયા.
  7. 1.ભીલાઈ (છત્તીસગઢ):- તત્કાલીન સોવિયત સંઘના સહયોગથી
  8. 2.રુરકેલા (ઓડિશા) :- જર્મનીના સહયોગથી
  9. 3. દુર્ગાપુર(પશ્ચિમ બંગાળ) :- બ્રિટનની સહાયતાથી
  10. ચોથી પચવર્ષીય યોજનામાં સેલમ,વિશખાપટ્ટનમ,વિજયનગર માં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા .
  11. લોખંડ,પોલાદ ઉધોગ માટે મુખ્યત્વે લોહ અયસ્ક,ચૂનાના પથ્થર,મેંગેનીઝ,બોક્સાઈટ,ડોલામાઈટ , પાણી અને ઈંધણ માટે કોલસાની જરૂરિયાત હોવાથી આવા ખનીજોવાળા ક્ષેત્રોમાં વિકસ્યો છે.
કાગળ ઉધોગ
  1. ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ 1812માં સીરામપુર માં સ્થાપવામાં આવી હતી.
  2. કાગળનું પ્રથમ સફળ કારખાનું 1879માં લખનઉમાં સ્થપાયું હતું.
  3. પશ્ચિમ બંગાળ ભારતનું સૌથી મોટું કાગળ ઉત્પાદક રાજ્ય છે.
  4. પશ્ચિમ બંગાળ :- ટીટાગઢ , રાનીગંજ , નેહાટી 
  5. ગુજરાત :- વાપી,સુરત,વડોદરા,રાજકોટ,બારજેડી
  6. કેરળ :- કોચી,પુનાલર
  7. બિહાર :- પટણા , બરોની,દાલમિયાનગર
  8. મહારાષ્ટ્ર :- મુંબઈ,પુણે,કલ્યાણ,રેહા
  9. તમિલનાડુ :- પાલની , ચેન્નઈ
મોટરકાર ઉધોગ
  1. આ ઉધોગ ને વિકાસ ઉધોગ તરીકે ઓળખવા માં આવે છે.
  2. હિન્દુસ્તાન મોટર :- કોલકતા
  3. પ્રીમિયર ઓટોમોબાઇલ્સ :- મુંબઈ 
  4. અશોક લેલેન્ડ :- ચેન્નઈ
  5. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા :- પુણે
  6. ટાટા એન્જીનીયરીગ એન્ડ લોકોમોટિવ :- જમશેદપુર
  7. મારુતિ ઉધોગ લી :- ગુડગાંવ
  8. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ :- બેગલુરુ
  9. ગુજરાતમાં તાતા મોટર્સ , મારુતિ,ફોર્ડ વગેરે
  10. મોટરસાઇકલ :-  પુણે ,મુંબઈ,ફરીદાબાદ , કાનપુર
  11. ટ્રેકટર નિર્માણ :- ફરીદાબાદ
  12. સાઇકલ નિર્માણ :- સોનીપત,જલંધર,મુંબઈ
જહાજ ઉધોગ
  1. ભારતમાં જહાજ નિર્માણ પ્લાન્ટ 1941માં વિશાખાપટ્ટનમમાં સિંઘીયા સ્ટીમ એન્ડ નેવિદેશન દ્વારા સ્થાપવામાં આવ્યો.1952માં ભારત સરકારે તેનું અધિગ્રહણ કરીને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ નામ આપ્યું.
  2. કોચી શિપયાર્ડ  : ભારતનું સૌથી મોટું શિપયાર્ડ છે. જાપાન ની સહાયથી વિકસતું થયું છે.
  3. 1.મઝગાંવ ડોકયાર્ડ(મુંબઈ)
  4. 2.ગાર્ડનરીચ વર્કશોપ (કોલકતા)
  5. 3. ગોવા શિપયાર્ડ (ગોવા)
વિમાન ઉધોગ
  1. ભારતમાં વિમાનનું પ્રથમ કારખાનું 1940મમ બેગલુરૂમાં હિન્દુસ્તાન એરક્રાફ્ટ કંપનીએ સ્થાપ્યું હતું.જેને હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ના નામે ઓળખવામાં આવે છે.
  2. તેના બેગ્લોરમાં પાંચ એકમો ઉપરાંત કોરાપુર,કોરવા,નાસિક, કાનપુરમાં એક-એક એકમો આવેલા છે.જે વિમાન નિર્માણ ના વિવિધ ભાગો બનાવે છે.
રેલવે ઉપકરણો ઉધોગ
  1. 1.રેલવે એન્જીન
  2. ચિતરંજન (વિધુત એન્જીન),મધેપુર(વિધુત), વારાણસી (ડીઝલ), જમશેદપુર.
  3. 2.રેલના ડબા
  4. પેરામ્બુર (તમિલનાડુ), કપૂરથલા (પંજાબ), બેગલુરુ , કોલકતા
  5. 3.રેલવેના પેડાં
  6. બેગલુરુ(કર્ણાટક), છપરા (બિહાર)
ખાંડ ઉધોગ
  1. ઉત્તર પ્રદેશ ખાંડ નું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે.
  2. મહારાષ્ટ્ર,બિહાર,પશ્ચિમ બંગાળ , પંજાબ , આંધ્ર પ્રદેશ,રાજસ્થાન , ગુજરાત અન્ય ઉત્પાદક રાજ્યો છે.
રાસાયણિક ખાતર ઉધોગ
  1. ભારતમાં પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુ ના રાણીપેટમાં સ્થાપવામાં આવ્યું હતું.
  2. 1947માં કેરળના અલ્વાય માં એમોનિયમ સલ્ફેટનું કારખાનું તથા 1944માં કર્ણાટકના બેલેગુલામ એમોનિયા ખાતરનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું.
  3. 1951માં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી અને તે અંતગર્ત સિંદરી માં એશિયાનો સૌથી મોટા ખાતર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.
  4. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો રાસાયણિક ખાતરનો ઉત્પાદક અને વપ્રસ્ક્ર્ત દેશ છે.
  5. પોટાશ ખાતર માટે ભારત આયાત પર નિર્ભર છે.ભારતમાં સૌથી વધુ નાઇટ્રોજન ખાતર વપરાય છે.
  6. ઝારખંડ :- સિંદરી
  7. બિહાર :- બરોની
  8. ઉત્તર પ્રદેશ :- કાનપુર,ગોરખપુર
  9. પશ્ચિમ પબંગાળ :- બરનપુર
  10. ઓડિશા :- રૂરકેલા , તલચર
  11. ગુજરાત :- કંડલા,વડોદરા,ભરૂચ,હજીરા
  12. રાજસ્થાન :- ખેતડી,કોટા
  13. તમિલનાડુ :- રાણીપેટ,તુતીકોરીન
  14. છત્તીસગઢ :- કોરબા,ભીલાઈ
કાચ-ઉધોગ
  1. ફિરોઝાબાદ,શિકોહાબાદ ,બેલગામ  મહત્વ કેન્દ્ર છે.
  2. પશ્ચિમ બંગાળ :- બેલુર,સીતારામ,રીસડા,વર્ધમાન
  3. ઉત્તર પ્રદેશ :- નેની, વારાણસી,મુરાદાબાદ
  4. ઝારખંડ :- કાન્દ્રા , ધનબાદ
  5. ગુજરાત :- ભરૂચ,વડોદરા,મોરબી
  6. તમિલનાડુ :- સેલમ,ચેન્નઈ
ઓઇલ રિફાઇનરીઓ
  1. ભારતમાં કુલ 21 રિફાઇનરીઓ છે.જેમાં 17 જાહેર ક્ષેત્રની,3 ખાનગી અને એક સંયુક્ત ક્ષેત્રની છે.
  2. ઇન્ડિયન ઓઇલ કંપની લી. :- બરોની , કોયલી , મથુરા
  3. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. :- મુંબઈ,મેંગ્લોર
  4. રિલાયન્સ પેટ્રોલિયમ લિ. :- જામનગર
  5. કોચીન રિફાઇનરી લિ. :- કોચીન
ચામડા ઉધોગ :-
  1. કાનપુર ચામડાં ઉધોગનું મોટું કેન્દ્ર છે. જે બુટ માટે પ્રસિદ્ધ છે.
  2. અન્ય મુખ્ય કેન્દ્રો :- આગ્રા , મુંબઈ, કોલકતા , પટણા
દવા ઉધોગ :-
  1. મુંબઈ , દિલ્હી , કાનપુર , પુણે  , મથુરા , અમદાવાદ  ,હરિદ્વાર , હૈદરાબાદ વડોદરા વગેરે 
ચા ઉધોગ :-
  1. આસામ , તમિલનાડુ
ભારતમાં પરિવહન
સડક પરિવહન
  1. ભારતનું સડક તંત્ર વિશ્વનું ત્રીજું સૌથી મોટું તંત્ર છે. જે અલગ-અલગ પ્રકારની સડકોથી બનેલું છે.
  2. એક્સપ્રેસ વે
  3. નેશનલ હાઇવે
  4. રાજ્યમાર્ગ
  5. મુખ્ય જિલ્લા સડક
  6. અન્ય રાજ્ય સડક
  7. ગ્રામ પંચાયત સડક
  8. નેશનલ હાઈ વેની લંબાઈ  દેશની કુલ સડકોના 2% છે . પરંતુ 40% વાહનવ્યવહાર તેના દ્વારા થાય છે.
રેલ પરિવહન
  1. ભારતમાં પ્રથમ રેલવે ની શરૂઆત 1853 મુંબઈ થાણા વચ્ચે થઇ હતી.
  2. 1854માં કલકતા- રાણીંગજ અને 1856માં મદ્રાસ-અર્કોનમ વચ્ચે રેલવેની શરૂઆત થઇ હતી.
  3. ભારતીય રેલવે બોર્ડની સ્થાપના 1905માં થઇ હતી.આ અને 1950માં તેનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું.
  4. સંપૂર્ણ રેલવે નેટવર્કને 17 મંડળો માં વહેંચવામાં આવ્યું છે. પ્રત્ય્રક મદદનો પ્રધાન મહાપ્રબંધક હોય છે.
  5. દેશમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન વિવેક એક્સપ્રેસ છે.જે દીબ્રુગઢ થી કન્યાકુમારી વચ્ચે ચાલે છે.
  6. હિમસાગર એક્સપ્રેસ જમ્મુ તાવીથી કન્યાકુમારી સુધી ચાલે છે.
  7. વિધુત થી ચાલતી પ્રથમ ટ્રેન ડેક્કન કવિન હતી.
  8. કોંકણ રેલવે પરિયોજના અંતર્ગત રોહા થી મેંગ્લોર વચ્ચે 760 કી.મી.લાંબા રેલમાર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 56 રેલવે સ્ટેશન,92 ટનલ,179 મોટા પુલ છે. કોંકણ રેલ થી મહારાષ્ટ્ર,ગોવા,કર્ણાટક રાજ્યો લાભાન્વિત થશે.
  9. કોલકતા મેટ્રો 1984થી , દિલ્હી મેટ્રો 2022 અને બેગ્લોર 2011 થી ચાલુ થઇ છે.
  10. રેલવે લાઇનનું સૌથી વધુ ઘનત્વ પંજાબ અને પશ્ચિમ બંગાળ માં છે.મેઘાલય માં રેલવે લાઈન નથી.
જળ પરિવહન
  1. દેશના જળમાર્ગોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.
  2. 1.આંતરિક જળમાર્ગ
  3. 2. સામુદ્રિક જળમાર્ગ
1. આંતરિક જળમાર્ગ
  1. કેન્દ્રીય આંતરિક જળ પરિવહન નિગમની સ્થાપના 1967માં કોલકાતામાં કરવામાં આવી હતી. જે મુખ્યત્વે ગંગા,બ્રહ્મપુત્રા,હુગલી,અને સુંદરવન પ્રદેશોના આંતરિક જળમાર્ગોના પરિવહનથી સઁલગ્નન છે.
  2. ભારતના આંતરિક જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોના રૂપમાં વિકસિત કરવાના ઉદેશો ભારતીય આંતરિક જળમાર્ગો પ્રાધિકરણની સ્થાપના 1986માં કરવામાં આવી.તેનું મુખયલી નોઈડામાં તથા પ્રાદેશિક કાર્યાલય ગુહાવતી,કોચી અને પાટણ માં છે.
2. સમુદ્રી પરિવહન
  1. ભારતમાં મુખ્ય 13 બંદરો છે .જેનું નિયત્રંણ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે.ઉપરાંત 200 જેટલા નાના અને મધ્યમ બંદરો બંધારણની સમવર્તી સૂચીમાં સામેલ છે. જેનો વહીવટ રાજ્ય સરકાર કરે છે.
ભારતના મુખ્ય બંદરો
  1. 1.કંડલા :- સ્વતંત્રતા પછી કરાચીની ખોટ પુરી કરવા બનાવ્યું, મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે, ભરતીનું અને પ્રાકૃતિક બંદર
  2. 2.મુંબઈ :- ભારતનું સૌથી મોટું અને પ્રાકૃતિક બંદર , 1672માં અંગ્રેજ દ્વારા સુરત બદ્રની અવેજીમથાપિત કરાયું હતું.
  3. 3.જવાહરલાલ  નહેરુ :- મુંબઈથી 14 km દૂર મિકેનાઇઝડ સેટેલાઇટ બંદર
  4. 4.માર્માગોઆ :- પ્રાકૃતિક બંદર
  5. 5.ન્યુ મેંગ્લોર :- મુખ્યત્વે કુડ્રેમુખના લોહ અયસ્કની નિકાસ ઈરાનને થાય છે.
  6. 6. કોચીન :- પ્રાકૃતિક બંદર
  7. 7.તુતીકોરીન :- મન્નારના અખાત માં આવેલું છે.
  8. 8.ચેન્નાઇ :- પૂર્વતટ નું સૌથી પ્રાચીન બંદર, કૃત્રિમબંદર છે, મુંબઈ પછી બીજું સૌથી સર્વાધિક વેપાર કરતું બંદર
  9. 9.વિશાખાપટ્ટનમ :- દેશનું પ્રથમ નિગમિત અને નવું સેટેલાઇટ બંદર , દિલફાઇન નોઝ ટેકરી પાછળ આવેલું છે જે તેનું કુદરતી આફતો સામે રક્ષણ કરે છે.
  10. 10.પારાદ્વીપ :- કુત્રિમ બંદર છે.
  11. 11. કોલકાતા- હલીદયા :- નદીય બંદર છે.
  12. 12. પોર્ટબ્લેર :- 1 જૂન,2012થી મુખ્ય બંદરોમાં સમાવેશ થયો,આંદામાન-નિકોબાર ટાપુઓ પર આવેલું છે.
વાયુ પરિવહન
  1. ભારતમાં વાયુ પરિવહનની શરૂઆત 1911માં થઇ જયારે અલ્લાહાબાદથી નેની સુધી વિમાન ટપાલ સેવાની સુવિધા શરૂ થઇ.
  2. 1953માં બધી વિમાન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને બે નિગમોને આધીન રાખવામાં આવી. ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયા
  3. ઇન્ડિયન એરલાઇન્સ આંતરિક અને પાડોશી દેશો સાથે અને એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા આપતું હતું.પરંતુ 2007માં આ બન્નેનો પરસ્પર વિલય થઇ ગયો અને ' એર ઇન્ડિયા'નામથી હવાઈ સેવાઓ આપે છે.તેનું મુખયલી મુંબઈમાં છે.હવે તે એકમાત્ર સરકારી કંપની છે.
  4. કિંગફિશર, જેટ એવરેઝ , ડેક્કન,સ્પાઇસ જેટ, ઈન્ડિગો વગેરે ખાનગી એવિએશન કંપનીઓ છે.
  5. હવાઈ મથકોનો વહીવટ અને નિયત્રંણ ભારતીય વિમાનપતન પ્રાધિકરણ દ્વારા કરવામાં આવે છે. તેની સ્થાપના 1995માં થઇ હતી.
ભારતના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈમથકો
  1. 1.ઇન્દિરા ગાંધી આતરરાષ્ટ્રીય હવાઈમથક :- દિલ્હી
  2. 2.છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈમથક :- મુંબઈ 
  3. 3.નેતાજી સુભાષચન્દ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈમથક :- કોલકતતા
  4. 4.મિનાંમ્બક આંતરરાષ્ટ્રીય હવાઈમથક :- ચેન્નઈ
  5. 5.સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથ :- અમદાવાદ
  6. 6.રાજીવ ગાંધી આતરરાષ્ટ્રીય હવાઈમથક :- હૈદરાબાદ
  7. 7.બેગ્લોર આંતર રાષ્ટ્રીય  આતરરાષ્ટ્રીય હવાઈ મથક :- બેગલુરુ
  8. 8.બાબા સાહેબ આબેકટર આતરરાષ્ટ્રીય હવાઈ મથક :- નાગપુર
  9. 9. લોકપ્રિય ગોપીનાથ બોરદીલાઈ આતરરાષ્ટ્રીય હવાઈમથક :- ગુહાવતી
  10. 10.ચૌધરી ચરણસિંહ આતરરાષ્ટ્રીય હવાઈમથક :- લખનઉ
  11. 11.જયપ્રકાશ નારાયણ આતરરાષ્ટ્રીય હવાઈ મથક :- પટણા
  12. 12. ડેબોલીમ આતરરાષ્ટ્રીય હવાઈમથક :- ગોવા
  13. 13. ગુરુ રામદાસ આતરરાષ્ટ્રીય હવાઈ મથક :- અમૃતસર
  14. અન્ય આતરરાષ્ટ્રીય હવાઈ મથક :- ત્રિચી, કોચીન, કોજીરોડ , તિરૂવનંતપુરમ , મેંગ્લોર , તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર , ગયા , વારાણસી .
  15. પવનહંસ હૅલોકોપટર્સ લિમિટેડ એ પર્યટન ને પ્રોત્સાહન પણ આપે છે.
  16. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રી ઉડાન એકેડમી એક સ્વાગત સંસ્થા છે. જે ફુર્સતગંજ માં આવેલી છે.તેની સ્થાપના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત થઇ છે.
એલ્યુમિનિયમ ઉધોગ 
  1. વર્તમાનમાં એલ્યુમિનિયમ પ્લાન્ટ
  2. 1.INDALCO (INDIAN ALUMINIMUM COMPANY)
  3. મુરી (ઝારખંડ),બેલુર(પશ્ચિમ બંગાળ ),હિરાકુંડ (ઓડિશા),બેલગામ (કર્ણાટક)
  4. 2. HINDALCO ( HINDUSTAN ALUMINIUM CORPORATION)
  5. રેણકૂટ (ઉત્તર પ્રદેશ), જે સસ્તું જળ અને વિધુત રીહદ પરિયોજનાથી મેળવે છે.
  6. 3.BALCO (BHARAT ALUMINIUM CO)
  7. કોરબા (છત્તીસગઢ , કોયના (મહારાષ્ટ્ર)
  8. 4.MALCO (MADRAS ALUMINIUM)
  9. મેટૂર (તમિલનાડુ)
  10. 5.NALCO (NATIONAL ALUMINIUM)
  11. દામનજોરી , (કોરાપુટ , ઓડિશા), અંગુલ (ઓડિશા)
  12. 6.ALUMINIUM CORPORATION OF INDIA
  13. જેકેનગર (પશ્ચિમ બંગાળ ) 

View More Material

Share