Material Content for ગુજરાતનું ભૂગોળ

ગુજરાતનું ભૂગોળ

 

 

ભૂપુષ્ઠની દ્રષ્ટિ
  1. પ્રાચીન સમયમાં ગુજરાતને આનર્ત,લાત અને સુરાષ્ટ્ર એમ ત્રણ વિસ્તાર તરીકે ઓળખવામાં આવતું .
  2. આનર્ત :- તળ ગુજરાતના ઉત્તર વુસ્ટરને
  3. લાટ :- ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગને
  4. સૌરાષ્ટ્ર :- સૌરાષ્ટ્ર
  5. વર્તમાન સમયે ગુજરાતની ભૂપુષ્ઠની દ્રષ્ટિએ પાંચ ભાગમાં વહેંચણી થઇ છે.
  6. 1.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
  7. 2.ગુજરાતનો રણ વિસ્તાર
  8. 3.સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ
  9. 4.ગુજરાતના મેદાનો
  10. 5.ગુજરાતનો દરિયા કિનારો
1. ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
a. કચ્છ નો ડુંગરાળ પ્રદેશ
  1. કચ્છમાં નાના ડુંગરોની ત્રણ હાર આવેલી છે. જેને ધાર તરીકે ઓળખવામાં આવે છે.
  2. ઉત્તર ધાર :- કાળો , પચ્છમ , ખડીર , બેલા , ખડિયો અને ખાવડા ટાપુ
  3. 2.મધ્ય ધાર :- ધીણોધર , લીલીયો, ભુજીયો, રતનાલ
  4. દક્ષિણ ધાર :- ઉમિયા , જરૂર , વરાર
  5. ઉત્તર ધાર અને કચ્છનો સૌથી ઉંચો કાળો ડુંગર છે.
  6. મધ્ય ધાર અંજાર થી લખપત વચ્છે આવેલી છે અને જે ધાર નો સૌથી ઉંચો ડુંગર ધીણોધર છે.જે ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલો છે અને તેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે.
  7. મધ્ય ધાર કચ્છના રણ અને અખાત વચ્ચે જળ વિભાજનનું કાર્ય કરે છે.
  8. દક્ષિણ ધાર મધ્ય ઘરની દક્ષિણ બાજુએ આવેલી છે. આ ધાર પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. જે ધર્ણો સૌથી મોટો ડુંગર નનામો છે.
  9. આ ડુંગરમાં અધોઇ સૌથી ઉંચો ડુંગર છે.
b.સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
  1. સૌરાષ્ટ્રના ડુંગરાળ પરદેશમાં સેરેંદ્ર્નગર જિલ્લામાં આવતા ચોટીલા,જુનાગઢનો ગિરનાર , ભાવનગર જિલ્લામાં શેત્રુજ્ય તેમજ તળાજા,ખોખરા , શિહોરનો સમાવેશ થાય છે.
  2. સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશનું મૂયત્વે માંડવની ટેકરી અને ગીરની ટેકરીઓ એમ વિભાજન થયું છે.
  3. ગીરના વિસ્તાર પેકીના એક નાના ગીરમાં મોરધારના ડુંગર આવેલો છે.
  4. ગીરની ટેકરીઓ ગિરનાર ની દક્ષિણ બાજુએ જતી હારમાળા છે.
  5. માંડવની ટેકરીઓમાં ચોટીલા અને બરડો ડુંગરનો સમાવેશ થાય છે.
  6. માંડવની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ચોટીલા છે જયારે બરડો ડુંગરનું સૌથી ઉંચુ શિખર અભપ્રરા છે.જે બરડો ડુંગરમાં વેણુ નામક શિખર પણ આવેલું છે.
c. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
  1. સમગ્ર ભારતમાં સૌથી પ્રાચીન મનાતી પર્વતમાળા અરવલ્લી ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને પાલનપુરમાં જેસોરની ટેકરી અને આરાસુરના ડુંગરાઓ આવેલા છે.
  2. જેસોરની ટેકરી સૌથી ઉંચી છે.જે 1090 મીટર ઉંચાઈ ધરાવે છે.
  3. અરવલ્લી પર્વતમાળા મુખ્યત્વે રાજસ્થાનમાં પથરાયેલી છે . પરંતુ ગુજરાતમાં તેનો આબુ નજીકથી પ્રવેશ થાય છે.
  4. અરવલ્લી પર્વતીય શ્રેણી પચમહાલ જિલ્લાના પાવાગઢ સુધી છે.જ્યાં પાવાગઢ વિદ્ય શ્રેણી માં ભળી જાય છે . આ પર્વતશ્રેણી બનાસ અને સાબરમતી નદીના જળ વિભાજનનું પણ કાર્ય કરે છે.
  5. સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીના ભાગરૂપે આરાસુરના ડુંગરો આવેલા છે, જેમાં ઇડર , શામળાજી , ખેડબ્રહ્મા ના ડુંગરો આવેલા છે.
d . મધ્ય ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
  1. પચમહાલ , દાહોદ , મહીસાગર , છોટા ઉદેપુર વિદ્ય પર્વતીય શ્રેણીનો ભાગ છે જે મહીં અને પાનમ તેમજ નર્મદા અને ઓરસંગ નદીઓના જળ વિભાજનનું કાર્ય કરે છે.
  2. માથાસર રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઉંચુ શિખર છે.
e. દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
  1. સાલેર મુલેર અને પારનેરાસહ્યાદ્રી પર્વતીય શ્રેણીનો ભાગ છે.
  2. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે અને સહ્યાદ્રી પર્વત શ્રેણીમાં વિલ્સનની ટેકરીઓ પણ આવેલી છે.
ગુજરાતના પર્વતો વિશે
  1. 1.ગિરનાર :- 1153.2 મીટર - જૂનાગઢ
  2. 2. ગોરખનાથ શિખર :- 1117 મીટર - જૂનાગઢ
  3. 3. ચોટીલા :- 340 મીટર - સુરેન્દ્રનગર
  4. 4.શેત્રુજ્ય :- 498 મીટર - ભાવનગર
  5. 5. પાવાગઢ :- 829 મીટર - પંચમહાલ  
  6. 6. સાપુતારા :- 1100 મીટર ડાંગ
  7. 7.કાળો :- 437 મીટર - કચ્છ
  8. 8. ધીણોધર :- 388 મીટર - કચ્છ
  9. 9. ઝુરા :- 316 મીટર :- કચ્છ
  10. 10. સરકલાની  ટેકરી :-  643 મીટર
  11. 11.આભપરા :- 637 મીટર
3. ગુજરાતનો દરિયા કિનારો
  1. ગુજરાતને ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે જેમાં નીચે  પડે છે.
  2. 1.સૌરાષ્ટ્ર :- 843 કી.મી
  3. 2. કચ્છ :- 406 કી.મી.
  4. 3. તળ ગુજરાત :- 351 કી.મી
  5. કચ્છ વર્તમાન સમયે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. ગુજરાતનો દરિયા કિનારો મુખ્યત્વે કાદવ કીચડવાળો અને અનિયમિત છે.
  6. ગુજરાતની દરિયાઈ સીમામાં દક્ષિણે ખભાતનો અખાત અને પશ્ચિમે કચ્છનો અખાત એમ બે અખાત આવેલા છે.
  7. ગુજરાતના દરિયા કિનારાને સમજવા ઉપર દર્શાવેલા કચ્છ , સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતને લઈ શકાય
a. કચ્છનો દરિયા કિનારો
  1. કચ્છ જિલ્લામાં લખપતથી જખૌ સુધાના વિસ્તારમાં અનેક છીછરી ખાડીઓ આવેલી છે જેને ક્રીક એટલે કે નાદ તરીકે ઓળખવામાં આવે છે.જેમાં સિરક્રીક અને કોરી ક્રીક મુખ્ય છે.
  2. જેમાં કોરીક્રીકને લપ્ત સીધું નદીના મુખનો અવશેષ હોવાનું પણ માનવામાં આવે છે.
  3. કચ્છમાં જખૌથી માંડવી સુધીનો કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે.
  4. જેમાં લગુનની રચના થયેલી છે.દરિયાઈ પાણીને જે જમીનનો ભાગ રોકી શકે છે તેને લાગું સરોવર કહેવામાં આવે છે.
  5. કચ્છના માંડવીથી કંડલા વિસ્તારમાં મેન્ગ્રુવ જંગલો આવેલા છે.
  6. કચ્છમાં કોટેશ્વરથી જખૌ સુધીના વિસ્તારમાં કાદવકિચડવાળો દરિયા કિનારો આવેલો છે.
b .સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો
  1. સૌરાષ્ટ્ર દરિયા કિનારો મુખ્યત્વે સપાટ છે.જેમાં માત્ર સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં કાદવ કીચડવાળો દરિયા કિનારો જોવા મળે છે.
  2. કચ્છના રણ થી ઓખામંડળ  અને જામનગરના દરિયા કિનારા સુધીમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. જેમાં જામનગર જિલ્લામાં આવેલો પિરોટન ટાપુ જાણીતો છે. જે પિરોટન ટાપુ નાગમતી અને સાલોઈ નદીના મુખ ત્રિકોણ પરદેશમાં આવેલો છે.
  3. પિરોટન ટાપુ નજીકથી મોટી આપતી પર્લ ઓઇસ્ટર માછલીઓ મળી આવે છે.
  4. દ્વારકાથી વેરાવળ સુધીનો સૌરાષ્ટ્ર પશ્ચિમનો કિનારો સીધો અને રેતાળ બીચવાળો છે, જયારે વેરાવળથી ગોપીનાથ સુધીનો દરિયા કિનારો કરાડવાળો છે.
  5. ભાવનગર નજીકનો દરિયા કિનારો ખાદી વિસ્તારને કારણે કાદવ કીચડવાળો છે.
  6. કચ્છના રણ ને ખાંભત ના અખાત સાથે જોડતા નીચાણવાળા ભાગમાં નળ સરોવર આવેલું છે.
c.તળ ગુજરાતનો દરિયા કિનારો
  1. તળ ગુજરાત નો દરિયા કિનારો 10 થી 15 કી.મી . પહોળો ભરતીથી રચાયેલો ખારોપાટ છે. નદીઓના કારણે તળ ગુજરાતનો દરિયા કિનારો ખાંચાખુંચી વાળો છે.
4. ગુજરાતનો રણ વિસ્તાર
  1. ગુજરાતના રણ વિસ્તારમાં કચ્છનો સમાવેશ થાય છે. કચ્છમાં બે રણ વિસ્તાર છે. જેમાં કચ્છનું મોટું રણ અને કચ્છ નું નાનું રણ છે. કચ્છ જિલ્લાના 45,652 ચો.કી.મી.ના વિસ્તારમાં 27200 ચો.મી.કી. ભાગ રણ વિસ્તારમાં પ્થટાયેલો છે.
  2. કચ્છનું મોટું રણ
  3. કચ્છનું નાનું રણ
ગુજરાતના મેદાનો
1.  ઉત્તર ગુજરાતનું મેદાન બનાવતી નદીઓ
  1. સાબરમતી , બનાસ , રૂપેણ , સરસ્વતી
2. ઉત્તર ગુજરાતના મેદાન વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓ
  1. બનાસકાંઠા , સાબરકાંઠા , મહેસાણા , પાટણ , અરવલ્લી
3. મધ્ય ગુજરાતનું મેડનબનાવતી નદીઓ
  1. વિશ્વમિત્ર , સાબરમતી , મહીં , વાત્રક , ઢાઢર
4. મધ્ય ગુજરાતના મેદાન વિસ્તારમાં સમાવેશ તથા જિલ્લાઓ
  1. અમદાવાદ , વડોદરા , આણંદ , ખેડા , ગાંધીનગર , મહીસાગર , ભરૂચ
5. દક્ષિણ ગુજરાતનું મેદાન બનાવતી નદીઓ
  1. તાપી , દમણગંગા , પૂર્ણા , પાર , અંબિકા , કોલક
6. દક્ષિણ ગુજરાતમાં મેદાન વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓ
  1. વલસાડ , સુરત , નવસારી , તાપી , ભરૂચ , નર્મદા
ગુજરાતનું જળપરિવહન
ગુજરાતની નદીઓ
  1. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે.
  2. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે.
  3. ગુજરાતમાં સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ ભરૂચ પાસે નર્મદા નદી ઉપર આવેલો છે . જેની લંબાઈ 1430 મીટર છે.
  4. નર્મદા નદી ઉપર નવાગામ ખાતે સ્થાપિત સરદાર સરોવર યોજના રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજના છે.
  5. નર્મદા નદી ઉપર રાજ્યોનો સૌથી ઉંચો બઁધ સરદાર સરોવર યોજના છે જેની ઉંચાઈ 13868 મીટર છે.
1.નર્મદા
  1. ઉદગમ :- અમરકંટક (મધ્ય પ્રદેશ)
  2. અંત :- ભરૂચ પાસે ખભાતની ખાડી
  3. લંબાઈ :- 1310 કી.મી
  4. નર્મદા નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર 98796 ચો.કી.મી.છે.જેમાં મધ્ય પ્રદેશ 85859, ગુજરાતમાં 11,399 અને મહારાષ્ટ્રમાં 1538 ચો.કી.મી.નો સમાવેશ થાય છે.
  5. નર્મદાને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે.
2. તાપી
  1. ઉદગમ :- ગાવિલગઢ ની ટેકરીઓ , બેતુલ જીલાલો
  2. અંત :- સુરત પાસે ખભાતના અખાતમાં
  3. લંબાઈ :- 724 કી.મી
  4. તાપી નદી અંતે સુરતથી 18 કી.મી.ના અંતરે ખભાતના અખાતમાં ભળી જાય છે.
  5. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કી.મી સુધી દરિયાઈ ભરતીની અસર રહે છે.110 કી.મી.સુધી વહાણવટા માટે ઉપયોગી છે.
3. પૂર્ણા
  1. પૂર્ણા નદી પીપીપલનેરના ડુંગર માંથી નીકળે છે.
  2. પૂર્ણા નદીની લંબાઈ 80 કી.મી છે.
  3. નવસારી પાસે પૂર્ણા નદી નવસારી તાલુકામાં કુરેલ ગામ નજીકથી પ્રવેશે છે.
  4. પૂર્ણા નદી અંતે અરબ સાગરમાં ભળી જાય છે.
4. અંબિકા
  1. વાંસદાની ટેકરીઓમાં અંબિકા નદી નીકળે છે.
  2. અંબિકા નદીની લંબાઈ 64કી.મી. છે.
  3. કાવેરી અને ખરેરા નદી બીલીમોરા પાસે અંબિકા નદી નીકળે છે.
  4. અંબિકા નદી અંતે બીલીમોરા પાસે અંબિકા નદી ને મળે છે.
5. ઔરંગા
  1. ઔરંગા નદી ધરમપુરના ડુંગરા માંથી નીકળે છે.
  2. ઔરંગા નદી ઉત્તર-પશ્ચિમે વલસાડ રફ વહન કરે છે.
  3. ઔરંગા નદીની દક્ષિણ બાજુએ પાર નદી આવેલી છે.
6. વિશ્વામિત્રી
7. પાર
8. કોલક
9. દમણગંગા
10. સાબરમતી
  1. ઉદગમ :- ઢેબર સરોવર , અરવલ્લીની ગિરિમાળા , ઉદયપુર પાસે
  2. અંતે :- ખભાતનો અખાત
  3. લંબાઈ :- કુલ :- 371 કી.મી. અને ગુજરાતમાં :- 321 કી.મી
  4. સાબરમતી નદીની ગણના હંગામી નદી તરીકે થાય છે.
  5. સાબરમતી નદીને ગુજરાતની અંબા કહેવાય છે.
11. મહી
  1. ઉદગમ :- વિધ્ય પર્વતમાળા , ધાર જિલ્લો
  2. અંત :- ખભાતનો અખાત
  3. લંબાઈ :- 585 કી.મી.
  4. મહીં નદી ચરોતરમાં વહે છે.
12. બનાસ
  1. ઉદગમ :- અરવલ્લી ગિરિમાળા
  2. અંત :- કચ્છનું નાનું રણ
  3. લંબાઈ :- 270 કી.મી.
  4. બનાસ નદી પર દાંતીવાડા નજીક બઁધ બાંધવામાં આવ્યો આવ્યો છે.
  5. બનાસ નદી અંતે કચ્છના નાના રણ માં સમાઈ જાય છે.
13. રૂપેણ
  1. રૂપેણ નદી ટૂંગા પર્વતમાળા નીકળે છે.
  2. રૂપેણ  સાબરકાંઠા , મહેસાણા , પાટણ
  3. પુષ્પાવતી અને ખારી રૂપેણ  નદીની શાખાઓ છે.
14. સરસ્વતી
  1. સરસ્વતી નદી દાતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે.
  2. સરસ્વતી નદી બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી પસાર થાય છે.
  3. સરસ્વતી નદીની લંબાઈ 150કી.મી.છે.
15. ભાદર
  1. ઉદગમ :- રાજકોટ જિલ્લાના જસદણ પાસેના માંડવ ડુંગરમાંથી
  2. અંત :- નવી બંદર પાસે અરબ સાગરમાં
  3. લંબાઈ :- 194 કી.મી 
  4. રાજકોટ અને પોરબંદર જિલ્લામાં થઈને વહે છે.
16.શેત્રુજી
  1. ઉદભવ :- ગીરના દૂધીના ડુંગર
  2. અંત :- સુલતાનપુર પાસે ખભાતના અખાતમાં
  3. લંબાઈ :- 173 કી.મી.
  4. શેત્રુજી  ધરી અને અમરેલી પાસેથી પસાર થાય છે.
17. મચ્છુ
  1. ઉદભવ :- માંડવની ટેકરીઓ , આનંદપુર
  2. અંત :- માળિયા પાસે કચ્છનું નાનું રણ
  3. લંબાઈ :- 113 કી.મી.
18. ઘેલો
  1. ઘેલો નદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઘેલો સોમનાથ મહાદેવની ગીરીમાળાઓમાં ફુલઝર પાસે આવેલા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે.
  2. ઘેલો નદીની લંબાઈ 90 કી.મી છે.
  3. ઘેલો નદી અંતે ખભાતના અખાતમાં ભળી જાય છે.
સૌરાષ્ટ્રની નદીઓ અંગે
  1. નાની નદીઓ ઘી , ફુલઝર , સાસોઇ, નાગમતી , ઉડ , આજી નદીઓ કચ્છના અખાતને મળે છે.
  2. સૌરાષ્ટ્રની મચ્છુ , બ્રાહ્મણી , ફાલ્કુ નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જતી હોવાથી ત્રણેયને સૌરાષ્ટ્રની કુંવારીકા નદીઓ તરીકે ઓળખાય છે.
  3. ઓઝત , હિરણ , શીંગવડો , મછુંદ્રી , રાવળ , ધાતરવડી , માલણ નદીઓ સૌરાષ્ટ્રની દક્ષિણે અરબ સાગરને મળે છે.
ગુજરાતની જમીન સંપત્તિ
  1. કાંપની જમીન
  2. કિનારા અને મુખત્રિકોણ પ્રદેશની કાંપની જમીન
  3. કાળી જમીન
  4. રેતાળ જમીન
  5. ક્ષારીય જમીન
  6. પડખાઉ જમીન
  7. સ્થાનિક જમીન
ગુજરાતની જંગલ સંપત્તિ
ગુજરાત માં જંગલો
  1. 1.જંગલ ન હોય તેવો વિસ્તાર :- 90.90%
  2. 2.ગાઢ જંગલો :- 0.19%
  3. 3.મધ્યમ ગાઢ જંગલો :- 2.60%
  4. 4.ખુલ્લા જંગલો :- 4.78%
  5. 5.ઝાડી - ઝાંખરા :- 1.53%
ગુજરાતમાં મેન્ગ્રોવ જંગલો ધરાવતા જિલ્લાઓ
  1. કચ્છ , જામનગર , ભરૂચ , અમદાવાદ , સુરત , નવસારી , ભાવનગર , વડોદરા , વલસાડ , રાજકોટ , પોરબંદર , જૂનાગઢ
  2. ભારતમાં મળી આવતા 16 પ્રકારના જંગલો પેકી ગુજરાતમાં 4 પ્રકારના જંગલો મળી આવે છે.
જંગલો ના પ્રકાર
  1. 1.ભેજવાળા પાનખર જંગલો
  2. 2.સૂકા પાનખર જંગલો
  3. 3. સૂકા ઝાંખરાવાળા જંગલો
  4. 4. મેન્ગ્રોવ જંગલો
ગુજરાતની પ્રાણીસંપત્તિ
  1. ગુજરાતના પ્રાણીઓમાં એશિયાટિક સિંહો , ગાય , ભેંસ , ઉંટ ,
  2. ઘોડા , બકરા , ઘુડખર , હરણ , કાળિયાર , સસલાઓ , સાબર , વાઘ , દીપડો , ઝરખ , રીછ , વાંદરાઓ , વરુ , શિયાળ , નીલગાય વગેરેનો સમાવેશ થાય છે.
  3. હાલમાં એશિયાટિક સિંહ માત્ર સૌરાષ્ટ્રના ગીર જંગલમાં જ છે. જેને સ્થાનિક લોકો સાવજ કહે છે.
  4. સિંહની લંબાઈ ત્રણ મીટર જેટલી હોય છે.
  5. ગીરમાં વેલર અને ગઠીલુંઓં એમ સિંહની બે જતો જોવા મળે છે.જે સિંહોને ડાલામથ્થો પણ કહેવામાં આવે છે.
  6. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે.
  7. પશુપાલનનો વ્યવસાય ગુજરાતમાં મુખ્યત્વે ભરવાડ અને રબારીઓ કરતા હોય છે.
વખણાતી પ્રાણીસંપત્તિ
  1. 1.ગાય :- ગીર , કાંકરેજી , ડાંગી
  2. 2. ભેંસ :- જાફરાબાદી , મહેસાણી , સુરતી
  3. 3. ઘેટાં :- પાટણવાળી , મારવાડી
  4. 4. બકરી :- સુરતી , મહેસાણી , કચ્છી , ઝાલાવાડી , ગોહિલવાડી
  5. 5. ઘોડા :- કાઠિયાવાડી , મારવાડી
  6. 6. ઉંટ :- કચ્છી
ગુજરાતમાં ખેતી
ગુજરાતમાં બિયારણ
  1. ગુજરાતમાં સુધારેલા બિયારણથી મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ લઈ.ની સ્થાપના કરવામાં આવી છે.ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સીટીઓ આવેલી છે. જે બિયારણ સુધારણા સુધારણા અંતગર્ત સંશોધન કરી બિયારણ તૈયાર કરે છે.
કૃષિ યુનિવર્સીટી અને તેની સ્થાપના
  1. 1.સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી : ઈ.સ.1972-73
  2. 2. જૂનાગઢ કૃષિ યુનવર્સીટી :- ઈ.સ.1972-73
  3. 3. નવસારી કૃષિ યુનિવર્સીટી :- ઈ.સ. 2004
  4. 4.આણંદ કૃષિ યુનિવર્સીટી :- ઈ.સ.2004
ગુજરાતમાં પાક
  1. 1.બાજરી
  2. 2.જુવાર
  3. 3.ઘઉં
  4. 4.ડાંગર (ચોખા)
  5. 5.મકાઈ
  6. 6.મગફળી (ભારતમાં પ્રથમ ક્રમે)
  7. 7. તમાકુ (ભારતમાં બીજા ક્રમે)
  8. 8. શેરડી
  9. 9.એરંડો
  10. 10.જીરું
  11. 11.વરિયાળી (વિશ્વમાં પ્રથમ ક્રમે)
  12. 12.ઇસબગુલ (ભારતમાં પ્રથમ ક્રમે)
  13. 13.ફળફળાદિ
  14. 14.કેરી
  15. 15.કેળા
  16. 16.જામફળ
  17. 17. ખલેલાં
  18. 18.ચીકુ
શાકભાજી
  1. 1.બટાકા
  2. 2.ડુંગળી
ફૂલ
  1. 1.ગુલાબ
  2. 2.સેવંતી
  3. 3.ગલગોટા
  4. 4.રજનીગંધા
  5. 5.જૂઈ
  6. 6.મોગરા વગેરે
ગુજરાતના ઉધોગો
  1. બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થતા ગુજરાતે ઔધોગિક દ્રષ્ટિએ પાયાથી શરૂઆત કરી હતી.
  2. વર્તમાન સમયે મોટા ઉધોગ દ્વારા નેટ વેલ્યુ એડેડ અને વેલ્યુ ઓફ આઉટપુટની દ્રષ્ટિએ ગુજરાતે ભારતમાં બીજો કર્મ હાંસલ કર્યો છે જયારે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર છે.
  3. ઈ.સ.1867માં બહેચરદાસ લશ્કરીએ ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલ સ્થાપી હતી.
  4. ઈ.સ.1908માં અમદવાદમાં સુતરાઉ કાપડની 47 મિલો કાર્યરત હતી.
  5. ઈ.સ. 1960 સુધી ગુજરાતનું માત્ર કાપડ ઉધોગ અને ઇજનેરી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉધોગોનો જ સમાવેશ થતો હતો.
  6. ઈ.સ.1970 પશ્વાત ગુજરાતનું સુરત સૌથી વધુ ઝડપથી વિકાસ પામતુ શહેર છે.
  7. જે ઉધોગમાં રૂ.25 લાખ કરતા ઓછું મૂડીરોકહાન હોય તેને સુક્ષમ ઉધોગ કહેવામાં આવે છે.
  8. જે ઉધોગમાં રૂ 25 લાખ થી 5 કરોડ સુધીનું રોકાણ હોય તેનો લઘુ ઉધોગમાં કહેવમાં આવે છે.
  9. જે ઉધોગોમાં રૂ 5 થી 10 કરોડનું રોકાણ હોય તેનો મધ્યમ ઉધોગમાં સમાવેશ થાય છે.
  10. ગુજરાતને તેની કુલ આવકમાંથી અંદાજિત 40 થી 41 ટકા આવક ઉધોગો મારફતે મળે છે.
  11. દીવાલ ઘડિયાળોના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક છે.
  12. ગુજરાત  ભારત માં સોંડાએશના  ઉત્પાદન માં 98 ટકા જેટલું યોગદાન આપે છે.
  13. વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં ગુજરાત સાયકલ્સ લઈ.ની સ્થાપના કરવામાં આવી છે.
કાપડ ઉધોગ
  1. કપાસની ખેતી માટે અનુકૂળ કદી જમીનને કારણે ગુજરાતમાં કપાસનું 30 લાખ હેકટર જેટલી જમીનમાં વાવેતર થાય છે અને કપાસનું મોટા પાયે ઉત્પાદન થાય છે.
  2. ભારતમાં સુતરાઉ કાપડનું કુલ ઉત્પાદનનું 20 થી 21 ટકા જેટલું ઉત્પાદન તો માત્ર અમદાવાદ કરે છે.
  3. અમદવાદ અને ખભાત વિશિષ્ટ પ્રકારનું સુતરાઉ કાપડ તૈયાર કરે છે.
  4. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કાપડ ઉધોગ માટે જરૂરી યાંત્રિક સાધનોને ઉત્પાદન થાય છે.
  5. ગુજરાત બારીક અને મુલાયમ કાપડ બનાવવામાં દેશમાં અગ્રસ્થાને છે.
  6. પાવરલૂમ ઉધોગમાં સદીઓ વેગેરે નું ઉત્પાદન કરવામાં આવે છે.
  7. ગુજરાતમાં આર્ટસિલ્કનું કાપડ પણ તૈયાર થાય છે.
  8. આર્ટસિલ્ક ક્ષેત્રે ગુજરાતમાં સુરત મુખ્ય શહેર છે.
  9. મોગલ સમીઠું સુરતમાં જરી ઉધોગ પણ વિકસ્યો છે.
  10. જરી ઉધોગનો ગૃહઉધોગમાં સમાવેશ થાય છે.
  11. સોનુ,ચાંદી , તાંબાના ટાર નો ઉપયોગ જરીના ઉત્પાદન માટે થાય છે .
  12. વડોદરા પડે પેટ્રો-કેમિકલ સ્કૂલ બન્યું છે.
ગુજરાતમાં કાપડ ઉધોગ સાથે સંકળાયેલા ગૃહ ઉધોગ
  1. 1.પટોળા
  2. 2.સુજની
  3. 3.કિનખાબ
  4. 4.મશરૂ
  5. 5.તણછાઈ
  6. 6.રંગકામ
  7. 7.બાંધણી કામ
  8. 8.રોગન કામ
  9. 9.ઝરી કામ
  10. 10.મોતી કામ
  11. 11.મોચી ભરત
  12. 12.આહીર ભરત
  13. 13.કણબી ભરત
  14. 14.કાઠી ભરત
  15. 15.મહાજન ભરત
  16. 15. રાયરચીલું
1.રસાયણ ઉધોગ
  1. ગુજરાતમાં રસાયણ ઉધોગ સાથે સંકળાયેલી અંદાજિત 15 મોટી ફેકટરીઓ આવેલી છે.
  2. રસાયણોના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં 50 થી 51 ટકા જેટલું યોગદાન આપે છે.
  3. ગુજરાત પ્રતિ વર્ષ અંદાજિત 15 હજાર ટન જેટલું મીઠું પકવતું હોવાથી સોડા એશ , કોસ્ટિક સોડા , બ્લીચીંગ પાઉડર , પ્રવાહી જેવા અનેક બ્રોમીન રસાયણોનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.
  4. કોસ્મિક સોદાના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો 14 ટકા જેટલો ફાળો છે.
  5. ગુજરાત દેશનું 98 ટકા સોડા એશનું ઉત્પાદન કરે છે.
  6. ગુજરાતમાં સોડા એશનું સૌથી વધુ ઉત્પાદન મીઠાપુર , ધાંગ્રધાં અને પોરબંદર માં થાય છે.
  7. ગુજરાતમાં ક્લોરીન અને પ્રવાહી ક્લોરીનનું પણ મોટાપાયે ઉત્પાદન થાય છે.
  8. દેશમાં સલ્ફ્યુરિક એસિડના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14 ટકા છે.
  9. ગુજરાતમાં વાપી રસાયન ઉધોગ માટે મહત્વનું કેન્દ્ર છે.
  10. ભાવનગર જિલ્લામાં પણ ઓક્સિજનના પ્લાન્ટ આવેલા છે.
  11. એઝોડાઈઝના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.
  12. ગુજરાત ભારતના કુલ ઉત્પાદનનું 66 ટકા એઝોડાઈઝનું ઉત્પાદન કરે છે.
  13. ગુજરાત સલ્ફર બ્લેકના ઉત્પાદનમાં પણ ભારતમાં પ્રથમ સ્થાને છે.
  14. ભારતમાં સલ્ફર બ્લેકના કુલ ઉત્પાદનમાં 55 ટકા ગુજરાતનો ફાળો છે.
  15. સલ્ફર બ્લેક દઈ માટે વલસાડ પાસે અતુલ કંપની જાણીતી છે.
  16. ગુજરાત ઓક્સિજન લઈ.કંપની લીબડી ખાતે આવેલી છે.
2. સિમેન્ટ ઉધોગ
  1. સિમેન્ટ ઉધોગ માટે જરૂરી કાચો માલ જેવો કે રેતી , માટી , ચૂનાનો પથ્થર , ચિરોડી મળી આવતા હોવાના કારણે ગુજરાતમાં સિમેન્ટ ઉધોગ વિકાસ પામેલો છે.
  2. ગુજરાતમાં નાની અને મોટી એમ 40 જેટલી સિમેન્ટની ફેકટરીઓ આવેલી છે.
  3. સિમેન્ટ ઉધોગ માટે ગુજરાતમાં દ્વારકા , પોરબંદર , સિક્કા , રાણાવાવ , જાફરાબાદ , કોડીનાર , મહત્વ ના કેન્દ્ર છે.
  4. પોરબંદર ખાતે સફેદ સિમેન્ટ નું ઉત્પાદન થાય છે.
  5. રાજકોટ જિલ્લાના ગોંડલ ના પાટીદાર ખાતે હૈબોન્ડ સિમેન્ટની ફેક્ટરી આવેલી છે.
  6. આદિત્ય બિરલા ગ્રુપ અંતર્ગત અલ્ટ્રાટેક સિમેન્ટનું ઉત્પાદન અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગમે અને રાજુલાના કોવાયા ગમે થાય છે.
3.પેટ્રોકેમિકલ્સ ઉધોગ
  1. ખનીજ તેલમાંથી મળતી આડપેદાશો દ્વારર પેટ્રોકેમકલ્સના ઉધોગને કાચો માલ મળી રહે છે.
  2. ભારતમાં સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ ના મોટા ઉધોગોની શરૂઆત ગુજરાતમાં થઇ હતી.
  3. વડોદરા પાસે ગુજરાતમાં સૌપ્રથમ કોઉલી રિફાઇનરીની સ્થાપના કરવામાં આવી હતી.
  4. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લઈ.વડોદરામાં આવેલી છે.
  5. ઈ.સ.1979માં ગુજરાત સરકારે પોલિમર કોર્પોરેશન ઓફ ગુજરાત ની સ્થાપના કરી હતી . હાલમાં તેનો વહીવટ GSFC કરે છે.
  6. GSFCની સ્થાપના ઈ.સ.196માં થઇ હતી.
  7. વડોદરા ખાતે ઈ.સ.1969માં IPCL ની સ્થાપના થઇ હતી.
  8. જામનગર નજીક વાડીનાર ખાતે આવેલી એસ્સાર કંપની પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરે છે.
રાસાયણિક ખાતર ઉધોગ
  1. કુદરતી વાયુ , ગદ્યક , ફોસ્ફેટ અને નેપ્થાનો ખાતરના ઉત્પાદક માટે કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.
  2. વડોદરા પાસે બાજવામાં આવેલું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એશિયાનું સૌથી મોટું કારખાનું છે.
  3. IFFCO નું પૂરું નામ ઇન્ડિયન ફામર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લી.છે.
  4. IFFCO દ્વારા કલોલ અને કંડલામાં ખાતરના કારખાનાની સ્થાપના થઇ છે.
  5. IFFCO દ્વારર યુરિયા , નાઇટ્રોજન ફોસ્ફરસ અને પેટાશયુક્ત ખાતરોનું ઉત્પાદન થાય છે.
  6. GNFC નું પૂરું નામ ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમકલ્સ લિ.છે.
  7. ભરૂચમાં ઈ.સ.1976 GNFCની સ્થાપના થઇ હતી.
  8. GNFC વિશ્વની સૌથી મોટી સિંગલ સ્ટ્રીમ એમોનિયા યુરિયા ખાતર ઉત્પાદન કરતી કંપની છે.
  9. ગુજરાતમાં સૌથી વધુ ફોસ્ફરીક ખાતરનું ઉત્પાદન થાય છે.
  10. ગુજરાતમાં કંડલા , બાજવા , કલોલ , હજીરા , ચાવજ , સિક્કા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરનો મુખ્ય કારખાનાઓ આવેલા છે. જયારે સુપર ફોસ્ફેટ ખાતરનો ઉધોગ વડોદરા , અમદાવાદ , સુરત અને ભાવનગર માં છે.
ખાંડ ઉધોગ
  1. ગુજરાતમાં ખાંડ ઉધોગનો વિકાસ સહકારી ધોરણે થયો છે.
  2. ખેતીકીય દ્રષ્ટિએ ખાંડ ઉધોગ સૌથી મહત્વનો છે.
  3. ઈ.સ.1956-57માં સુરત જિલ્લાના બારડોલી ખાતે ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું સ્થાપવામાંઆવ્યું હતું.
  4. દેશમાં સૌથી મોટા ખાંડના કારખાનાઓમાં ગણના પામતા કારખાના બારડોલીમાં આવેલા છે.
  5. ગુજરાત,આ સુરત , નવસારી , ભરૂચ , નર્મદા , તાપી , અમરેલી , વડોદરા , વલસાડ , ખેડા , જૂનાગઢ ,જિલ્લાના અંતર્ગત ગણદેવી , બારડોલી ,, ચીખલી , મહુવા , નવી ,પારડી , મરોલી, પારનેરા , ભીલાડ , નાંદોદ , વાલોદ , અમરેલી , ધોરાજી , વગેરે ખાંડ ઉત્પાદનના કેન્દ્રો છે.
સીરામીક ઉધોગ
  1. ગુજરાતમાં સીરામીક ઉધોગનો મુકખયત્વે મોરબી , રાજકોટ , સુરેન્દ્રનગર ,સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વિકાસ થયો છે.
  2. ચિનાઈ માટી , રાખોડી માટી , સિલિકા રેતી , ચિરોડી , ચૂનાનો પથ્થર , બેન્ટોનાઇટ , બોક્સાઈટ , ડોલોમાઈટ , વગેરે સીરામીક ઉધોગ માટે જરૂરી કાચો માલ છે.
  3. મોરબીમાં સીરામીક ટાઇલ્સ , નળીયા , સેનિટરી વેર્સનું ઉત્પાદન થાય છે.
  4. સીરામીક ઉધોગ માટે જાણીતી પરશુરામ પોટરીઝ મોરબી ખાતે આવેલી છે.
  5. ગુજરાતમાં ઈ.સ.1912 આસપાસ સીરામીક ઉધોગની શરૂઆત થઇ હતી.
જહાજ બાંધવાનો ઉધોગ
  1. ગુજરાતમાં છેલ્લા દાયકા દરમિયાન જહાજ બાંધવાનો ઉધોગ પણ વિકસ્યો છે.
  2. ગુજરાતના જહાજવાડો ઓને દેશમાંથી તેમજ પરદેશથી જહાજો બાંધવાના ઓડર મળે છે.
  3. ભાવનગર ખાતે ઘી મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નામક જહાજવાડો આવેલો છે.
  4. દહેજમાં ABG નો જહાજવાડો આવેલો છે.
જહાજ ભાગવાનો ઉધોગ
  1. ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આવેલા અલંગ અને જામનગર અજિક આવેલા સચાણા માં જહાજ ભાગવાનો ઉધોગ વિકસેલો છે.
  2. અલંગ નો દરિયો મોટી ભરતીવાળો તેમજ કિનારા થી સમુદ્ર તરફ ઢોળાવવાળો હોવાને કારણે ત્યાં જહાજ ભાગવાનું કેન્દ્ર છે.
  3. અલંગ નજીક આવેલા સોસીયા ગમે પણ જહાજવાડો સંદર્ભ માળખાકીય સેવાઓ ઉભી કરવામાં આવી છે.
  4. અલંગ નું સંચલન તેમજ વહીવટ ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તક છે.
કાગળ ઉધોગ
  1. વલસાડ , સુરત , અમદાવાદ , ભરૂચ , રાજકોટ , મહેસાણા કાગળ ઉધોગનું ઉત્પાદન કરતા મુખ્ય સ્થળો છે.
  2. ગુજરાતમાં કાગળ ઉધોગના કાચા માલ તરીકે ડાંગરના ફોતરાંનો ઉપયોગ થાય છે.
  3. ગુજરાતમાં વલસાડ જિલ્લો કાગળ ઉધોગ માં પ્રથમ સ્થાને છે.
હોઝિયરી ઉધોગ
  1. ગુજરાતમાં અમદાવાદ ખાતે હોઝિયરી ઉધોગનો વિકાસ થયેલો છે.
મીઠા ઉધોગ
  1. ગુજરાત ભારતનું સૌથી મોટું મીઠા નું ઉત્પાદક રાજ્ય છે.
  2. ગુજરાત દેશનું અંદાજિત 78 ટકા મીઠું ઉત્પ્ન્ન કરે છે.
  3. ભારત મીઠાના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા પછી ત્રીજું સ્થાન ધરાવે છે.
  4. ગુજરાતમાં 1.09 લાખ મજૂરો મીઠા ઉધોગ સાથે સંકળાયેલા છે.
  5. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન માટે કચ્છ , ભાવનગર , રાજકોટ , મોરબી , જામનગર , દેવભૂમિ દ્વારકા , જૂનાગઢ , આણંદ , પોરબંદર  , પાટણ , વલસાડ , ભરૂચ , નવસારી , સુરત , બનાસકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
  6. સુરેન્દ્રનગર જિલ્લાનું ખારાઘોડા , પાતડી અને મોરબી જિલ્લાનું માળિયા ગુજરાત
  7. માં મીઠા ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે.
ડેરી ઉધોગ
  1. દેશમાં ગુજરાત શ્વેત ક્રાંતિ નું મુખ્ય મથક છે.
  2. શ્વેત ક્રાંતિ ના જનક તરીકે ડો.વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે.
  3. એશિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક એકમ અમુલ આણંદ ખાતે આવેલું છે.
  4. અમૂલનું માર્કેટીંગ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્કિ માર્કેટીંગ ફેડરેશન દ્વારા થાય છે.
બીડી ઉધોગ
  1. તમાકુના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત બીજા સ્થાને હોવાને કારણે ગુજરાતમાં બીડી ઉધોગનો વિકાસ થયો છે.
  2. ગુજરાતમાં આણંદ ,નડિયાદ , વડોદરા , બોરસદ , પેટલાદ વગેરે બીડી ઉધોગના મહત્વના કેન્દ્રો છે.
હીરા ઉધોગ
  1. ગુજરાતમાં વિશ્વના 92 ટકા જેટલા હીરાનું કટીંગ્સ અને પોલિશિંગનું કાર્ય થાય છે.
  2. હીરા ઉધોગ માટે સુરત જાણીતું શહેર છે.
  3. હીરાનું મોટાપાયે ઉત્પાદન થતું હોવા છતાં ગુજરાતમાં હીરાજડિત આભૂષણોનો ઉધોગ નહિવત સ્થાને છે.
ગૃહ ઉધોગ
  1. 1.આભૂષણ
  2. 2.કુંભાર કામ
  3. 3.કાષ્ઠકળા
  4. 4. ધાતુ
ગુજરાત ની મુખ્ય ડેરીઓ

ડેરી  

શહેર

1.અમુલ                 

આણંદ

2.મધુર  

ગાંધીનગર

3.દૂધસાગર 

મહેસાણા

4.દુધધારા  

ભરૂચ

5.માધાપર 

ભુજ

6.સુમુલ 

સુરત

7.ઉત્તમ , અજોડ  

અમદાવાદ

8.બનાસ

પાલનપુર

9.સાબર 

હિંમતનગર

10.ગોપાલ

રાજકોટ

 

ગુજરાતની ખનીજ સંપત્તિ
  1. ગુજરાતમાંથી કુલ 29 ખનીજો મળી આવે છે.
  2. ખનીજ ઉત્પાદન માં ગુજરાત ભારતમાં છઠા સ્થાને છે.
  3. ગુજરાત ભારતમાં ખાણોની સંખ્યાની દ્રષ્ટિએ બીજો કર્મ ધરાવે છે.
  4. ગુજરાતમાંથી અધાતુમય ખનીજો વધુ મળી રહે છે.
  5. 1.અકીક (ભારતમાં પ્રથમ ક્રમે)
  6. 2.ફ્લોરસ્પાર (એશિયામાં પ્રથમ ક્રમે)
  7. 3. ચિનાઈ માટી (ભારતમાં પ્રથમ ક્રમે)
  8. 4.ફાયર ક્લે (ભારતમાં પ્રથમ ક્રમે )
  9. 5.ફુલર્સ અર્થ
  10. 6.પ્લાસ્ટિક ક્લે 
  11. 7.ચૂનાના પથ્થર (ભારતમાં પ્ર્થમ સ્થાને)
  12. 8. ચિરોડી
  13. 9.બોક્સાઈટ (ભારતમાં પ્રથમ ક્રમે)
  14. 10.કેલ્સાઈટ
  15. 11.ડોલોમાઈટ
  16. 12.બેન્ટોનાઇટ
  17. 13.લિગ્નાઇટ કોલસો
  18. 14. આરસ
  19. 15.ગ્રેફાઇટ
  20. 16.વુલિસ્ટોનાઇટ
  21. 17.સીસું , જસ્ટ , તાંબુ
  22. 18.ખનીજ તેલ
  23. 19. કુદરતી વાયુ  

View More Material

Share